For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રવીણ તોગડિયાએ વધારી બીજેપીની મુશ્કેલી, ઉભું કર્યું નવું સંગઠન

હિન્દુવાદી નેતા પ્રવીણ તોગડિયાએ વિશ્વ હિન્દૂ પરિષદ ઘ્વારા અલગ થયા પછી પોતાનું નવું સંગઠન ઉભું કર્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

હિન્દુવાદી નેતા પ્રવીણ તોગડિયાએ વિશ્વ હિન્દૂ પરિષદ ઘ્વારા અલગ થયા પછી પોતાનું નવું સંગઠન ઉભું કર્યું છે. દિલ્હીમાં રવિવારે આયોજિત એક કાર્યક્રમમાં 'આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ' નામના સંગઠનની સ્થાપના કરતા પ્રવીણ તોગડિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમનું નવું સંગઠન હુન્દુઓના હિતો માટે કામ કરશે. 'હિન્દૂ હી આગે' સૂત્ર આપતા તેમને પોતાના નવા સંગઠન હેઠળ રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય કિસાન પરિષદ, રાષ્ટ્રીય વિધાર્થી પરિષદ અને મહિલાઓ માટે ઓજ્શ્વની સંગઠનનું ગઠન કર્યું છે.

અબકી બાર હિન્દૂ સરકાર સાથે આપી ચેતવણી

અબકી બાર હિન્દૂ સરકાર સાથે આપી ચેતવણી

નવા સંગઠન વિશે ઘોષણા કરતા પ્રવીણ તોગડિયાએ મોદી સરકાર સામે હિન્દૂ માંગ પત્ર પણ રજુ કર્યું. પ્રવીણ તોગડિયાએ માંગણી પત્રમાં જણાવ્યું કે આવનારા ચાર મહિનામાં કેન્દ્ર સરકાર રામ મંદિર નિર્માણ, સમાન નાગરિક સંહિતા, ગાયોની હત્યા પર પ્રતિબંધ, મુસ્લિમ સમુદાયને અલ્પસંખ્યાનો દરજ્જો પૂરો કરવો અને કાશ્મીરમાં ઘ્વારા 370 ખતમ કરવાનું વચન પૂરું કરવા માટે જણાવ્યું. પ્રવીણ તોગડીયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો ઓક્ટોબર સુધી તેમની માંગ પુરી નહીં કરવામાં આવે તો વર્ષ 2019 લોકસભા ઇલેક્શનમાં તેમની પાર્ટી અબકી બાર હિન્દૂ સરકાર સૂત્ર સાથે રાજનૈતિક પાર્ટી તરીકે ઉતરશે.

ટીમ બદલાઈ છે તેવર નહીં: પ્રવીણ તોગડિયા

ટીમ બદલાઈ છે તેવર નહીં: પ્રવીણ તોગડિયા

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ નામના સંગઠનના અધ્યક્ષ પ્રવીણ તોગડીયા જાતે છે. દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં ભીડ વચ્ચે પ્રવીણ તોગડિયાએ જણાવ્યું કે તેમની ટીમ બદલાઈ છે પરંતુ તેવર નથી બદલાયા. પ્રવીણ તોગડિયાએ જણાવ્યું કે તેમના સંગઠનનો ઉદેશ હિન્દૂ સમાજની સુરક્ષા અને સમ્માન માટે કામ કરવાનો છે. આ દરમિયાન પ્રવીણ તોગડિયાએ ભાજપને પણ નિશાને લીધું છે.

મોટા મોટા ભાષણોથી નહીં ચાલે, સત્તા છે, કાર્યવાહી કરો

મોટા મોટા ભાષણોથી નહીં ચાલે, સત્તા છે, કાર્યવાહી કરો

આ પહેલા પ્રવીણ તોગડિયાએ ટવિટ કરીને ભાજપ પર નિશાનો લગાવતા કહ્યું હતું કે મોટા મોટા ભાષણોથી નહીં ચાલે, સત્તા છે, કાર્યવાહી કરો. ધારા 370 તરત હટાવો. કાશ્મીરી હિંદુઓને સમ્માન અને સુરક્ષા સાથે પાછા વસાવવામાં આવે.

English summary
Praveen Togadia Made New Hindu Organization, Trouble for BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X