For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કટાસરાજ મંદિરઃ જાણો પાકિસ્તાનની એ જગ્યા વિશે જેને કહે છે ‘શિવ નેત્ર'

કટાસરાજ, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છે અને તે ભગવાન શિવનું પ્રાચીન મંદિર છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યુ છે કે કરતારપુર કૉરિડોર બાદ અહીં સ્થિત હિંદુઓ માટે મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળો ખોલવા પર વિચાર કરી રહ્યા છે. ભારતીય મીડિયા સાથે વાતચીત કરતા ઈમરાને પોતાના નિવેદનમાં પીઓકેમાં સ્થિત શારદા પીઠ અને પંજાબ પ્રાંતમાં સ્થિત કટાસરાજ મંદિરનો ઉલ્લેખ કર્યો. કટાસરાજ, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છે અને તે ભગવાન શિવનું પ્રાચીન મંદિર છે. આ મંદિરનો ઉલ્લેખ મહાભારત કાળમાં પણ મળે છે. આ મંદિરને હિંદુ ધર્મમાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ TimesNow CNX સર્વેઃ યુપીમાં જો મહાગઠબંધન થયુ તો NDAને થઈ શકે છે 42 સીટોનું નુકશાનઆ પણ વાંચોઃ TimesNow CNX સર્વેઃ યુપીમાં જો મહાગઠબંધન થયુ તો NDAને થઈ શકે છે 42 સીટોનું નુકશાન

અહીં પડ્યા હતા શિવના આંસુ

અહીં પડ્યા હતા શિવના આંસુ

કટાસરાજ મંદિર પંજાબ પ્રાંતના ઉત્તરમાં સ્થિત નમકકોહની પહાડીઓમાં સ્થિત છે અને હિંદુઓનું પ્રસિદ્ધ તીર્થ સ્થળ છે. અહીં એક પ્રાચીન શિવ મંદિર ઉપરાંત બીજા પણ મંદિર છે. કહેવાય છે કે આ બધા મંદિર 10મી સદીના છે. ઈતિહાસકારો તેમજ પુરાતત્વ વિભાગ અનુસાર જગ્યાને શિવ નેત્ર માનવામાં આવે છે. ઈતિહાસકારો મુજબ જ્યારે માતા પાર્વતી સતી થયા ત્યારે ભગવાન શિવની આંખોમાંથી આંસુ ટપક્યા હતા. માન્યતાઓ અનુસાર એક આંસુ કટાર પર ટપક્યુ જ્યાં અમૃત બની ગયુ. અહીં આજે પણ મહાન સરોવર અમૃત કુંડ તીર્થ સ્થળ કટાસરાજ રૂપે છે. કહેવાય છે કે બીજુ આંસુ રાજસ્થાનના અજમેર અને પુષ્કરમાં ટપક્યુ હતુ.

શું છે મહાભારત સાથે આનો સંબંધ

શું છે મહાભારત સાથે આનો સંબંધ

એવી પણ કથા છે કે મહાભારતમાં પાંડવ વનવાસના દિવસોમાં આ જ પહાડોમાં અજ્ઞાતવાસમાં રહ્યા હતા. જ્યારે પાંડવ અજ્ઞાતવાસના રસ્તે હતા ત્યારે તેમને તરસ લાગી અને તે પાણીની શોધમાં અહીં સુધી પહોંચી ગયા હતા. આ કુંડ પર યક્ષનો અધિકાર હતો. સૌથી પહેલા નકુલ પાણી લેવા ગયા અને જ્યારે તે પાણી પીવા લાગ્યા તો યક્ષે અવાજ પી. તેમણે કહ્યુ કે પાણી પર તેમનો અધિકાર છે અને તે આ પીવાની કોશિશ ન કરે. યક્ષે નકુલને કહ્યુ કે જો તે પાણી લેવુ હોય તો પહેલા તેમના પ્રશ્નોના ઉત્તર આપવા પડશે. નકુલ સાચા જવાબ આપી ન શક્યા અને પાણી પીવા લાગ્યા. યક્ષે તેને બેભાન કરી દીધા.

યુધિષ્ઠિરે અહીં જ આપ્યા યક્ષને સાચા જવાબ

યુધિષ્ઠિરે અહીં જ આપ્યા યક્ષને સાચા જવાબ

આ રીતે સહદેવ, અર્જૂન અને ભીમ એક એક કરીને પાણી લેવા ગયા. કોઈ પણ યક્ષના સવાલોના જવાબ આપી શક્યુ નહિ અને ખોટા જવાબ બાદ પણ તેમણે પાણી લેવાની કોશિશો કરી. યક્ષે ચારે ભાઈઓને બેભાન કરી દીધા. છેલ્લે અંતમાં ચારે ભાઈઓને શોધીને સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિર, કુંડની નજીક પહોંચ્યા અને તેમણે પોતાના ભાઈઓને બેભાન જોઈને પૂછ્યુ કે તેમને જેમણે પણ બેભાન કર્યા છે તે સામે આવે. યક્ષ પ્રગટ થયા અને તેમણે કહ્યુ કે ચારે ભાઈઓએ તેમના સવાલોના જવાબ આપ્યા વિના પાણી પીવાની કોશિશ કરી અને તેમના આ હાલ થયા. યક્ષે કહ્યુ કે જો યુધિષ્ઠિરે પણ એવુ કર્યુ તો તેમને પણ બેભાન કરી દેવામાં આવશે. આના પર યુધિષ્ઠિર યક્ષના સવાલોના જવાબ આપવા માટે રાજી થયા. યુધિષ્ઠિરના દરેક સવાલનો સાચો જવાબ આપ્યો અને યક્ષે પ્રસન્ન થઈને પાંડવોને જીવિત કરી દીધા. ત્યારબાદ પાંડવ પોતાની જગ્યાએ જતા રહ્યા.

આ પણ વાંચોઃ પાકિસ્તાન એક ઈસ્લામિક દેશ, આતંક સાથે વાતચીત સંભવ નથીઃ આર્મી ચીફઆ પણ વાંચોઃ પાકિસ્તાન એક ઈસ્લામિક દેશ, આતંક સાથે વાતચીત સંભવ નથીઃ આર્મી ચીફ

English summary
Know all about Lord Shiva's Katasraj Temple in Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X