For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્મૃતિ ઇરાનીએ પોતાની અંગત વાત જાહેરમાં કઇ દીધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 જૂન: પહેલા ટીવીની વધૂ અને હવે કેન્દ્રીય માન સંસાધન વિકાસ મંત્રી બનીને પોતાનું એક અલગ સ્થાન બનાવી ચૂકેલી ભાજપી સાંસદ સ્મૃતિ ઇરાની આજે જે કંઇ પણ છે તે તેમની માતાની હિમ્મતના કારણે છે નહીંતર તેમને તો ગર્ભમાં જ મારી દેવાની યોજના બનાવાઇ હતી. આ ખુલાસો ખુદ સ્મૃતિ ઇરાનીએ શુક્રવારે કર્યો હતો.

સ્મૃતિએ જણાવ્યું કે જ્યારે મારો જન્મ થયો ત્યારે મારી માતાને એવા સંકેત આપવામાં આવ્યા હતા કે જો તેમને રહેવું હોય તો આ બાળકીને મારી દેવી પડશે. એ મારી માતાની ક્ષમતા હતી કે તેમણે પોતાની દીકરીની હત્યા ના થવા દીધી. ભલે તેમની પાસે પૈસા ન્હોતા પરંતુ સામર્થ્ય હતું.

smriti irani
જોકે સ્મૃતિ ઇરાની એકલી એવી મહિલા નથી જેના પેદા થતા ઉત્સવના બદલે દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું હોય. આ પહેલા ભારતની બેડમિંટન સ્ટાર સાઇના નેહવાલે પણ એવો જ ખુલાસો કર્યો હતો. સાઇનાએ પોતાના એક કોલમમાં લખ્યું હતું કે હું એ સાંભળીને આશ્ચર્યમાં પડી ગઇ હતી કે મારી દાદી મારા જન્મના એક મહીના બાદ સુધી મને જોવા ન્હોતી આવી.

લાઇનાએ લખ્યું હતું કે મારો જન્મ મારી મોટી બહેન ચંદાંશુના જન્મના સાત વર્ષ બાદ થયો હતો અને દાદી ફરીથી દીકરીના જન્મથી દુ:ખી હતી. પરંતુ તેનાથી હવે હું યુવતીઓ પ્રત્યેના પક્ષપાતને ચોક્કસ સમજી શકું છું. હું લકી છું કે મને એવા માતા-પિતા મળ્યા, જેમણે મને રમત-ગમતમાં કરિયર બનાવવાની છૂટ આપી.

English summary
I was referred to as burden at my birth, reveals Smriti Irani.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X