For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્થિક તાકાત બતાવી રહ્યું છે ચીન, ભારત કરતા 3 ગણી વધુ રકમ

આજના સમયમાં કોઈ પણ દેશ માટે માત્ર સૈન્ય જ નહીં પરંતુ આર્થિક કંપની અને મજબૂત કંપનીઓ પણ પોતાની તાકાત છે. હાલ આ મામલે ચીન ભારત કરતા 3 ગણું આગળ છે.

|
Google Oneindia Gujarati News

આજના સમયમાં કોઈ પણ દેશ માટે માત્ર સૈન્ય જ નહીં પરંતુ આર્થિક કંપની અને મજબૂત કંપનીઓ પણ પોતાની તાકાત છે. હાલ આ મામલે ચીન ભારત કરતા 3 ગણું આગળ છે. એ વાત જુદી છે કે ભારતી સંખ્યાબંધ કંપનીઓ ઝડપથી વિક્સી રહી છે, અને વિશ્વમાં નામ બનાવી રહી છે, પરંતુ આ કિસ્સામાં ચીન ભારત કરતા ઘણું આગળ છે. પાછલા કેટલાક દિવસોમાં 2 મોટા સમાચાર આવ્યા છે. પરંતુ આ સમાચાર સારા છે. એક તો HDFC બેન્ક માર્કેટ કેપ પ્રમાણે દેશની ત્રીજી મોટી કંપની બની છે. HDFC બેન્કે આ ઉપલબ્ધિ બુધવારે મેળવી છે, તો બીજી તરફ ભારતે માર્કેટ કેપ પ્રમાણે કાલે જ જર્મનીને પાછળ છોડી 8મુ સ્થાન મેળવ્યું છે. પરંતુ ચીન આ મામલે હજી પણ ભારત કરતા 3 ગણું આગળ છે. ભારત જે ઝડપથી આર્થિક મોરચે આગળ વધી રહ્યું છે તેનાથી પરેશાન ચીન ભારતને તક મળે ત્યારે દબાવવાની કોશિશ કરે છે. પછી તે આર્થિક ક્ષેત્ર હોય કે અન્ય કોઈ મુદ્દો. અહીં સૌથી ખાસ વાત એ છે કે ભારતમાં ચીનની ઘણી કંપનીઓ સારો બિઝનેસ કરી રહી છે, પરંતુ ચીનમાં ભારતીય કંપનીઓને આવી તક નથી મળતી.

માર્કેટ કેપ પ્રમાણે 10 મોટા દેશો

માર્કેટ કેપ પ્રમાણે 10 મોટા દેશો

માર્કેટ કેપનો અર્થ થાય છે તે દેશના શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ વેલ્યુ. આ લિસ્ટમાં અમેરિકા સૌથી આગળ છે. અમેરિકાની કુલ માર્કેટ કેપ 30.17 ટ્રિલિયન ડૉલર છે. તો બીજા નંબરે ચીન છે, જેની માર્કેટ કેપ 7.16 ટ્રિલિયન ડૉલર છે. ત્રીજા નંબરે 5.73 ટ્રિલિયન ડોલર સાથે જપાન, 5.53 ટ્રિલિયન ડૉલર સાથે ચોથા નંબરે હોંગકોંગ અને 3.27 ટ્રિલિયન ડૉલરની માર્કેટ કેપ સાથે 5મા નંબરે બ્રિટન છે. તો છઠ્ઠો નંબર ફ્રાંસનો આવે છે, જેની કુલ માર્કેટ કેપ 2.43 ટ્રિલિયન ડૉલર છે. બાદમાં 2.15 ટ્રિલિયન ડૉલર સાથે કેનેડાનો નંબર આવે છે. તો ભારત પણ 2.12 ટ્રિલિયન ડૉલરની માર્કેટ કેપ સાથે આ લિસ્ટમાં 8મા નંબરે પહોંચી ચૂક્યુ છે. જર્મની 9મા નંબરે 2.08 ટ્રિલિયન ડૉલર અને 10મા નંબરે સાઉથ કોરિયા 1.45 ટ્રિલિયન ડૉલર સાથે આવે છે.

ભારત પહોંચી શકે છે 6ઠ્ઠા નંબરે

ભારત પહોંચી શકે છે 6ઠ્ઠા નંબરે

માર્કેટ કેપ પ્રમાણે હાલ ફ્રાંસ છઠ્ઠા નંબરે છે, જેની માર્કેટ કેપ 2.43 ટ્રિલિયન ડૉલર છે. જો કે ભારતની માર્કેટ કેપ 2.12 ટ્રિલિયન ડૉલર છે. આ પ્રકારે બંને વચ્ચે માત્ર 0.31 ટ્રિલિયન ડૉલરનું જ અંતર છે. જો શેરબજારમાં પાછલા ત્રણ દિવસ જેવી જ તેજી દેખાય તો ભારત ફ્રાંસને પાછળ છોડી શકે છે.

આ છે ફારતની ટોપ 3 કંપનીઓ

આ છે ફારતની ટોપ 3 કંપનીઓ

માર્કેટ કેપ પ્રમાણે HDFC બેન્ક પણ લિસ્ટમાં

બુધવારે 13 માર્ચે HDFC બેન્કની માર્કેટ કેપ 6 લાખ કરોડના આંકડાને પાર કરી ચૂકી છે. સાથે જ તે દેશની ત્રીજી સૌથી મોટી કંપની બની ગઈ છે. તો દેશના માર્કેટમાં 8.50 લાખ કરોડના માર્કેટ કેપ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પહેલા નંબર પર છે. બીજો નંબર ટીસીએસ એટલે કે ટાટા કન્સલટન્સી સર્વિસનો આવે છે. જેની માર્કેટ કેપ 7.50 લાખ કરોડ રૂપિયા છે.

ચીનની ટોપ માર્કેટ કેપ ધરાવતી કંપનીઓ

ચીનની ટોપ માર્કેટ કેપ ધરાવતી કંપનીઓ

અલીબાબા ગ્રુપ હોલ્ડિંગ
468.41 અરબ ડૉલર (32.79 લાખ કરોડ રૂપિયા)

તેન્સેન્ટ હોલ્ડિંગ્સ
માર્કેટ કેપ 3.40 ટ્રિલિયન હોન્ગકોંગ ડૉલર (30 લાખ કરોડ રૂપિયા)

ઈન્ડસ્ટ્રીઅલ એન્ડ કમર્શિયલ બેન્ક ઓફ ચીન
1.94 ટ્રિલિયન હોન્ગકોંગ ડૉલર (17.02 લાખ કરોડ રૂપિયા)

ચીન કન્સ્ટ્રક્શન બેન્ક કોર્પોરેશન
માર્કેટ કેપ- 1.746 ટ્રિલિયન હોન્ગકોંગ ડૉલર (15.50 લાખ કરોડ રૂપિયા)

ચાઈના મોબાઈલ
માર્કેટ કેપ- 1.74 ટ્રિલિયન હોન્ગકોંગ ડૉલર (15.43 લાખ કરોડ રૂપિયા)

નોંધઃ ચીનની કંપનીઓની માર્કેટ કેપ 14 માર્ચ, 2019ના લાઈવ સ્ટોક પ્રાઈસ પ્રમાણે છે.

English summary
know how india economic growth teases china why china does bother india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X