For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીમાં 5 દિવસમાં 3 બસપા નેતાઓની હત્યા, યોગી સરકાર પર સવાલ

હાલમાં ઉત્તરપ્રદેશની કાનૂન વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે. રાજ્યમાં સારા શાશનનો દાવો કરનાર યોગી સરકાર વિરોધીઓના નિશાને છે કારણકે એક અઠવાડિયામાં અહીં ત્રણ બસપા નેતાઓની હત્યા કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

હાલમાં ઉત્તરપ્રદેશની કાનૂન વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે. રાજ્યમાં સારા શાશનનો દાવો કરનાર યોગી સરકાર વિરોધીઓના નિશાને છે કારણકે એક અઠવાડિયામાં અહીં ત્રણ બસપા નેતાઓની હત્યા કરવામાં આવી છે. પ્રદેશ હજુ રાજધાની લખનવમાં થયેલા વિવેક તિવારી હત્યાકાંડથી બહાર આવ્યો ના હતો કે સતત બસપા નેતાઓની થઇ રહેલી હત્યાથી લોકોના દિલમાં ખોફ પેદા થઇ રહ્યો છે. જે નેતાઓની હત્યા થઇ છે તેમનું નામ જૂરગામ મહેંદી, શ્રીપ્રકાશ સિંહ અને પૂર્વ વિધાયક હાજી અલીમ છે. યોગી સરકાર આ હત્યાઓ પર ચૂપ છે, તો પોલીસ પાસે પણ તેનો જવાબ નથી.

બહુજન પાર્ટીના વરિષ્ઠ નેતા જૂરગામ મહેંદીની હત્યા

બહુજન પાર્ટીના વરિષ્ઠ નેતા જૂરગામ મહેંદીની હત્યા

ગયા સોમવારે યુપીના આંબેડકર નગર જિલ્લામાં બહુજન પાર્ટીના વરિષ્ઠ નેતા જૂરગામ મહેંદી અને તેમના ડ્રાઈવર સુનિલ યાદવની રસ્તા વચ્ચે ગોળી મારીને હત્યા કરી નાખી. ડબલ મર્ડર કેસની આ ઘટનામાં આખો વિસ્તાર હજુ પણ ખોફમાં છે. આ ઘટના ત્યારે થઇ જયારે મહેંદી પોતાની કારથી ટાડા જઈ રહ્યા હતા પરંતુ જેવી તેમની કાર રામપુર સ્થળવા પાસે પહોંચી. જયારે બે બાઈક પર આવેલા 6 બદમાશોએ તેમની ગાડી પર ગોળીઓથી હુમલો કર્યો અને જેમાં નેતા અને ડ્રાઈવર બંનેની મૌત થઇ ગઈ.

શ્રીપ્રકાશ ઉર્ફ મુન્નાની ગોળી મારી હત્યા

શ્રીપ્રકાશ ઉર્ફ મુન્નાની ગોળી મારી હત્યા

શનિવારે મદનપુર ગામમાં બસપા નેતા શ્રીપ્રકાશ સિંહ ઉર્ફ મુન્નાની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. હત્યારાઓએ તેમની લાશ નહેરમાં ફેંકી દીધી. પોલીસે આ મામલે અજ્ઞાત લોકો સામે ફરિયાદ નોંધી લીધી છે. આપને જણાવી દઈએ કે શ્રીપ્રકાશ ઉર્ફ મુન્ના વર્ષ 2017 દરમિયાન સપા છોડીને બસપામાં જોડાયા હતા.

હાજી અલીમની લાશ રૂમમાં મળી

હાજી અલીમની લાશ રૂમમાં મળી

બુલંદશહેરના બસપા નેતા અને પૂર્વ વિધાયક હાજી અલીમની લાશ 10 ઓક્ટોબરે તેમના રૂમમાં મળી આવી. તેમના શરીર પર ગોળી લાગેલી હતી. માનવામાં આવી રહ્યું છે કે તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

યોગી સરકારની કાનૂન વ્યવસ્થા પર સવાલ

યોગી સરકારની કાનૂન વ્યવસ્થા પર સવાલ

સતત થઇ રહેલી હત્યાઓ પર ફક્ત વિરોધીઓ જ નહીં પરંતુ યોગી સરકારના સહયોગીઓ પણ સવાલ ઉભા કરી રહ્યા છે. ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને યોગીની કેબિનેટમાં મંત્રી ઓમપ્રકાશ રાજભર ઘ્વારા યોગી સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે. તેમને કહ્યું છે કે યોગી સરકાર ગરીબો સાથે ન્યાય નથી કરી રહી. યુપીમાં જાતિના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

English summary
3 BSP Leader Killed in one Weak in Uttar Pradesh, Law And Order Situation Has Become A Joke
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X