For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લંડનમાં રહીને કેટલા રૂપિયા મહિના કમાઈ રહ્યો હતો નીરવ મોદી, બતાવી સેલેરી સ્લીપ

કોર્ટમાં સુનાવણી દરમિયાન નીરવ મોદીએ કોર્ટને એ પણ જણાવ્યુ કે લંડનમાં રહીને તે કેટલા રૂપિયા મહિને સેલેરી મેળવી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

13 હજાર કરોડ રૂપિયાના પીએનબી ગોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદીની બુધવારે લંડનમાં ધરપકડ કરી લેવામાં આવી. નીરવ મોદીની ધરપકડ બાદ પોલિસે તેને કોર્ટમાં હાજર કર્યો જ્યાંથી તેને 29 માર્ચ સુધી જેલ મોકલી દેવામાં આવ્યો. નીરવ મોદીએ જો કે કોર્ટમાં પોતાની જામીન અરજી કરી દીધીહતી પરંતુ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દઈને કહ્યુ કે કેસ છેતરપિંડીનો છે અને આરોપીના ભાગી જવાનો ડર છે એટલા માટે તેને જામીન આપી શકાય નહિ. કોર્ટે બચાવ પક્ષ તરફથી આપેલા પાંચ લાખ પાઉન્ડ સિક્યોરિટીના પ્રસ્તાવને નામંજૂર કરી દીધા. સુનાવણી દરમિયાન નીરવ મોદીએ કોર્ટને એ પણ જણાવ્યુ કે લંડનમાં રહીને તે કેટલા રૂપિયા મહિને સેલેરી મેળવી રહ્યો છે.

18 લાખ રૂપિયા મહિને કમાઈ રહ્યો હતો નીરવ મોદી

18 લાખ રૂપિયા મહિને કમાઈ રહ્યો હતો નીરવ મોદી

નીરવ મોદીની ધરપકડ બાદ લંડન પોલિસે તેને કોર્ટમાં હાજર કર્યો. સુનાવણી દરમિયાન નીરવ મોદીનો બચાવ કરીને તેના વકીલ જ્યોર્જ હેપબર્ન સ્કૉટે કોર્ટને જણાવ્યુ, ‘હીરા વેપારી નીરવ મોદી જૂન 2018થી લંડનમાં રહે છે. તેનો પુત્ર છેલ્લા પાંચ વર્ષથી લંડનની સ્કૂલમાં ભણી રહ્યો હતો. નીરવ મોદી બ્રિટનમાં ખુલ્લેઆમ રહેતા હતા. તે સ્થાનિક ટેક્સ ભરે છે અને તેમની પાસે નેશનલ ઈન્શ્યોરન્સ નંબર પણ છે. નીરવ લંડનમાં ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની કોશિશ પણ કરી રહ્યા હતા. નીરવ મોદી લંડનમાં રહીને 20000 પાઉન્ડ (લગભગ 18 લાખ રૂપિયા) પ્રતિ માસની સેલેરીમાં કામ કરી રહ્યા હતા.' નીરવ મોદીના વકીલે તેના બચાવમાં આ તર્ક આપીને કોર્ટમાં સેલેરી સ્લિપ પણ રજૂ કરી. જો કે કોર્ટે તેની જામીન અરજીને ફગાવીને તેને 29 માર્ચ સુધી જેલ મોકલી દીધો.

નીરવ મોદી પાસે 3 પાસપોર્ટ

નીરવ મોદી પાસે 3 પાસપોર્ટ

નીરવ મોદીએ કોર્ટમાં પોતાના જામીન માટે 5 લાખ પાઉન્ડ સિક્યોરિટી તરીકે જમા કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો. નીરવ મોદીએ કહ્યુ કે તપાસમાં તે પોતાની તરફથી સંપૂર્ણપણે સહયોગ આપશે. કોર્ટે તેની દલીલનો અસ્વીકાર કર્યો. કોર્ટે કહ્યુ કે આ એક બહુ મોટી રકમની છેતરપિંડીનો કેસ છે. કોર્ટને આરોપીના ભાગી જવાનો ડર છે એટલા માટે જામીન ન આપી શકાય. કોર્ટમાં સુનાવણી દરમિયાન માલુમ પડ્યુ કે નીરવ મોદી પાસે ત્રણ પાસપોર્ટ છે. આમાંથી એક પાસપોર્ટ હવે લંડન પોલિસ પાસે છે અને બીજો બ્રિટનના ગૃહ વિભાગ પાસે. ત્રીજા પાસપોર્ટ નીરવ મોદીએ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે સંબંધિત ઑથોરિટી પાસે જમા કર્યો છે.

પીએનબી ગોટાળામાં મુખ્ય આરોપી છે નીરવ મોદી

પીએનબી ગોટાળામાં મુખ્ય આરોપી છે નીરવ મોદી

તમને જણાવી દઈએ કે લંડન પોલિસે નીરવ મોદીને બુધવારે બપોરે 3.30 વાગે વેસ્ટ મિંસ્ટર કોર્ટમાં હાજર કર્યો. પીએનબી ગોટાળાના આરોપી નીરવ મોદી ભારતથી ભાગીને લંડનમાં ઘણા મહિનાઓથી રહેતો હતો. હાલમાં જ લંડનના રસ્તાઓ પર ફરતો તેનો એક વીડિયો સામે આવ્યો હતો. ત્યારબાદ ભારત સરકારે તેની સામે કાર્યવાહી શરૂ કરી. નીરવ મોદીની ધરપકડ ભારતીય એજન્સીઓ માટે એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. લંડન પોલિસે ભાગેડુ નીરવ મોદીને લંડનના હોલબોર્ન મેટ્રો સ્ટેશનથી પકડ્યો. આ પહેલા સોમવારે બ્રિટનની વેસ્ટ મિંસ્ટર કોર્ટે નીરવ મોદી સામે ધરપકડ વોરન્ટ ઈશ્યુ કરી દીધો હતો. 13000 કરોડ રૂપિયાના પીએનબી ગોટાળામાં નીરવ મોદી મુખ્ય આરોપી છે. ઈન્ટરપોલે ગયા વર્ષે જુલાઈમાં ઈડી અને કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ) ની અપીલ પર નીરવ મોદી સામે રેડ કોર્નર નોટિસ ઈશ્યુ કરી હતી.

આ પણ વાંચોઃ દેશના ચોકીદારો સાથે વાતચીતમાં પીએમ મોદીઃ નામદારોની ફિતરત છે કામદારોનું અપમાન કરવુઆ પણ વાંચોઃ દેશના ચોકીદારો સાથે વાતચીતમાં પીએમ મોદીઃ નામદારોની ફિતરત છે કામદારોનું અપમાન કરવુ

English summary
Nirav Modi Working In UK On 20000 Pounds Per Month Salary, Showed Payslip To Court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X