For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમે અમારા નામ આગળ ચોકીદાર લખ્યું, જેમને તકલીફ હોય તેઓ પપ્પૂ લખી લેઃ અનિલ વિજ

અમારા ચોકીદાર લખવાથી કોઈને વાંધો હોય તો તેઓ પપ્પૂ લખી લે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ગણતરીના દિવસો જ બાકી છે. એવામાં રાજનૈતિક નિવેદનોએ પણ જોર પકડ્યું છે. હાલમાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ચોકીદાર ચોર હૈ નારા સામે ભાજપે 'મૈં ભી ચોકીદાર' કેમ્પેન શરૂ કર્યું છે. આ કેમ્પેન અંતર્ગત ભાજપ સાથે જોડાયેલ તમામ નેતાઓએ પોતાના નામ આગળ ચોકીદાર લગાવી દીધું છે. આ બધાની વચ્ચે હરિયાણાના કેબિનેટ મંત્રી અનિલ વિજે ચોકીદાર નામ પર ભાજપને ઘેરનારાઓ પર નિશાન સાધ્યું છે. અનિલ વિજે પોતાના ટ્વીટમાં લખ્યું કે અમારા નામ આગળ અમે ચોકીદાર લખ્યું છે, તમને તકલીફ થઈ રહી હોય તો તમે પણ તમારા નામ આગળ પપ્પૂ લખી લો. અમને કાંઈ વાંધો નથી.

anil vij

વિજે પ્રિયંકા ગાંધી દ્વારા અમીરોના ચોકીદાર નિવેદન પર પણ ભારે પ્રતિક્રિયા આપી. વિજે કહ્યું કે આખી જિંદગી અમીરીમાં કાપનાર પ્રિયંકા ગાંધીને અમીર-ગરીબનો ફર્ક શું માલુમ હોય, ચોકીદારની જરૂરત બધાને હોય ચે. ખેડૂત પણ પોતાના ખેતરમાં ચોકીદાર રાખે છે, પક્ષીઓથી બચાવવા માટે તેમણે પણ ચોકીદાર જોઈએ. વિજે કહ્યું કે પ્રિયંકા હાલમાં જ મહેલોમાંથી નીકળીને આવી છે અને તેમને આ દેશની કોઈ જાણકારી નથી.

બોટયાત્રા પર નિકળેલ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર પણ નિશાન સાધ્યું. પ્રિયંકાએ કહ્યું કે રાહુલ ઠીક કહે છે, ખેડૂતોના નહિ ચોકીદાર અમીરોના હોય છે. કાલે પ્રયાગરાજથી પ્રિયંકા ગાંધીએ બોટ યાત્રા શરૂ કરી હતી. 50 કિમીના રસ્તામાં પ્રિયંકા ગાંધી કેટલીય જગ્યાએ લોકોનું અભિવાદન સ્વીકારતી જોવા મળી. બોટ યાત્રા દરમિયાન પ્રિયંકા ગાંધીને મળવા માટે મોટી સંખ્યામાં લોકો ઘાટ પર એકઠા થઈ ગયા હતા.

આ પણ વાંચો- ગજબનો વિકાસ, પાંચ વર્ષમાં ચા વાળાથી ચોકીદા બની ગયાઃ માયાવતી

English summary
We added chowkidar to our Twitter names, you should add Pappu: BJP’s Anil Vij to Congress workers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X