For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મસૂદ અઝહરે કહ્યું- બાલાકોટ હવાઈ હુમલામાં કાંઈ નુકસાન નથી થયું, બધા આતંકીઓ સુરક્ષિત

બલાકોટ હવાઈ હુમલામાં કાંઈ નુકસાન નથી થયું, બધા આતંકી જીવીત!

|
Google Oneindia Gujarati News

ઈસ્લામાબાદઃ જૈશ-એ-મોહમ્મદના મુખ્યા મૌલાના મસૂદ અઝહરે બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ જૈશ એ અખબાર અલ કલામમાં એક કોલમ લખી છે. આ કોલમમાં તેણે દાવો કર્યો કે 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ કરેલ હવાઈ હુમલામાં કાંઈ નુકસાન નથી થયું. જેની સાથે જ તેમણે કહ્યું કે તેના બધા આતંકવાદીઓ ઠીક છે અને સંપૂર્ણપણે સુરક્ષિત છે. તે બધા જ મેડિકલી ફિટ છે, જે સાબિત કરવા માટે મસૂદ અઝહરે પીએમ મોદીને તેમની સાથે મુકાબલો કરવાની પડકાર ફેંકી. ઈંગ્લિશ ડેલી હિન્દુસ્તાન ટાઈમ્સ તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે.

બાલાકોટમાં કોઈ નુકસાન નથી થયું

બાલાકોટમાં કોઈ નુકસાન નથી થયું

મસૂદ અઝહરે પોતાની કૉલમમાં લખ્યું કે જૈશને બાલાકોટમાં કાંઈ નુકસાન નથી થયું અને તેના સ્વાસ્થ્યને લઈ કેટલાય પ્રકારની જૂઠી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. તેણે કોલમમાં લખ્યું, એવું નથી અને બધા જ જીવતા છે. મસૂદ અઝહરે પોતાની આ કોલમને સાદી નામથી લખી છે. અઝહરે પોતાની કોલમમાં પીએમ મોદીને પડકાર ફેંકી કે તેમની સાથે શૂટિંગ કે તીરંદાજીનો મુકાબલો કરીને મોદી જોઈ શકે છે કે તે કેટલો ફિટ છે.

કાશ્મીરમાં લડાઈ યથાવત

કાશ્મીરમાં લડાઈ યથાવત

આ કોલમમાં અઝહરે પોતાના તરફથી સંગઠનની સરખામણી એ સમય સાથે કરી જે મુસલમાનો માટે પૈગમ્બર મોહમ્મદના જમાનામાં હતો. અઝહરે કહ્યું કે આદિલ અહમદ ડાર જૈશ કાશ્મીરિયોએ જે આગ ભડકાવ છે તે કોઈપણ કાળે નહિ ઠરે. આદિલ અહમદ ડાર જ જૈશનો આત્મઘાતી હુમલો હતો જેણે પુલવામા આતંકી હુમલાને અંજામ આપ્યો હતો. 14 ફેબ્રુઆરીએ આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા.

રાજ્યભરમાં ફેલાશે આઝાદીની લડાઈ

રાજ્યભરમાં ફેલાશે આઝાદીની લડાઈ

અઝહરે જમ્મુ અને કાશ્મીરમાં ચાલુ આતંકી ગતિવિધિઓને આઝાદીનું આંદોલન ગણાવ્યું. તેણે દાવો કર્યો કે જેવી રીતે સમય વધતો જશે આઝાદીની લડાઈ રાજ્યભરમાં ફેલાશે કેમ કે આવી રીતે જ આંદોલન આગળ વધે છે. અઝહરે લખ્યું કે રાજ્યની સ્થિતિ ભારે નાજુક છે.

17 વર્ષથી હોસ્પિટલે નથી ગયો

17 વર્ષથી હોસ્પિટલે નથી ગયો

પોતાના સ્વાસ્થ્ય વિશે મસૂદ અઝહરે લખ્યું કે તે આના પર વાત કરવા નથી માગતો પરંતુ માત્ર એક પ્રપોગેન્ડા છે. અઝહરે લખ્યું કે હું પૂરી રીતે ફિટ છું. મારી કિડની અને લવર પણ ઠીક કામ કરી રહ્યાં છે. અઝહર મુજબ તે છેલ્લા 17 વર્ષથી હોસ્પિટલમાં નથી ગયો અને કેટલાય વર્ષથી ડોક્ટર પાસે પણ નથી ગયો.

ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં મસ્જિદ હુમલામાં 49ના મોત, ભારતીય મૂળના 9 લોકો ગાયબન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં મસ્જિદ હુમલામાં 49ના મોત, ભારતીય મૂળના 9 લોકો ગાયબ

English summary
Jaish-e-Mohammed Chief Masood Azhar has challenged Prime Minister Narendra Modi for a shooting or archery competition. He also said that no damage has been done in strike in Balakot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X