For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનભદ્ર હત્યાકાંડઃ જેલમાં નાખવી હોય તો નાખી દો, પીડિતોને મળ્યા વિના નહિ જઉઃ પ્રિયંકા ગાંધી

સોનભદ્ર જિલ્લામાં થયેલા સામૂહિક નરસંહારમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને મળવા માટે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સોનભદ્ર જવા પર અડગ છે.

|
Google Oneindia Gujarati News

સોનભદ્ર જિલ્લામાં થયેલા સામૂહિક નરસંહારમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને મળવા માટે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સોનભદ્ર જવા પર અડગ છે. તેમનુ કહેવુ છે કે તે પીડિત પરિવારોને મળ્યા વિના પાછા નહિ જાય. તમને જણાવી દઈએ કે શુક્રવારે મિર્ઝાપુર પોલિસે પ્રિયંકા ગાંધીને ત્યાં જવાથી રોકી દીધા હતા અને કસ્ટડીમાં લઈ લીધા હતા. હાલમાં પ્રિયંકા ગાંધી ચુનાર ગેસ્ટહાઉસમાં રોકાયેલા છે. મોડી રાત સુધી અધિકારીઓની મિર્ઝાપુર ગેસ્ટ હાઉસમાં અવરજવર ચાલુ રહી. અધિકારીઓ તેમને મનાવતા રહ્યા પરંતુ પ્રિયંકા ગાંધીએ સ્પષ્ટ કરી દીધુ કે તે નરસંહારના પીડિતોને મળ્યા વિના પાછા નહિ જાય.

આ પણ વાંચોઃ BSFમાંથી સસ્પેન્ડ થયેલા જવાન તેજ બહાદૂરની ચૂંટણી અરજી પર પીએમ મોદીને HCની નોટિસઆ પણ વાંચોઃ BSFમાંથી સસ્પેન્ડ થયેલા જવાન તેજ બહાદૂરની ચૂંટણી અરજી પર પીએમ મોદીને HCની નોટિસ

ટ્વીટ કરીને કર્યો હુમલો

ટ્વીટ કરીને કર્યો હુમલો

મિર્ઝાપુરના ગેસ્ટ હાઉસમાં ધરણા પર બેઠેલા પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને યોગી સરકાર પર જબરદસ્ત હુમલો કર્યો છે. પ્રિયંકાએ ટ્વિટ કરીને કહ્યુ કે મે ના કોઈ કાયદો તોડ્યો છે અને ના કોઈ ગુનો કર્યો છે. સવારે સ્પષ્ટ કર્યુ હતુ કે પ્રશાસન ઈચ્છે તો હું એકલી તેમની સાથે પીડિત પરિવારોને મળવા આદિવાસીઓના ગામ જવા માટે તૈયાર છુ અથવા પ્રશાસન જે પણ રીતે મને તેમને મળાવવા ઈચ્છે હું તૈયાર છુ.

અધિકારીઓએ પ્રિયંકા સાથે એક કલાક સુધી કરી બેઠક

ઉત્તર પ્રદેશ સરકારે વારાણસીના એડીજી બૃજ ભૂષણ, વારાણસી કમિશ્નર શ્રી દીપક અગ્રવાલ, મિર્ઝાપુરના કમિશ્નર, મિર્ઝાપુર ડીઆઈજીને મને એ કહેવા માટે મોકલ્યા કે હું અહીંથી પીડિત પરિવારોને મળ્યા વિના જતી રહુ. બધા મારી સાથે એક કલાક બેઠા છે. મને કસ્ટડીમાં રાખવા માટેના ના કોઈ આધાર આપ્યા છે ના કોઈ કાગળો.

નહિ લઉ જામીન, જેલમાં નાખવી હોય તો નાખી દો

પ્રિયંકાએ એક અન્ય ટ્વિટમાં કહ્યુ કે ઉત્તર પ્રદેશ પ્રશાસન દ્વારા મને છેલ્લા 9 કલાકથી કસ્ટડીમાં લઈને ચુનાર કિલામાં રાખેલી છે. પ્રશાસન કહી રહ્યુ છે કે મારે 50,000ના જામીન લેવાના છે નહિતર મને 14 દિવસ માટે જેલની સજા આપવામાં આવશે. તે મને સોનભદ્ર નહિ જવા દે એવા ‘ઉપરથી ઑર્ડર છે.' જો સરકાર પીડિતોને મળવાના ગુનામાં મને જેલમાં નાખવા ઈચ્છે તો હું આના માટે સંપૂર્ણપણે તૈયાર છુ. પરંતુ તેમછતાં ઉત્તર પ્રદેશ સરકારે આ બધો તમાશો કર્યો છે. જનતા બધુ જોઈ રહી છે.

તેમને મળવાનો મારો નિર્ણય અડગ છે

પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે, ‘હું નરસંહારની પીડા ઝેલી રહેલ ગરીબ આદિવાસીઓને મળવા, તેમની વ્યથા-કથા જાણવા આવી છુ. જનતાના સેવક હોવાના નાતે આ મારો ધર્મ છે અને નૈતિક અધિકાર પણ. તેમને મળવાનો મારો નિર્ણય અડગ છે. હું આ સંદર્ભમમાં જામીનને અનૈતિક માનુ છુ અને તેને આપવા તૈયાર નથી. મારી સ્પષ્ટ માંગ છે કે મને પીડિત આદિવાસીઓને મળવા દેવામાં આવે. સરકારને જે યોગ્ય લાગે તે કરે.'

‘અમે મિણબત્તી લઈને જ વિરોધ પ્રદર્શન ચાલુ રાખીશુ'

‘અમે મિણબત્તી લઈને જ વિરોધ પ્રદર્શન ચાલુ રાખીશુ'

પ્રિયંકા ગાંધી મિર્ઝાપુરના ચુનાર ગેસ્ટ હાઉસમાં અત્યારે રોકાયેલા છે. મિર્ઝાપુરના સ્થાનિક કોંગ્રેસ કાર્યકર્તાઓનું કહેવુ છે કે ચુનાર ગેસ્ટ હાઉસમાં પ્રશાસન વિજળીમાં કાપ કરવા ઈચ્છે છે. કાર્યકર્તાઓનું કહેવુ છે કે પ્રશાસમ પ્રિયંકા ગાંધીને હેરાન કરવા ઈચ્છે છે જેથી તે સ્થળ છોડીને જતા રહે. પરંતુ અમે મિણબત્તી લઈને જ વિરોધ પ્રદર્શન ચાલુ રાખીશુ.

English summary
priyanka gandhi said I won't sonbhadra massacre victims move without meeting them
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X