For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્લોર ટેસ્ટ પહેલા કોંગ્રેસ-જેડીએસે ખેલ્યો આખરી દાવ, સીએમ બદલવાનો પ્રસ્તાવ

કોંગ્રેસ અને જેડીએસના સીનિયર નેતાઓએ બાગી ધારાસભ્યોને રાજી કરવા માટે સીએમ કુમારસ્વામીના બદલે કોઈ બીજાને લાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન પોતાની સરકાર બચાવવાના દરેક સંભવ પ્રયત્ન કરી રહ્યા છે. વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવાનો છે. આ દરમિયાન એવા સમાચાર આવી રહ્યા છે કે કોંગ્રેસે સરકાર બચાવવા માટે નવો દાવ ખેલ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસર કોંગ્રેસ અને જેડીએસના સીનિયર નેતાઓએ બાગી ધારાસભ્યોને રાજી કરવા માટે સીએમ કુમારસ્વામીના બદલે કોઈ બીજાને લાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જો કે આ પ્રસ્તાવને કોંગ્રેસ-જેડીએસના બાગી ધારાસભ્યોએ ફગાવીને પાછા આવવાનો ઈનકાર કરી દીધો છે.

આ પણ વાંચોઃ કર્ણાટક સંકટઃ કુમારસ્વામીના સમર્થનમાં આવ્યા માયાવતી, ગઠબંધનને મત આપવા કહ્યુઆ પણ વાંચોઃ કર્ણાટક સંકટઃ કુમારસ્વામીના સમર્થનમાં આવ્યા માયાવતી, ગઠબંધનને મત આપવા કહ્યુ

જેડીએસ ગઠબંધનને બચાવવા માટે સીએમ પદ છોડવા તૈયાર

જેડીએસ ગઠબંધનને બચાવવા માટે સીએમ પદ છોડવા તૈયાર

ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં છપાયેલા સમાચાર અનુસાર સત્તાધારી કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનમાં બાગી ધારાસભ્યોને પોતાની તરફ લાવવા માટે આખરી દાવ તરીકે સીએમે ફેરબદલનો પ્રસ્તાવ રાખ્યો છે. કોંગ્રેસના કદાવર નેતા અને સંકટ મોચકની ભૂમિકા નિભાવનાર શિવકુમારે કહ્યુ છે કે જેડીએસ ગઠબંધનને બચાવવા માટે સીએમ પદ છોડવા માટે તૈયાર છે. સાથે જ તેમણે કહ્યુ કે આના માટે તે સિદ્ધારમૈયા, જી પરમેશ્વર કે શિવકુમારના નામ પર સંમત છે.

બાગીઓએ પાછા આવવાનો કર્યો ઈનકાર

બાગીઓએ પાછા આવવાનો કર્યો ઈનકાર

ડીકે શિવકુમારના નિવેદનની થોડી વાર પછી જ બાગી ધારાસભ્યોએ સ્પષ્ટ કર્યુ કે તે કોઈ પણ કિંમતે પોતાનુ રાજીનામુ પાછુ નહિ લે. મુંબઈથી વીડિયો રિલીઝ કરીને બાગી ધારાસભ્ય બિરાથી બસવરાજે કહ્યુ, ‘અમારા આત્મસમ્માનને ઠેસ પહોંચી છે. જો હવે સિદ્ધારમૈયા પણ સીએમ બનશે તો પણ અમારા પાછા આવવાની કોઈ આશા નથી. બાગીઓએ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારના એ દાવનું પણ ખંડન કર્યુ જેમાં તેમણે કહ્યુ હતુ કે ધારાસભ્યોને ગન પોઈન્ટ પર બંધક બનાવીને રાખવામાં આવ્યા છે.'

કોંગ્રેસ એમએલએ દિનેશ ગુંડુ રાવે કહ્યુ, ‘આ બધી ખોટી અફવાઓ છે'

તમને જણાવી દઈએ કે આ પહેલા ઘણા બાગીઓએ પોતાના રાજીનામા માટે કુમારસ્વામીના નેતૃત્વને જવાબદાર ગણાવ્યા હતા. કદાચ એટલા માટે કોંગ્રેસ નેતૃત્વએ ધારાસભ્યોને રાજીનામા પાછા લેવા માટે રાજી કરવા માટે સીએમને જ બદલવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. વળી, બીજી તરફ કોંગ્રેસ એમએલએ દિનેશ ગુંડુ રાવે કહ્યુ, ‘આ બધી ખોટી અફવાઓ છે, આવો કોઈ પ્રસ્તાવ નથી. ધારાસભ્ય બહુ ઉત્સાહિત છે, અમે બહુ વિશ્વાસ સાથે જઈ રહ્યા છે. અમે વિજેતા રૂપે ઉભરીશુ. કાલે સંસદમાં અમે ભાજપને બેનકાબ કરીશુ. ઑપરેશન કમલ માટે 1000 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા?' અમે ધારાસભ્યો સાથે મુરલીધર રાવ અને યેદિયુરપ્પાની વાતચીત સાંભળી છે જેમાં તે 20-30 કરોડ રૂપિયાની રજૂઆત કરી રહ્યા છે. શું આ લોકતંત્ર છે? આ બધુ આજે સંસદ પર રાખવામાં આવશે.

English summary
save coalition government, top leaders of the Congress and the JD(S) proposed replacing karnataka CM
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X