For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાયરલ એડઃ ‘જોઈએ નોન સ્મોકર, નોન ફેમિનિસ્ટ, 12 વર્ષ નાની કન્યા'

હાલમાં જ એક અંગ્રેજી અખબારમાં છપાયેલ લગ્ન ઈચ્છુક જાહેરાત પોતાના વિવાદાસ્પદ અને હાસ્યાસ્પદ કન્ટેન્ટના કારણે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

હાલમાં જ એક અંગ્રેજી અખબારમાં છપાયેલ લગ્ન ઈચ્છુક જાહેરાત પોતાના વિવાદાસ્પદ અને હાસ્યાસ્પદ કન્ટેન્ટના કારણે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે. આ જાહેરત મૈસૂરના એક બિઝનેસમેને આપી છે. આમાં લખવામાં આવ્યુ છે કે મૈસૂરના રહેવાસી 37 વર્ષીય બિઝનેસમેન એક નોન સ્મોકર અને નોન ફેમિનિસ્ટ યુવતી શોધી રહ્યા છે. આ વિવાદિત જાહેરાત પર ઘણા લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક આની ટીકા કરી રહ્યા છે તો કેટલાક મજાક ઉડાવી રહ્યા છે.

viral ad

બીબીસીની પત્રકાર મેઘા મોહને પેપરની કટિંગ ટ્વિટર પર શેર કરીને લખ્યુ કે આ જાહેરાતમાં લખવામાં આવ્યુ છે કે મૈસૂર રહેવાસી સ્નાતક ઉદ્યોગપતિનો પોતાનો આંતરરાષ્ટ્રીય નિકાસ વેપાર છે, તે ઋગ અને અથર્વ વૈદિકની યોદ્ધા પૃષ્ઠભૂમિ ધરાવતા ક્ષત્રિય જાતિના છે. હાલના સમયમાં તેમના સેલેરી આઠ આંકડામાં છે. 37 વર્ષના સ્નાતક એક આકર્ષક યુવતી શોધી રહ્યા છે. જે ઉચ્ચ મહત્વાકાંક્ષા ધરાવતી હોય અને 26 વર્ષથી ઓછી વયની હોવી અનિવાર્ય છે.

આ પણ વાંચોઃ RSS ના ત્રિદિવસીય સંમેલનમાં પાકિસ્તાન સિવાય 60 દેશોના પ્રતિનિધિને આમંત્રણઆ પણ વાંચોઃ RSS ના ત્રિદિવસીય સંમેલનમાં પાકિસ્તાન સિવાય 60 દેશોના પ્રતિનિધિને આમંત્રણ

આ જાહેરાતની છેલ્લી લાઈનોએ લોકોનું ધ્યાન ખાસ કરીને પોતાની તરફ ખેંચ્યુ. આ જાહેરાતના અંતમાં લખવામાં આવ્યુ કે, યુવતી સ્મોકિંગ ના કરતી હોય, ફેમિનિસ્ટ ના હોય, એક સારી કુક હોય અને તેના આ પહેલા ના તો લગ્ન થયા હોય કે ના તો કોઈ બાળક હોય. જાતિ, ધર્મ, પંથ અને રાષ્ટ્રીયતા બાધ્ય નથી અને કોઈ દહેજ આવશ્યકતા નથી. જાહેરાતનો ફોટો જેવો સોશિયલ મીડિયા પર વાયરલ થયો કે લોકોએ ઉદ્યોગપતિને બરાબર ખરુ ખોટુ સંભળાવ્યુ છે.

આ જાહેરાત પર પ્રતિક્રિયા આપતા Candid Stewie ના ટ્વિટર યુઝરે લખ્યુ કે આ વ્યક્તિને શોધીને કેમિકલ રીતે સરખો કરવાની જરૂર છે.

અપર્ણા જૈને લખ્યુ કે, નોન ફેમિનિસ્ટ, તેને 11 વર્ષ નાની એક કુક જોઈએ.

આ પણ વાંચોઃ અમેરિકા પર તોળાઈ રહ્યુ છે વિનાશના વાવાઝોડા 'ફ્લોરેન્સ' નું જોખમ, 10 લાખ લોકોનું સ્થળાંતરઆ પણ વાંચોઃ અમેરિકા પર તોળાઈ રહ્યુ છે વિનાશના વાવાઝોડા 'ફ્લોરેન્સ' નું જોખમ, 10 લાખ લોકોનું સ્થળાંતર

English summary
matrimonial advertisement is doing the rounds on social media for all wrong reasons
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X