For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

73 કરોડનું ઘર, 9 લાખનું જેકેટઃ લંડનમાં નીરવ મોદી જીવી રહ્યો છે રાજાશાહી જીવન

73 કરોડનું ઘર, 9 લાખનું જેકેટઃ લંડનમાં નીરવ મોદીને જલસા

|
Google Oneindia Gujarati News

પંજાબ નેશનલ બેંક કૌભાડના આરોપી અને હીરા વેપારી નીરવ મોદી લંડનમાં આરામથી હરી ફરી રહ્યો છે, તાજેતરમાં જ તે કેમેરામાં કેદ થઈ ગયો. ઈગ્લેન્ડના ડેલી ટિગ્રાફે શનિવારે નીરવ મોદીનો વીડિયો રેકોર્ડ કર્યો જેમાં તમામ સવાલો પર તે નો કમેન્ટ કહેતો જોવા મળ્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે નીરવ મોદી લંડનમાં લગ્ઝરિયસ લાઈફ જીવી રહ્યો છે.

લંડનમાં છે નીરવ મોદી

લંડનમાં છે નીરવ મોદી

મીડિયા રિપો્ટ મુજબ નીરવ મોદીએ જે જેકેટ પહેરી રાખ્યું હતું તે ઓછામાં ઓછું 9 લાખ રૂપિયાનું હશે. તેણે Ostrichનું જેકેટ પહેર્યું હતું. નીરવ લંડનના વેસ્ટ ઈન્ડમાં રહી રહ્યો છે.અખબારનો દાવો છે કે નીરવે નવો ડાયમંડ બિઝનેસ પણ ત્યાં શરૂ કરી દીધો છે. જણાવી દઈએ કે 48 વર્ષના નીરવ વિરુદ્ધ ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે.

આલિશાન ઘરમાં રહે છે

આલિશાન ઘરમાં રહે છે

જો કે, તે લંડનમાં ઓક્સફોર્ડ સ્ટ્રીટ પાસે 73 કરોડના લગ્ઝરિયસ ફ્લેટમાં રહી રહ્યો છે. ધી ડેલી ટેલિગ્રાફ મુજબ તેણે 3 બેડરૂમનો અપાર્ટમેન્ટ ખરીદી રાખ્યો છે. જેનું ભાડું 15 લાખ રૂપિયા પ્રતિ મહિના હોય શકે છે.

કોંગ્રેસે કર્યો પ્રહાર

કોંગ્રેસે કર્યો પ્રહાર

કોંગ્રેસે પણ નીરવ મોદીનો વીડિયો સામે આવ્યા બાદ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે કહ્યું કે- પત્રકાર નીરવ મોદીને પકડવામાં સફળ થયા. મોદી સરકાર એવું કેમ નથી કરી શકી? મોદી કોની રક્ષા કરવાની કોશિશ કરી રહ્યા છે. ખુદને નીરવ મોદી કે તેમને ભગાળનાર લોકોને?

કેમ નથી પકડી શકતું ભાજપ

કેમ નથી પકડી શકતું ભાજપ

ઉપરાંત કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે દેશના 23000 કરોડ લૂટી જાઓ, રોક-ટોક વિના દેશથી ભાગી જાઓ, પછી પીએમ સાથે વિદેશમાં ફોટા પાડો, લંડનમાં 73 કરોડના ઘરમાં જિંદગી વિતાવો, પૂછો હું કોણ છું, નાનો મોદી બીજું કોણ. જ્યારે મોદી જ રાજા હોય તો ડર શેનો હોય. મોદી હૈ તો મુમકિન હૈ.

કાર્યવાહી માટે અનુરોધ

કાર્યવાહી માટે અનુરોધ

તપાસ એજન્સીઓએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું કે તે નીરવ મોદીના પ્રત્યાર્પણના સિલસિલામાં યૂકેના અધિકારીઓથી ખુશ નથી. એજન્સિઓનું કહેવું છે કે મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવ્યા બાદ બ્રિટનના અધિકારીઓને કાર્યવાહી માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

PNB SCAM: રૂપ બદલીને લંડનના રસ્તાઓ પર રખડી રહ્યો છે નીરવ મોદીPNB SCAM: રૂપ બદલીને લંડનના રસ્તાઓ પર રખડી રહ્યો છે નીરવ મોદી

English summary
nirav modi is stayin in home worth of 73 crore rupee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X