For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ પર ઘમાસાણઃ કોંગ્રેસે કહ્યુ - ‘સરકારે SCમાં જૂઠ બોલ્યુ, દેશ પાસે માફી માંગે'

રાફેલ ડીલની તપાસ કરાવવાની માંગ માટે દાખલ કરાયેલ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં ફગાવી દીધા બાદ આ મામલો વધુ તૂલ પકડતો જોવા મળી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

રાફેલ ડીલની તપાસ કરાવવાની માંગ માટે દાખલ કરાયેલ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં ફગાવી દીધા બાદ આ મામલો વધુ તૂલ પકડતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સવાલ ઉઠાવ્યો છે અને મોદી સરકાર પર એક વાર ફરીથી હુમલો કર્યો છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ કે સરકારે સુપ્રીમ કોર્ટમાં જૂઠ બોલ્યુ છે કે સીએજી રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો અને પીએસી સામે પણ. ત્યારબાદ પીએસીએ તેની તપાસ કરી. સુપ્રીમ કોર્ટમાં સરકારે કહ્યુ કે જાણકારી પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ છે. તો સરકાર જણાવે કે આ જાણકારી ક્યાં ઉપલબ્ધ છે? શું તમે આને જોઈ છે?

આ પણ વાંચોઃ પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજનઃ દેવામાફી ન હોવો જોઈએ ચૂંટણી વચનોનો હિસ્સોઆ પણ વાંચોઃ પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજનઃ દેવામાફી ન હોવો જોઈએ ચૂંટણી વચનોનો હિસ્સો

khadge

તેમણે કહ્યુ કે હજુ તો કેગનો રિપોર્ટ આવ્યો જ નથી. અમે પીએસીના અન્ય સભ્યો સાથે વાત કરીશુ અને કેગને બોલાવીને પૂછીશુ. ખડગેએ એક વાર ફરીથી રાફેલ ડીલની તપાસ જેપીસી પાસે કરાવવાની માંગ કરી. કોંગ્રસે નેતાએ કહ્યુ કે સુપ્રીમ કોર્ટમાં કેગ રિપોર્ટનો ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો. ખડગેએ મોદી સરકાર પાસે માંફી માંગવાની માંગ કરી.

મોદી સરકાર પાસે માફી માંગવાની માંગ

તેમણે કહ્યુ કે સરકારે રાફેલ પર સુપ્રીમ કોર્ટમાં જૂઠ બોલ્યુ છે. મલ્લિકાર્જુન ખડગે પીએસીના ચેરમેન છે. તમને જણાવી દઈએ કે ડીલની તપાસ અંગે દાખલ કરેલ અરજીઓને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી અને કહ્યુ હતુ કે આ ડીલમાં કોર્ટને કોઈ કમી જણાતી નથી.

આ પહેલા શુક્રવારે પણ રાફેલ વિવાદ પર રાહુલ ગાંધીએ કહ્યુ હતુ, 'અમારો સીધો સવાલ છે કે 526 કરોડ રૂપિયાના વિમાન 1600 કરોડ રૂપિયામાં કેમ ખરીદ્યા. 30,000 રૂપિયાનો કોન્ટ્રાક્ટ એલએએલ પાસેથી કેમ છીનવી લેવામાં આવ્યો. હિંદુસ્તાનના યુવાનો પાસેથી રોજગાર કેમ છીમવી લેવામાં આવ્યો. ગાંધીએ કહ્યુ કે જે દિવસે રાફેલ મામલાની તપાસ થઈ ગઈ તે દિવસે બે નામ નીકળશે એક અનિલ અંબાણી અને બીજુ નરેન્દ્ર મોદી.'

English summary
mallikarjun khadge attacks modi government and demands apology
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X