For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુએનમાં ચોથી વાર ચીને મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી ઘોષિત કરતો પ્રસ્તાવ કર્યો રદ

ચીને ફરીથી એક વાર જૈશ પ્રમુખ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી ઘોષિત થવાથી બચાવી લીધુ છે.

|
Google Oneindia Gujarati News

ચીને ફરીથી એક વાર જૈશ પ્રમુખ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી ઘોષિત થવાથી બચાવી લીધુ છે. ચીને પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી ઘોષિત થવાથી બચાવી લીધો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહર સામે ફ્રાંસ, અમેરિકા, જર્મની અને બ્રિટન જેવા મોટા દેશોએ પ્રસ્તાવ આપ્યો હતો. મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી ઘોષિત કરવાના પ્રસ્તાવ પર રોક લગાવવા માટે ચીન પાસે રાતે 12.30 વાગ્યા સુધીનો સમય હતો.

masood azhar

મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી ઘોષિત કરવાના પ્રસ્તાવ પર નિર્ણયની થોડી મિનિટ પહેલા ચીને વીટોનો ઉપયોગ કરીને મસૂદને વૈશ્વિક આતંકી ઘોષિત થવાથ બચાવી લીધો હતો. તે સમયે ચીને મસૂદના પક્ષમાં તર્ક આપ્યો હતો કે તે ખૂબ બિમાર છે અને હવે સક્રિય નથી અને તે જૈશનો પ્રમુખ પણ નથી. બુધવારે યુએનએસસીની 1267 સમિતિ દ્વારા આ પ્રસ્તાવને ઉઠાવાની આશા છે. યુએનએસસી દ્વારા 1267 ગ્લોબલ આતંકીઓની યાદીમાં મસૂદ અઝહરનું નામ શામેલ કરવાની ડેડલાઈને જોતા આ મુદ્દે ઘણા દેશોએ ભારતનું સમર્થન કર્યુ હતુ. મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી રૂપે ઘોષિત કરવા માટે 10થી વધુ દેશોએ ભારતનું સમર્થન કર્યુ હતુ.

પરંતુ ચીને ફરીથી એકવાર વીટોનો ઉપયોગ કરીને તેનું નામ આતંકીઓની યાદીમાં શામેલ થવાથી બચાવી લીધુ. ભારત અને યુએનએસસીના અન્ય સભ્યો દ્વારા લાવવામાં આવેલ આ પ્રકારના પ્રસ્તાવો પર 3 વાર ચીન પહેલા પણ વીટોનો ઉપયોગ કરી ચૂક્યુ છે. વિદેશ મંત્રાલયો કહ્યુ છે કે ચીનના વલણથી નિરાશા થઈ. આતંકીઓ સામે અમારા પ્રયત્નો ચાલુ રહેશે. મસૂદ અઝહર ભારતમાં થયેલા ઘણા આતંકી હુમલાઓમાં શામેલ છે. તેને આતંકવાદી ઘોષિત કરવા સુધી અમે દરેક સંભવ રસ્તો અપનાવીશુ.

આ પણ વાંચોઃ 2014 ની સરખામણીમાં મોદી જેકેટના વેચાણમાં ભારે ઘટાડો થયોઆ પણ વાંચોઃ 2014 ની સરખામણીમાં મોદી જેકેટના વેચાણમાં ભારે ઘટાડો થયો

English summary
China again blocks bid at UN to list Masood Azhar as global terrorist
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X