For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશનું 94 વર્ષની વયે નિધન, અમેરિકી રાજનીતિનો એક યુગ સમાપ્ત

અમેરિકાના 41માં રાષ્ટ્રપતિ રહી ચૂકેલ જ્યોર્જ એચ ડબ્લ્યુ બુશનું 94 વર્ષની વયે નિધન થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકાના 41માં રાષ્ટ્રપતિ રહી ચૂકેલ જ્યોર્જ એચ ડબ્લ્યુ બુશનું 94 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. બુશ સીનિયર અમેરિકાના 43માં રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશના પિતા પણ હતા. અમેરિકી રાષ્ટ્રપતિ બનતા પહેલા તે ચીનમાં અમેરિકી રાજદૂત તરીકે પણ તૈનાત રહ્યા અને આઠ વર્ષ સુધી અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ રહ્યા. વર્ષ 1989થી 1993 સુધી તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ પદ સંભાળ્યુ. તેમના નિધન સાથે અમેરિતી રાજનીતિનો એક મોટો યુગ સમાપ્ત થઈ ગયો છે. ગયા વર્ષે તેમની પત્ની લિંડાનું મૃત્યુ થયુ હતુ. તેમના પ્રવકતા જિમ મેકગ્રાથે આ સમાચારની પુષ્ટિ કરી છે.

George HW Bush

લાંબા સમય સુધી જીવિત રહેનાર રાષ્ટ્રપતિ

આ વર્ષે એપ્રિલમાં તેમની પત્ની બાર્બરા બુશનું 92 વર્ષની વયે નિધન થયુ હતુ. તેમના બાળકોમાં પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ ઉપરાંત ફ્લોરિડાના પૂર્વ ગવર્નર જેબ બુશ છે. જેબ બુશ વર્ષ 2016માં અમેરિકી રાષ્ટ્રપતિ માટે થયેલી ચૂંટણી રેસમાં હતા પરંતુ બીજા તબક્કામાં બહાર થઈ ગયા હતા. પત્ની બાર્બરાના નિધનના એક દિવસ બાદ જ્યોર્જ બુશને બ્લડ ઈન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. એપ્રિલ 2017 અને બાદમાં જાન્યુઆરી 2018માં બુશને ન્યૂમોનિયાના કારણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.

સર્વશ્રેષ્ઠ પિતા હતા

પરિવાર તરફથી જાહેર કરેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે, 'તેઓ એક ચરિત્રવાન વ્યક્તિ હતા અને એક એવા સર્વશ્રેષ્ઠ પિતા હતા જેની કલ્પના કોઈ પુત્ર કે પુત્રી કરે છે.' રાષ્ટ્રપતિ પદ પર બુશે હંમેશા એક ઉદાર અને સૌમ્ય વાતચીતનું સમર્થન કર્યુ. બુશ અમેરિકી ઈતિહાસના પહેલા એવા રાષ્ટ્રપતિ હતા જે સૌથી વધુ વય સુધી જીવિત રહ્યા. કોલ્ડ વૉર બાદ તેમણે અમેરિકાની સત્તા સંભાળી હતી.

English summary
George HW Bush former US President dies at the age of 94. Bush senior was the 41rd President of United States of America.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X