For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજેપી વિધાયકોએ ચિઠ્ઠી લખી, યુપીમાં હવે ભ્રષ્ટાચાર ડબલ થયો

2019 લોકસભા ઇલેક્શનની તૈયારીમાં લાગેલી યુપીની યોગી સરકાર પોતાના જ બે વિધાયકોને કારણે ઘેરાતી જોવા મળી રહી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

2019 લોકસભા ઇલેક્શનની તૈયારીમાં લાગેલી યુપીની યોગી સરકાર પોતાના જ બે વિધાયકોને કારણે ઘેરાતી જોવા મળી રહી છે. યુપીમાં અટ્ટા જિલ્લાથી મારહરા સીટથી ભાજપ વિધાયક વીરેન્દ્ર સિંહ લોઢી અને બદાયું જિલ્લાની શેખપુર સીટથી વિધાયક ધર્મેન્દ્ર શાક્ય ઘ્વારા રાજ્ય સતર્કતા આયોગને ચિઠ્ઠી લખીને લખનવ વિકાસ પ્રાધિકરણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવ્યો છે. બંને વિધાયકો ઘ્વારા આ મામલે ગોપનીય જાંચ કરવાની માંગ કરતા આરોપ લગાવવામાં આવ્યો છે કે લખનવ વિકાસ પ્રાધિકરણમાં નકશા પાસ કરાવવા માટે લાંચ લેવામાં આવે છે.

ચિઠ્ઠી ઘ્વારા રાજનીતિ હલચલ

ચિઠ્ઠી ઘ્વારા રાજનીતિ હલચલ

આ બે ભાજપના વિધાયકો ઘ્વારા લખવામાં આવેલી ચિઠ્ઠી ઘ્વારા રાજનીતિ હલચલ મચી ગયી છે. વિધાયક વીરેન્દ્ર લોઢી ઘ્વારા લખવામાં આવ્યું છે કે યુપીમાં ભ્રષ્ટાચાર પહેલા કરતા ડબલ થઇ ગયો છે.. લખનવ વિકાસ પ્રાધિકરણમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવીને તેમને જણાવ્યું કે સરકારી ઓફિસરોએ બધા જ કામ માટે લાંચનો રેટ નક્કી કર્યો છે.

લાખો રૂપિયા રિશ્વત માંગે છે

લાખો રૂપિયા રિશ્વત માંગે છે

જયારે બીજા ભાજપ વિધાયક ધર્મેન્દ્ર શાક્ય ઘ્વારા પણ ચિઠ્ઠી લખી ગંભીર આરોપ લગાવ્યા છે. ધર્મેન્દ્ર શાક્ય ઘ્વારા લખવામાં આવ્યું છે કે લખનવ વિકાસ પ્રાધિકરણમાં સરકારી ઓફિસરો અવેધ નિર્માણની ગતિવિધિઓમાં જોડાયેલા છે. નકશા પાસ કરવા માટે ઓફિસરો લાખો રૂપિયાની લાંચ માંગે છે. તેમને લખ્યું છે કે બીજા પણ કેટલાક લોકોએ તેમને લખનવ વિકાસ પ્રાધિકરણમાં ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ કરી છે.

કેબિનેટ મંત્રી પણ આરોપ લગાવી ચુક્યા છે

કેબિનેટ મંત્રી પણ આરોપ લગાવી ચુક્યા છે

આપને જણાવી દઈએ કે આ પહેલા પણ યુપીના કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભર પણ પ્રદેશના સરકારી વિભાગોમાં થતા ભ્રષ્ટાચારનો આરોપ લગાવી ચુક્યા છે. જયારે લખનવ વિકાસ પ્રાધિકરણ ઉપાધ્યક્ષ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ કોઈ પણ પ્રકારની જાંચ માટે તૈયાર છે. તેમને જણાવ્યું કે અહીં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર નથી.

English summary
Two BJP MLAs Letter Bring Fresh Clashes on Increase of Corruption in Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X