For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gallup International Survey: PM મોદી દુનિયાના 3જા સૌથી લોકપ્રિય નેતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા માત્ર ભારત પૂરતી સીમિત નથી, તેઓ દુનિયાના ત્રીજા નંબરના સૌથી લોકપ્રિય નેતા છે, જેનું પ્રમાણ છે ગૈલપ સર્વે. આ અંગે વધુ વાંચો અહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા માત્ર ભારત પૂરતી સીમિત નથી, તેઓ દુનિયાના ત્રીજા નંબરના સૌથી લોકપ્રિય નેતા છે, જેનું પ્રમાણ છે ગૈલપ સર્વે. હાલમાં જ સર્વે એજન્સિ ગૈલપ ઇન્ટરનેશનલે 50 દેશોમાં એક સર્વે કર્યો હતો, જેમાં આ પરિણામ સામે આવ્યું છે. આ સર્વેમાં પ્રથમ ક્રમાંકે છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેકરૉન, જેમને પ્લસ 21 ગુણ મળ્યા છે. બીજા ક્રમાંકે છે જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ, તેમને સર્વેમાં 20 ગુણ મળ્યા છે.

ત્રીજા ક્રમે પીએમ નરેન્દ્ર મોદી

ત્રીજા ક્રમે પીએમ નરેન્દ્ર મોદી

આ સર્વેમાં ત્રીજા ક્રમે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેમના પ્લસ 8 ગુણ મળ્યા છે. ચોથા ક્રમે બ્રિટિશ પીએમ થેરેસા છે, તેમને પ્લસ 7 અંક મળ્યા છે અને પાંચમા સ્થાને 6 સ્કોર સાથે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું નામ આવે છે.

ડોલાન્ડ ટ્રંપ કયા સ્થાને?

ડોલાન્ડ ટ્રંપ કયા સ્થાને?

આ સર્વેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન છઠ્ઠા નંબરે છે. સાઉદી અરેબિયાના કિંગ સલમાન બિન અબ્દુલ્લાઝીઝ સાઉ સાતમા નંબરે, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ આઠમા સ્થાને છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને ટોપ 10માં સ્થાન નથી. તેમનો ક્રમાંક 11મો આવે છે.

50 દેશો, 53,769 લોકો

50 દેશો, 53,769 લોકો

ઉલ્લેખનીય છે કે, આ સર્વેમાં 50 દેશોના કુલ 53 હજાર 769 લોકોએ પોતાનો મત આપ્યો છે. આ લોકોના ઇન્ટરવ્યુ લઇ તેમને તેમના મનપસંદ નેતા અંગે પૂછવામાં આવ્યું હતું અને સાથે જ તેમની તેમની પસંદનું કારણ પણ પૂછવામાં આવ્યું હતું. 30 ટકા લોકોએ પીએમ મોદી અંગે સકારાત્મક ટિપ્પણી કરી હતી અને 22 ટકા લોકોએ પીએમ મોદી પ્રત્યે નાપસંદગી જાહેર કરી હતી.

દાવોસ શિખર સંમેલન

દાવોસ શિખર સંમેલન

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી દાવોસ સંમેલનમાં ભાગ લેવા જઇ રહ્યાં છે. 22 જાન્યુઆરીના રોજ સ્વિટઝર્લેન્ડમાં આ સંમેલન યોજાનાર છે. વર્ષ 1997 બાદ પહેલીવાર કોઇ ભારતીય વડાપ્રધાન દાવોસ શિખર સંમેલનનો ભાગ બનવા જઇ રહ્યા છે.

English summary
Ahead of his visit to Davos to attend the World Economic Forum meeting, an international survey has ranked Prime Minister Narendra Modi among the top three leaders of the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X