For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય પ્રદેશમાં હાર્દિક બોલ્યો- ગધેડાઓને ચૂંટે છે જનતા

મધ્ય પ્રદેશમાં હાર્દિક બોલ્યો- ગધેડાઓને ચૂંટે છે જનતા

|
Google Oneindia Gujarati News

જબલપુરઃ મધ્ય પ્રદેશના પોલિટિકલ અખાડામાં ભાજપની મુશ્કેલીઓ વધારવા માટે ગુજરાતના યુવા નેતા હાર્દિક પટેલ સક્રિય થઈ ગયો છે. સરકાર પર આક્રમણ કરતા હાર્દિકે વિવાદિત નિવેદન આપ્યું છે. અત્યારે હાર્દિક પટેલ જબલપુરમાં છે. આ દરમિયાન હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરી અને શિવરાજ સિંહ ચૌહાણ અને તેમના મંત્રીઓ પર હુમલો બોલ્યો હતો. એમણે વાતચીત દરમિયાન મધ્ય પ્રદેશની હાલની સરકારના મંત્રીઓ અને નેતાઓને ગધેડા કહી દીધા. હાર્દિકે કહ્યું કે આપણી જનતાએ ગધેડાઓને ચૂંટણીને સરકારમાં મોકલી દીધા છે આ કારણે આજ સુધી આપણે ગધેડા બનીને બેઠા છીએ.

મધ્ય પ્રદેશના પ્રવાસે ગયો હાર્દિક

મધ્ય પ્રદેશના પ્રવાસે ગયો હાર્દિક

આ દરમિયાન હાર્દિક પટેલે સરકાર દ્વારા લાવવામાં આવી રહેલ યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો. હાર્દિક પટેલે કહ્યું કે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દરરોજ નવી નવી યોજનાઓ લઈને આવે છે. પરંતુ તેનું અમલીકરણ જ ન થવાનું હોય તો આવી યોજનાઓ લાવવાનો શું ફાયદો?

અહીંની જનતા મને પસંદ કરે છે

અહીંની જનતા મને પસંદ કરે છે

હાર્દિક પટેલે કહ્યું કે અહીંની જનતા મને પસંદ કરે છે એટલે હું અહીં આવું છું, અને મારા પ્રત્યેનો તેમનો પ્રેમ જ મને તાનાશાહ સામે લડવાની તાકાત આપે છે. બુંદેલખંડના ખેડૂતોની વાત કરતા એમણે કહ્યું કે એમની હાલક બહુ ખરાબ છે અને આના માટે તમામ લોકોએ એકસાથે મળીને અવાજ ઉઠાવવાની જરૂરત છે. ક્યાંકને ક્યાંક આપણે હાલની સરકાર અને તેમના મંત્રીઓથી ડરીએ છીએ અને જો આવું જ ચાલતું રહ્યું તો આગામી સમયમાં માહોલ બહુ ખરાબ થઈ જશે.

આપણે ગધેડાઓને ચૂંટ્યા

આપણે ગધેડાઓને ચૂંટ્યા

પોતાના મધ્ય પ્રદેશ પ્રવાસને લઈને હાર્દિકે કહ્યું કે હું કોઈ પાર્ટીનો સભ્ય નથી અને મારે ચૂંટણી પણ નથી લડવી. હું સત્તાના કામોનો વિરોધ કરવા માટે નીકળ્યો છું. મધ્ય પ્રદેશ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં 90 ટકા લોકો ખેતી કરે છે. ઉપરાંત રોજગારને લઈને હાર્દિક પટેલે કહ્યું કે અહીં રોજગાર શૂન્ય છે. જેને લઈને આજે સવાલ ઉઠાવવાની જરૂરત છે, પરંતુ આજે આપણે ડરીએ છીએ કે પ્રદેશના મંત્રીઓ ક્યાંક આપણાંથી નારાજ ન થઈ જાય અથવા ક્યાંક આપણને તેઓ ફસાવી ન દે. તેથીં જ આજે આ ડરમાંથી નીકળવાની જરૂરત છે.

રાજ્યમાં 51 તાલુકા અછતગ્રસ્ત જાહેર કરાયા પરંતુ અમલવારી ડિસેમ્બરથી કરાશેરાજ્યમાં 51 તાલુકા અછતગ્રસ્ત જાહેર કરાયા પરંતુ અમલવારી ડિસેમ્બરથી કરાશે

English summary
we elected donkeys in govt says hardik patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X