For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈવીએમ સુરક્ષા બદહાલીના ચાર વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ

લોકસભા ચૂંટણી પરિણામ પહેલા ઈવીએમ અંગે મોટો વિવાદ સામે આવ્યો છે. વિપક્ષી દળના નેતા ઈવીએમ સ્ટોરેજ રૂમની સુરક્ષા પર સવાલ ઉઠાવીને છેડછાડની કોશિશ થવાનો દાવો કરી રહ્યા છે

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી પરિણામ પહેલા ઈવીએમ અંગે મોટો વિવાદ સામે આવ્યો છે. વિપક્ષી દળના નેતા ઈવીએમ સ્ટોરેજ રૂમની સુરક્ષા પર સવાલ ઉઠાવીને છેડછાડની કોશિશ થવાનો દાવો કરી રહ્યા છે જયારે બીજી બાજુ ચૂંટણી પંચે વિપક્ષના દાવાઓને નકારી દીધા છે. ચૂંટણી પંચ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ચૂંટણીમાં જે ઈવીએમ મશીનનો ઉપયોગ થયો છે, તે બિલકુલ સુરક્ષિત છે. પરંતુ આ બધાની વચ્ચે કેટલાક એવા વીડિયો પણ સામે આવ્યા છે, જે વિચારવા પર મજબુર કરે છે કે શુ ખરેખર ઈવીએમ સુરક્ષિત છે?

આ પણ વાંચો: કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેઃ ત્રીજા મોરચાનો તો સવાલ જ નથી

ઈવીએમ સુરક્ષા અંગે ગાઝીપુરમાં પોલીસ સાથે નોકઝોક

સોમવારે રાત્રે ઈવીએમ બદલવાનો આરોપ લગાવીને કોંગ્રેસ અને ગઠબંધન ઉમેદવારો ઘ્વારા ખુબ જ હંગામો કરવામાં આવ્યો. ગાઝીપુર જિલ્લામાં ગઠબંધન ઉમેદવાર અફઝલ અન્સારી ધરણા પર બેસી ગયા છે. તેમને આરોપ લગાવ્યો છે કે ઈવીએમ ભરેલો એક ટ્રક જોવામાં આવ્યો છે. તેમની માંગ છે કે CISF ને બદલે બીએસએફ ઈવીએમની સુરક્ષા કરે.

ઝાંસીમાં પણ ધાંધલીના આરોપ

ઈવીએમની સુરક્ષા પર સવાલ ઉભો કરતો વીડિયો ઝાંસીથી પણ આવ્યો છે. અહીં દાવો કરવામાં આવ્યો છે કે તે આરક્ષિત મશીનો છે. હજુ સુધી આ વાતની જવાબ નથી આપવામાં આવ્યો કે ઉમેદવારોને ઈવીએમ આવવા જવા વિશે સૂચના કેમ આપવામાં નહીં આવી. એટલું જ નહીં પરંતુ એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આરક્ષિત ઈવીએમ ચૂંટણીના એક દિવસ પછી પ્રાઇવેટ વાહન ઘ્વારા કેમ લઇ જવામાં આવ્યું.

ઈટોના ભઠા પર ઈવીએમ સાથે પકડાઈ ટીમ

એક વીડિઓ પોસ્ટ કરીને સવાલ ઉઠાવવામાં આવ્યો કે શુ આવી સુરક્ષા હશે? આપને જણાવી દઈએ કે ઈવીએમ મશીનોને મતદાન કેન્દ્રોથી સુરક્ષા માટે બનેલા સ્ટોરેજ રૂમ સુધી લઇ જવામાં રાજ્યની સરકારી બસો, પ્રાઇવેટ ટ્રક, જીપ અને ચૂંટણી પંચ તરફથી ભાડા પર લેવામાં આવેલા વાહનો અને પોલીસ વાહનો ઘ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે. ઈવીએમ લઇ જતા વાહનો સાથે કેન્દ્રીય અને રાજ્ય પોલીસબળની સંયુક્ત ટીમ હોય છે.

ચૂંટણી પંચ પાસે તપાસની માંગ

આ વીડિઓ શેર કર્યા પછી ચૂંટણી પંચ પાસે તપાસની માંગ કરવામાં આવી છે

English summary
Multiple videos who raised questions over EVM's security
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X