For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હનુમાનને દલિત કહીને યોગી આદિત્યનાથે પાપ કર્યું છે: શંકરાચાર્ય

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જે રીતે હનુમાનને દલિત ગણાવ્યા ત્યારપછી હંગામો સતત વધી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જે રીતે હનુમાનને દલિત ગણાવ્યા ત્યારપછી હંગામો સતત વધી રહ્યો છે. સોશ્યિલ મીડિયા પર પણ લોકો તેના વિશે જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ટિપ્પણી પછી ઘણા હિન્દૂ સંગઠનો ઘ્વારા યોગી આદિત્યનાથ સામે મોરચો ખોલી નાખવામાં આવ્યો છે. પીઠાધીશ્વર શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી ઘ્વારા જણાવવામાં આવ્યું કે સીએમ યોગીએ પાપ કર્યું છે.

આ પણ વાંચો: બજરંગબલીને દલિત કહેવા પર ભડક્યો બ્રાહ્મણ સમાજ, 3 દિવસમાં માફી માંગવાનું અલ્ટીમેટમ

સનાતન સંસ્કૃતિમાં 'દલિત' શબ્દનો ઉલ્લેખ નથી

સનાતન સંસ્કૃતિમાં 'દલિત' શબ્દનો ઉલ્લેખ નથી

પીઠાધીશ્વર શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી ઘ્વારા દલિત શબ્દ પર જોરદાર પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમને કહ્યું કે દલિત શબ્દની ઉત્પત્તિ માયાવતીએ કરી હતી. તેવામાં હનુમાનને આ શબ્દ ઘ્વારા સંબોધિત કરવું ખોટું છે. હનુમાને રુદ્ર રૂપ છોડીને વાનર રૂપ ધારણ કર્યું હતું. આપણી સંસ્કૃતિમાં દેવતાઓ અને વાનરની કોઈ જાતિ નથી હોતી. આપણી સનાતન સંસ્કૃતિમાં 'દલિત' શબ્દનો ઉલ્લેખ પણ નથી. દલિત શબ્દ તો રાજનીતિની દેન છે.

યોગીએ શુ કહ્યું હતું

યોગીએ શુ કહ્યું હતું

આપણે જણાવી દઈએ કે રાજસ્થાનના અલ્વર જિલ્લામાં માલખેડામાં ચૂંટણી સભાને સંબોધિત કરતા યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ભગવાન હનુમાન એક એવા લોકદેવતા છે, જેઓ પોતે વનવાસી છે, ગિરવાસી છે, દલિત છે, વંચિત છે. આખા ભારતીય સમાજને ઉત્તરથી લઈને દક્ષિણ સુધી અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી જોડવાનું કામ બજરંગબલી કરે છે.

શંકરાચાર્ય ઘ્વારા જોરદાર કટાક્ષ કરવામાં આવ્યો

શંકરાચાર્ય ઘ્વારા જોરદાર કટાક્ષ કરવામાં આવ્યો

પીઠાધીશ્વર શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી ઘ્વારા મીડિયા સાથે વાતચીત કરવામાં આવી. તેમને સીએમ યોગીના નિવેદન પર જોરદાર કટાક્ષ કર્યો. તેમને કહ્યું કે સીએમ યોગી આટલા મોટા મઠના મઠાધીશ છે, શુ તેઓ હનુમાન ચાલીસા નથી વાંચતા જે હનુમાનને દલિત ગણાવી રહ્યા છે. શંકરાચાર્યએ હનુમાન ચાલીસાની ચોપાઈ વાંચતા કહ્યું કે, 'હાથ વ્રજ ઔર ઘ્વજા બિરાજે, કાંધે મુજ જનેઉ સાંજે' જો આ ચોપાઈ પણ તેમને યાદ હોત તો તેઓ હનુમાનને દલિત નહિ ગણાવતે. શંકરાચાર્ય ઘ્વારા આગળ જણાવવામાં આવ્યું કે તેમને લાગતું હતું કે સીએમ યોગી મોટા મઠના મહંત છે, તેમને દેવી-દેવતાઓ વિશે સારું જ્ઞાન હશે, પરંતુ તેમનું આવું નિવેદન સાંભળીને હવે એવું નથી લાગતું.

English summary
Shankaracharya Swaroopanand Saraswati targets up cm yogi adityanath on his statement on hanuman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X