For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુલંદશહેર હિંસા પર યુપીના સીએમ યોગી આદિત્યનાથ કંઈક આવું બોલ્યા

યુપીના બુલંદશહેરમાં ગૌકશી ઘટના પછી ભડકેલી હિંસામાં માર્યા ગયેલા પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર અને ગ્રામીણોની મૌત પર સીએમ યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે.

|
Google Oneindia Gujarati News

યુપીના બુલંદશહેરમાં ગૌકશી ઘટના પછી ભડકેલી હિંસામાં માર્યા ગયેલા પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર અને ગ્રામીણોની મૌત પર સીએમ યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમને ઘટનાની તત્કાલ જાંચ કરવા માટે આદેશ આપીને પીડિતોને વળતળ આપવાનું પણ આશ્વાશન આપ્યું છે. આપણે જણાવી દઈએ કે આ પહેલા યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા પોલીસ ઈન્સ્પેક્ટરને શ્રદ્ધાંજલિ આપી હતી.

yogi adityanath

અખિલેશ યાદવે ટવિટ કરીને લખ્યું હતું કે બુલંદશહેરમાં પોલીસ અને ગ્રામીણો વચ્ચે થયેલા સંઘર્ષમાં સ્યાન કોતવાલ સુબોધ કુમાર સિંહની મૌતના સમાચાર ખુબ જ દુઃખદ છે. ઉત્તરપ્રદેશ ભાજપના કાર્યકાળમાં હિંસા અને અરાજક્તાથી પસાર થઇ રહ્યું છે. આપણે જણાવી દઈએ કે સોમવારે બુલંદશહેરમાં એક મેદાનમાં ગૈવંશ મળવાને કારણે ગ્રામીણો વિરોધ માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારપછી આ વિરોધે હિંસાનું રૂપ લીધું હતું.

આપણે જણાવી દઈએ કે આ આખા મામલે યુપીના એડીજી લો એન્ડ ઓર્ડર આનંદ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને સફાઈ આપી હતી. એડીજી ઘ્વારા જણાવવામાં આવ્યું કે હિંસા દરમિયાન થયેલા પથરાવની ઝપટમાં આવવાને કારણે એક પોલીસ ઇન્સ્પેક્ટરની મૌત થઇ ચુકી છે. તેની સાથે સાથે સુમિત નામના એક વ્યક્તિની ગોળી વાગવાને કારણે મૌત થઇ ચુકી છે. એડીજી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગોળી વાગ્યા પછી સુમિતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેને અંતિમ શ્વાસ લીધો.

આ પણ વાંચો: હોટલના રૂમમાંથી મળ્યા 11 કરોડ રોકડા રૂપિયા અને 7 કિલો સોનું!

English summary
UP CM Yogi Adityanath expressed his grief on death of Police Inspector and a local in violence in Bulandshahr.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X