For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાની પીએમ ઇમરાન ખાન 3 નવેમ્બરે ચીનના પ્રવાસે જશે

પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન 3 નવેમ્બરે ત્રણ દિવસ માટે ચીન પ્રવાસ પર જશે. પીએમ તરીકે ઇમરાન ખાનનો આ પહેલો ચીની પ્રવાસ છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન 3 નવેમ્બરે ત્રણ દિવસ માટે ચીન પ્રવાસ પર જશે. પીએમ તરીકે ઇમરાન ખાનનો આ પહેલો ચીની પ્રવાસ છે. ચીનના પ્રવાસ પર ઇમરાન ખાન, રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. તેની સાથે સાથે તેઓ બીજા પણ ઘણા ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરશે. જિઓ ન્યુઝ ઘ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઇમરાન ખાન અહીં આર્થિક અને રક્ષા સહયોગની સાથે સાથે ચીન-પાકિસ્તાન ઈકોનોમિકલ કોરિડોર અંગે પણ ચર્ચા કરશે. ઇમરાન ખાન સાથે પાકિસ્તાનનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ તેમની સાથે જશે. ઓગસ્ટ મહિનામાં ઇમરાન ખાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા હતા.

આ પણ વાંચો: પાક પીએમ ઈમરાન ખાને પત્ર લખી પીએમ મોદી સાથે વાતચીતની કરી અપીલ

ઇમરાન ખાન કેટલાક સુઝાવ આપી શકે છે

ઇમરાન ખાન કેટલાક સુઝાવ આપી શકે છે

પોતાના આ પ્રવાસ દરમિયાન ઇમરાન ખાન શાંઘાઈમાં થવા જઈ રહેલા ઈમ્પોર્ટ એક્સપોમાં પણ જોવા મળશે. ઇમરાન ખાનનો આ ત્રીજો વિદેશી પ્રવાસ છે. આ પહેલા તેઓ 18 અને 19 સપ્ટેમ્બરે યુએઈ અને સાઉદી અરબના પ્રવાસે ગયા હતા. આ પહેલા પાકિસ્તાનમાં ચીની રાજદૂત યાઓ જીંગ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમનો દેશ નવા પ્રધાનમંત્રી ઇમરાન ખાન તરફથી એકબીજાની સમજૂતીથી બીઆરઆઈ પ્રોજેક્ટ માટે પ્રાસ્તાવિક સંશોધન કરવા માટે તૈયાર છે. આપને જણાવી દઈએ કે ઇમરાન ખાનનો ચીન પ્રવાસ તેવા સમયે થઇ રહ્યો છે જયારે પાકિસ્તાન આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે.

ચીની પીએમે આમંત્રણ આપ્યું હતું

ચીની પીએમે આમંત્રણ આપ્યું હતું

ચીની પીએમ લી કેકિયાંગ ઘ્વારા ઇમરાન ખાનને ચીનનો પ્રવાસ કરવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઑગષ્ટમાં ઇમરાન ખાન પાકિસ્તાનના પીએમ બન્યા પછી તેમને આ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. લી કેકિયાંગ સાથે ઇમરાન ખાન ચીન પાકિસ્તાન ઈકોનોમિકલ કોરિડોર પર ચર્ચા કરશે. બંને દેશના નેતાઓ વચ્ચે આર્થિક સહયોગ પર પણ ચર્ચા કરવામાં આવશે.

બંને દેશો વચ્ચે સંબંધ મજબૂત થશે

બંને દેશો વચ્ચે સંબંધ મજબૂત થશે

ચીની પીએમ તરફથી ઇમરાન ખાન સાથે ફોન પર પણ વાત કરવામાં આવી હતી. આ ફોન કોલમાં ચીની પીએમ કેકિયાંગ તરફથી આશા વ્યક્ત કરવામાં આવી હતી કે ઇમરાન ખાનના નેતૃત્વમાં બંને દેશો વચ્ચે સંબંધ મજબૂત થશે. લી કેકિયાંગ ઘ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે તેમની સરકાર નવી પાકિસ્તાની સરકાર સાથે મળીને કામ કરવા માટે ઇચ્છુક છે.

English summary
Pakistan Prime Minister Imran Khan will leave for China on 3rd November
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X