For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી અયોધ્યાથી ભગવાન શ્રીરામની જાન લઈને જશે નેપાળના જનકપુર!

નેપાળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિવાહ પંચમીના અવસર પર આમંત્રિત કરવાના છે. નેપાળના પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલીની ઓફિસ તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

નેપાળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિવાહ પંચમીના અવસર પર આમંત્રિત કરવાના છે. નેપાળના પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલીની ઓફિસ તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. આ જાણકારી મુજબ 12 ડિસેમ્બરે પીએમ મોદીને નેપાળનો પ્રવાસ કરવાનું આમંત્રણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પીએમ ઓલીના મુખ્ય સલાહકાર વિષ્ણુ રિમલ તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી ચૂકી છે. પરંતુ તહેવારની મોસમ જતી રહ્યા બાદ તેની જાણકારી જારી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ રાજસ્થાનમાં ઝીકાના દર્દીઓની સંખ્યા 100 ને પાર, કેન્દ્રએ મોકલી રિચર્ચ ટીમઆ પણ વાંચોઃ રાજસ્થાનમાં ઝીકાના દર્દીઓની સંખ્યા 100 ને પાર, કેન્દ્રએ મોકલી રિચર્ચ ટીમ

પાંચમો નેપાળ પ્રવાસ

પાંચમો નેપાળ પ્રવાસ

આ પીએમ મોદીનો પાંચમો નેપાળ પ્રવાસ હશે. કાઠમંડૂ પોસ્ટ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ પીએમ અયોધ્યાથી ભગવાન શ્રીરામની જાન લઈને જનકપુર જશે જ્યાં માતા સીતાનો જન્મ થયો હતો. જનકપુર નેપાળમાં સ્થિત છે. આ આયોજન માટે તૈયારીઓ અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કાઠમંડૂ પોસ્ટે ઓલીના મીડિયા સલાહકાર કુંદન આર્યલના હવાલાથી લખ્યુ છે કે પીએમ મોદીના જનકપુર પ્રવાસની પુષ્ટિ થવાની હજુ બાકી છે.

ઓગસ્ટમાં થઈ હતી સ્વીકૃતિ

ઓગસ્ટમાં થઈ હતી સ્વીકૃતિ

વર્તમાનપત્ર મુજબ ઓગસ્ટમાં નેપાળમાં ચોથી બીઆઈએમએસટીસી સમિટ થઈ હતી. આ દરમિયાન જ પીએમ મોદી અને ઓલી વચ્ચે આ અંગે વાતચીત થઈ હતી. બંને પ્રધાનમંત્રીઓ તરફથી આ વાત પર સ્વીકૃતિ દર્શાવવામાં આવી હતી કે પીએમ મોદી વિવાહ પંચમીમાં ભાગ લેશે અને ત્યારે તે જનકપુરમાં રેલવે ટ્રેકનું ઉદઘાટન કરશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પીએમ મોદી અને ઓલી એકસાથે જનકપુરથી જયનગર સુધી રેલવે લાઈનનું ઉદઘાટન કરશે જેની ટેસ્ટ ડ્રાઈવ પૂરી થઈ ચૂકી છે.

જનકપુરમાં છે માતા સીતાનું વિશાળ મંદિર

જનકપુરમાં છે માતા સીતાનું વિશાળ મંદિર

મે માં પીએમ મોદી જનકપુર ગયા હતા અને તે સમયે તેમણે અહીં અયોધ્યા-જનકપુર વચ્ચે બસ સેવાની ઘોષણા કરી હતી. સાથે 100 કરોડ રૂપિયાની મદદ આપવાનું પણ એલાન કર્યુ હતુ. જનકપુર માતા સીતાનું જન્મ સ્થાન છે. અહીં એક વિશાળ જાનકી મંદિર છે જેને સીતાની યાદમાં સન 1910 માં બનાવવામાં આવ્યુ હતુ. ત્રણ માળનું મંદિર સંપૂર્ણપણે પત્થર અને સંગેમરમરથી બનેલુ છે. મંદિર 50 મીટર ઉંચુ છે અને 4860 ચો મીટરના વિસ્તારમાં ફેલાયેલુ છે.

આ પણ વાંચોઃ ‘આધાર' ની મુશ્કેલીઓ ઘટી નથી, 50 કરોડ નંબર થશે બંધઆ પણ વાંચોઃ ‘આધાર' ની મુશ્કેલીઓ ઘટી નથી, 50 કરોડ નંબર થશે બંધ

English summary
Nepal to invite Prime Minister Narendra Modi on occasion of Bibaha Panchami.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X