For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાની આર્મીએ 200 આતંકીઓના મોતનું સચ કબુલ્યું, અમેરિકી એક્ટિવિસ્ટે વીડિયો ટ્વીટ કર્યો

પાકિસ્તાની આર્મીએ 200 આતંકીઓના મોતનું સચ કબુલ્યું: Video

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ બાલાકોટમાં 26 ફેબ્રુઆરીએ ભારતીય એરફોર્સ તરફથી થયેલ એર સ્ટ્રાઈક સફળ રહી હતી અને આ દાવો કરવામાં આવ્યો છે એક અમેરિકી એક્ટિવિસ્ટ તરફથી જેઓ ગિલગિટમાં રહે છે. અમેરિકી એક્ટિવિસ્ટ સેંગ હસનાન સેરિંગે 13 માર્ચે એક ટ્વીટમાં બાલાકોટ એરસ્ટ્રાઈક પર એક મહત્વની વાત કહી છે. તેમણે ઉર્દૂ મીડિયામાં આવી રહેલ કેટલાક રિપોર્ટ્સનો હવાલો આપતા દાવો કર્યો કે બાલાકોટથી કેટલાક મૃતદેહોને ખૈબર પખ્તૂનખ્વા મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક મૃતદેહને પાકના જંગલી વિસ્તારમાં પણ મોકલવામાં આવ્યાં.

અલ્લાહના કારણે જન્નત નસીબ

હસનાને પોતાના ટ્વીટમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. હસનાને પોતાના ટ્વીટમાં લખ્યું કે, 'પાકિસ્તાન મિલિટ્રી ઑફિસર આ વાત કબૂલી રહ્યા છે કે ભારતના હવાઈ હુમલામાં 200થી વધુ આતંકવાદીઓ મૃત્યુ પામ્યા.' આ વીડિયોમાં મિલિટ્રી ઑફિસર આતંકવાદીઓને એક એવા મુઝાહિદ તરીકે ગણાવી રહ્યા છે જેમને પાક સરકાર તરફથી દુશ્મન વિરુદ્ધ લડવાથી જન્નત હાંસલ થઈ. આ વિશે હસનાને ન્યૂઝ એજન્સી એનઆઈ સાથે પણ વાત કરી છે.

દુનિયાથી સચ છૂપાવી રહ્યું છે પાકિસ્તાન

દુનિયાથી સચ છૂપાવી રહ્યું છે પાકિસ્તાન

હસનાને એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે વીડિયો કેટલો સાચો છે તેના વિશે કંઈ નથી કહી શકતો પરંતુ પાકિસ્તાન નિશ્ચિત રીતે બાલાકોટમાં જે કંઈપણ થયું તેના વિશે એવું કંઈક છૂપાવી રહ્યું છે જે બહુ ખાસ છે. તેમણે આગળ કહ્યું કે પાકિસ્તાન એ વાતનો દાવો કરી રહ્યું છે કે એર સ્ટ્રાઈકમાં જંગલ અને ખેતી લાયક જમીનને જ નુકસાન થયું છે, પરંતુ તે બાદ પણ ઈન્ટરનેશનલ અને લોકલ મીડિયાને હુમલાવાળી જગ્યાએ જવાથી રોકવામાં આવી રહ્યા છે. જો કંઈ નથી થયું તો પાકિસ્તાને આ વિસ્તારની ઘેરાબંધી કરવાની શું જરૂર પડી?

એરસ્ટ્રાઈક સફળ

એરસ્ટ્રાઈક સફળ

હસનાને આગળ કહ્યું કે જે સમયે પાકિસ્તાન વિસ્તારની સુરક્ષામાં લાગ્યું છે તે સમયે જૈશ એ મોહમ્મદ દાવો કરી રહ્યું છે કે હુમલાવાળી જગ્યાએ એક મદરેસા હતું અને ઉર્દૂ મીડિયામાં પણ મૃતદેહને બાલાકોટથી ખૈબર મોકલવામાં આવ્યા હોવાની વાત કહેવાઈ રહી છે. ત્યારે કહી શકાય કે ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઈક સફળ રહી.

ભારતે કેમ કરી હતી એરસ્ટ્રાઈક

ભારતે કેમ કરી હતી એરસ્ટ્રાઈક

ઉલ્લેખનીય છે કે 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલ આતંકી હુમલા બાદ ભારતે 26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં હવાઈ હુમલો કર્યો હતો. ભારતીય વાયુસેના તરફથી મિરાઝ 2000 ફાઈટર જેટની મદદથી આ વિસ્તારમાં જૈશ એ મોહમ્મદના અડ્ડા પર નિશાન સાધવામાં આવ્યું. ભારતે દાવો કર્યો કે હુમલામાં 350થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા.

મહાગઠબંધનમાં કઈ સીટ પરથી ચૂંટણી લડશે માયાવતી, જાણો મહાગઠબંધનમાં કઈ સીટ પરથી ચૂંટણી લડશે માયાવતી, જાણો

English summary
Bodies shifted from Balakot to Khyber Pakhtunkhwa after IAF strike says US-based an activist from Gilgit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X