For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના ચોકીદારો સાથે વાતચીતમાં પીએમ મોદીઃ નામદારોની ફિતરત છે કામદારોનું અપમાન કરવુ

હોળીના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોબાઈલ એપ દ્વારા દેશભરના 25 લાખ ચોકીદારો સાથે વાત કરી.

|
Google Oneindia Gujarati News

હોળીના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોબાઈલ એપ દ્વારા દેશભરના 25 લાખ ચોકીદારો સાથે વાત કરી. આ દરમિયાન પીએમે કહ્યુ કે આજકાલ દરેક જગ્યાએ ચોકીદારોની ચર્ચા છે. ભલે તે ટીવી હોય કે ટ્વીટર દેશ હોય કે વિદેશ ગામ હોય કે શહેર દરેક જગ્યાએ ચોકીદાર શબ્દની જ ગુંજ છે. આજે આખો દેશ ચોકીદાર હોવાની શપથ લઈ રહ્યો છે અને કહી રહ્યો છે. ચોકીદારો સાથે વાતચીતમાં પીએમ મોદીએ વિપક્ષી નેતાઓ પર પણ નિશાન સાધ્યુ છે.

pm modi

ચોકીદારોના સવાલોનો જવાબ આપતા પીએમે કહ્યુ કે બધામાં ચોકીદારના સંસ્કાર હોય. પીએમે કહ્યુ કે ચોકીદારોને બદનામ કરવાનું ષડયંત્ર થઈ રહ્યુ છે. વળી, એક સવાલના જવાબમાં પીએમ મોદીએ કહ્યુ કે સેના પર સવાલ ઉઠાવનારા લોકોને દેશ માફ નહિ કરે.બધાને દેશની સેના પર ગર્વ છે. ટૂકડા-ટૂકડા ગેંગને ઓળખવી પડશે. આપણે તનતોડ મહેનત કરવાની છે. દેશના ગરીબ ખેડૂતો માટે અમે આર્થિક મદદ કરી છે. ખેડૂતોને નાની નાની જરૂરિયાતો માટે ભટકવુ નહિ પડે.

હું તમારા બધા ચોકીદારોની માફી માંગુ છુ કારણકે અમુક લોકોએ પોતાના ખાનગી સ્વાર્થ માટે કંઈ સમજ્યા વિચાર્યા વિના ગાળાગાળી શરૂ કરી દીધી છે અને ચોકીદારને ચોર કહી દીધા અને ચોકીદારોની તપસ્યા સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઉભા કરી દીધા છે. ચોકીદારે સાથે હોળી મનાવીને હું પોતાને ભાગ્યશાળી માની રહ્યો છુ. પીએમે કહ્યુ કે અમારી સરકારે ગરીબોની મુશ્કેલીઓ દૂર કરવા માટે ઘણા પગલા લીધા છે. આયુષ્માન યોજનાએ ગરીબોને બિમારી સામે લડવા માટેની તાકાત આપી છે. ઈલાજ માટે કોઈની આગળ હાથ નહિ ફેલાવવો પડે. જે દેશ માટે કામ કરે છે તે ચોકીદાર છે.

પીએમે કહ્યુ કે આપણે ઘણુ આગળ વધવાનું છે. પોતાના બાળકોને બહુ મોટા બનાવવાના છે, તેમને ડૉક્ટર, એન્જિનિયર બનાવવાના છે, સેનાના જવાન બનાવવાના છે, દેશના પ્રધાનમંત્રી પણ બનાવવાના છે. પરંતુ આપણે સૌએ પોતાના બાળકોની અંદર ચોકીદારના સંસ્કાર જાળવી રાખવાના છે.

આ પણ વાંચોઃ નિક માટે રસોઈ બનાવવાના સવાલ પર પ્રિયંકાએ કહ્યુ, 'ખતરનાક પત્ની છુ હું'આ પણ વાંચોઃ નિક માટે રસોઈ બનાવવાના સવાલ પર પ્રિયંકાએ કહ્યુ, 'ખતરનાક પત્ની છુ હું'

English summary
PM narendra modi is interacting with 25 Lakhs security guards across the Country
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X