For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગજબનો વિકાસ, પાંચ વર્ષમાં ચા વાળાથી ચોકીદાર બની ગયાઃ માયાવતી

ગજબનો વિકાસ, પાંચ વર્ષમાં ચા વાળાથી ચોકીદાર બની ગયાઃ માયાવતી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષા અને ઉત્તર પ્રદદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ ભાજપના 'મૈં ભી ચૌકીદાર' અભિયાન પર નિશાન સાધ્યું છે. માયાવતીએ કહ્યું કે પાંચ વર્ષ પહેલા મોદી ચાવાળા હતા, આ ઈલેક્શનમાં તેઓ ચોકીદાર છે. ભાજપના પાંચ વર્ષમાં ગજબનો વિકાસ થયો છે. માયાવતીએ નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓના ટ્વિટર પર પોતાના નામની સાથે ચોકીદાર જોડવા પર આવું ટોણું માર્યું છે.

ખરેખર દેશ બદલાઈ રહ્યો છે

ખરેખર દેશ બદલાઈ રહ્યો છે

માયાવતીએ વધુ એક ટ્વીટ કરી કહ્યું કે સાદું જીવન ઉચ્ચ વિચાર વિપરીત શાહી અંદાજમાં જીવતા જે વ્યક્તિએ પાછલી લોકસભા ચૂંટણી સમયે વોટ ખાતર ખુદને ચા વાળો પ્રચારિત કર્યો હતો, તે હવે આ ચૂંટણીમાં વોટ માટે ખુદને શાન સાથે ચોકીદાર ઘોષિત કરી રહ્યા છે. દેશ ખરેખર બદલી રહ્યો છે?

ભાજપનું મૈં ભી ચોકીદાર કેમ્પેન

ભાજપનું મૈં ભી ચોકીદાર કેમ્પેન

ભાજપના નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ચોકીદાર ચોર હૈ નારાના જવાબમાં મૈં ભી ચોકીદાર કેમ્પેન શરૂ કર્યું છે. જે બાદ પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત મોટાભાગના ભાજપના નેતાઓએ પોતાના નામની આગળ ચોકીદાર જોડ્યું છે. નરેન્દ્ર મોદીએ વર્ષ 2014ના ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે હું દેશના ધનની ચોકીદારની જેમ રક્ષા કરીશ. થોડા સમય પહેલા મોદી પર રાફેલ ડીલમાં કૌભાંડ કરવાનો આરોપ લાગ્યો તો કોંગ્રેસી નેતાઓએ તેમને નિશાન બનાવતા ચોકીદાર ચોર હૈનો નારો આપ્યો હતો.

ભાજપ પર માયાવતીનો પ્રહાર

ભાજપ પર માયાવતીનો પ્રહાર

માયાવતીની પાર્ટી બસપા આ ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી રહી છે. માયાવતી સતત ભાજપ અને કોંગ્રેસ પર હુમલા તેજ કરી રહ્યાં છે. માયાવતી સતત ભાજપને વાદાખિલાફી કરનાર અને દલિતોના હિત વિરુદ્ધ કામ કરતી પાર્ટી કહી રહી છે.

પ્રિયંકા ગાંધીની બોટ યાત્રાથી કેવી રીતે વધશે ભાજપના વોટ? પ્રિયંકા ગાંધીની બોટ યાત્રાથી કેવી રીતે વધશે ભાજપના વોટ?

English summary
lok sabha elections 2019 mayawati attacks narendra modi Mai Bhi Chowkidar campaign
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X