For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: કાશ્મીરના 16 વર્ષના ઈરફાનને કેમ મળ્યો શૌર્ય ચક્ર, જાણો અહીં

મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મુ કાશ્મીરના યુવાન 16 વર્ષના ઈરફાન રમજાન શેખને સર્વોચ્ચ સૈન્ય પુરસ્કારથી સમ્માનિત કર્યા.

|
Google Oneindia Gujarati News

મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મુ કાશ્મીરના યુવાન 16 વર્ષના ઈરફાન રમજાન શેખને સર્વોચ્ચ સૈન્ય પુરસ્કારથી સમ્માનિત કર્યા. ઈરફાને વર્ષ 2017માં પોતાના ઘરે થનાર આતંકી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. ઈરફાનની ઉંમર તે સમયે 14 વર્ષની હતી અને તેની આ બહાદૂરી માટે તેને આ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા.

એકે-47 અને ગ્રેનેડથી લેસ હતા આતંકી

એકે-47 અને ગ્રેનેડથી લેસ હતા આતંકી

16 ઓક્ટોબર 2017ના રોજ ત્રણ આતંકીએ ઈરફાનના ઘરને ઘેરી લીધુ હતુ. જ્યારે ઈરફાને દરવાજો ખોલ્યો તો આતંકી સામે ઉભા હતા. ત્રણે આતંકી ઈરફાનના પિતા રમજાન શેખની હત્યા કરી દેવા ઈચ્છતા હતા. પરંતુ 14 વર્ષના ઈરફાને બહાદૂરીનો પરિચય આપીને આતંકીઓને ઘેરીના અંદર ન દાખલ થવા દીધા. જોખમ છતાં પણ ઈરફાન આતંકીઓ સાથે લડતા રહ્યા. આ લડાઈમાં એક આતંકી મરી ગયો અને ઈરફાનના પિતા પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા.

હથિયાર પણ ન ડરાવી શક્યા

ઈરફાન ત્યારબાદ પણ ન તો ડર્યા અને ના ગભરાયા અને તેમણે આતંકીઓનો પીછો કર્યો. બાકી બે આતંકી પોતાના એક સાથી આતંકીની લાશ જોઈને ડરી ગયા અને ભાગી ગયા. આતંકીઓ પાસે એક-47 રાઈફલ અને ગ્રેનેડ પણ હતી પરંતુ તે ઈરફાનને ડરાવી શક્યા નહિ. ઈરફાન હથિયાર વિના જ આતંકી સામે ભિડાઈ ગયા જેણે તેમના પિતા પર ગોળી ચલાવી હતી.

ઈરફાનને મળી રહી છે તાળીઓ

ઈરફાનની બહાદૂરી માટે લોકો તાળીઓ વગાડી રહ્યા છે. મેજર (રિટાયર્ડ) ગૌરવ આર્યા જેવા એક્સ સર્વિસમેન પણ ઈરફાનની પ્રશંસા કર્યા વિના રહી ન શક્યા. ઈરફાનને કાશ્મીરની આત્મા અને અહીંના યુવાનોના આદર્શ કહેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ આલિયા ભટ્ટે બર્થડે પર પોતાના ડ્રાઈવર, હેલ્પરને આપ્યા 1 કરોડ, ખરીદશે ઘરઆ પણ વાંચોઃ આલિયા ભટ્ટે બર્થડે પર પોતાના ડ્રાઈવર, હેલ્પરને આપ્યા 1 કરોડ, ખરીદશે ઘર

English summary
Video: Jammu & Kashmir tee Irfan Ramzan Sheikh awarded with Shaurya Chakra for foiling a terror attack.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X