For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં છોકરાઓ પણ સલામત નથી, ત્રણ નાબાલિક છોકરાઓની રેપ બાદ હત્યા

પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક દિવસોથી બળાત્કાર અને હત્યાઓના કારણે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. હવે અહીંના પંજાબમાં ત્રણ નાબાલિક છોકરાઓ પર બળાત્કાર ગુજારવાના અને પછી તેમની હત્યાના સમાચાર છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક દિવસોથી બળાત્કાર અને હત્યાઓના કારણે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. હવે અહીંના પંજાબમાં ત્રણ નાબાલિક છોકરાઓ પર બળાત્કાર ગુજારવાના અને પછી તેમની હત્યાના સમાચાર છે. પાકિસ્તાનના પંજાબમાં આ ઘટના બાદ દેશના બીજા ભાગમાં વિરોધ પ્રદર્શન શરૂ થયું છે. મેડિકલના વિદ્યાર્થીની મોતને કારણે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં વિરોધ પ્રદર્શનો ચાલુ છે.

સ્થાનિક લોકો પ્રદર્શન કરી રહ્યા છે

સ્થાનિક લોકો પ્રદર્શન કરી રહ્યા છે

મંગળવારે પંજાબના કાસુર જિલ્લામાં પોલીસને ત્રણ છોકરાઓની લાશ મળી. આ સ્થાન લાહોરથી લગભગ 50 કિલોમીટર દૂર છે. કાસુરના ચુનિયાન વિસ્તારમાં મૃતદેહ મળી આવતાં તનાવ છે. લોકોએ રસ્તો બ્લોક કર્યો છે અને ટાયરો સળગાવી રહ્યા છે. ચુનિયાન પોલીસ સ્ટેશનને પણ ઘેરીને પથ્થરમારો કરવામાં આવ્યો છે. લોકોના રોષને શાંત કરવા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આગળ આવવું પડ્યું. આ અધિકારીએ લોકોને જણાવ્યું હતું કે લગભગ 12 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ જલ્દીથી ઘટનાના મુખ્ય ગુનેગારોને કસ્ટડીમાં લેશે.

છોકરાઓ એક મહિનાથી ગુમ હતા

છોકરાઓ એક મહિનાથી ગુમ હતા

જે ત્રણેય છોકરાની લાશ મળી આવી છે તે ગત મહિનાથી ગાયબ હતા . સ્થાનિક લોકો કહે છે કે એક આખુ રેકેટ સક્રિય છે જે નાબાલિક છોકરાઓના રેપ બાદ હત્યા કરી રહ્યું છે. ઇન્સ્પેક્ટર જનરલ પંજાબ પોલીસ આરીફ નવાઝ વતી કહેવામાં આવ્યું છે કે, જે 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે, અને તેમના ડીએનએ નમૂનાઓ લાહોરની ફોરેન્સિક લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિત છ સભ્યોની એક ટીમ બનાવવામાં આવી છે.

બાળકોના બળાત્કાર બાદ હત્યા સામાન્ય

બાળકોના બળાત્કાર બાદ હત્યા સામાન્ય

જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે તબીબી અહેવાલ પછી જ પુષ્ટિ થઈ શકે છે કે છોકરાઓ પર બળાત્કાર થયો છે કે નહીં. અધિકારીએ એમ પણ કહ્યું છે કે બળાત્કાર બાદ હત્યાની સંભાવનાને નકારી ન શકાય. પંજાબનો કાસુર જિલ્લો છેલ્લા કેટલાક મહિનાઓથી આવા ગુનાઓનો ગઢ રહ્યો છે. અહીં લોકો કહે છે કે બાળકો સાથે બળાત્કાર અને હત્યા હવે સામાન્ય થઈ ગઈ છે.

છ વર્ષની બાળકીનો રેપ

છ વર્ષની બાળકીનો રેપ

જાન્યુઆરી 2018 માં છ વર્ષની બાળકીનો મૃતદેહ કચરાના ઢગલામાંથી મળી આવ્યો હતો. લાપતા થયાના પાંચ દિવસ બાદ શાહબાઝ ખાન રોડની બાળકીની લાશ મળી હતી. બાળકીના મોત બાદ દેશભરમાં પ્રદર્શનો થયા હતા. વર્ષ 2015 માં પોલીસે ચાઈલ્ડ પોર્નોગ્રાફી ગ્રુપનો પર્દાફાશ કર્યો હતો. આ ગ્રુપ કાસુરના હુસેન ખાનવાલા ગામે રહેતું હતું અને તેમના દુષ્કર્મને અંજામ આપી રહ્યું હતું.

આ પણ વાંચો: અકળાયેલા પાકિસ્તાને એકવાર ફરીથી SCOમાં તોડ્યો નિયમ

English summary
Even boys are not safe in Pakistan, killing three minor boys after rape
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X