For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હેલિકોપ્ટર દુર્ઘટનામાં સાઉદી અરેબિયાના પ્રિન્સનું મૃત્યુ

સાઉદી અરેબિયાના પ્રિન્સનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. યમન બોર્ડર પાસે હેલિકોપ્ટર ક્રેશ થતા થયુ મૃત્યુ. આ અંગે વધુ વાંચો અહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

સાઉદી અરેબિયાના પ્રિન્સનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. યમન બોર્ડર પાસે હેલિકોપ્ટર ક્રેશ થતાં રવિવારે બપોરે પ્રિન્સ મંસૂર બિન મોકરિનનું મૃત્યુ થયું હતું. પ્રિન્સ મુકરિન પોતાની ટીમ સાથે સરકારી મુલાકાતે નીકળ્યા હતા, એ દરમિયાન આ ઘટના બની હતી. હેલિકોપ્ટર કઇ રીતે અને કયા કારણોસર ક્રેશ થયું એ અંગે પ્રશાસન તરફથી કોઇ અધિકૃત નિવેદન આપવામાં નથી આવ્યું. યમનની સીમા પર રિયાદમાં ઇન્ટરસેપ્ટ મિસાઇલ પડ્યાના કેટલાક કલાકો પછી આ દુર્ઘટના ઘટી હતી. રવિવારે સવારે સાઉદી અરેબિયાની રાજધાની રિયાદમાં યમનથી ઇન્ટરસેપ્ટ મિસાઇલ છોડવામાં આવી હતી. મિસાઇલનો કાટમાળ રાજધાનીના આંતરરાષ્ટ્રીય વિમાન મથકની અંદર પડ્યો હતો.

World

આ ઘટના બાદ સાઉદી અરેબિયાની સરકારે યમન તરફ જતા રોડ, જળ અને વાયુ ત્રણેય પરિવહન સેવાઓ રદ્દ કરી દીધી હતી. આ પહેલાં સાઉદી અરેબિયાના પ્રિંસ સલમાને ભ્રષ્ટાચારના મામલે ફસાયેલા કેટલાક પૂર્વ પ્રિંસની ધરપકડ કરી હતી. સાઉદી અરેબિયામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ થયેલી આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે. પ્રિંસ મંસૂર બિન અમેરિકન અસીર પ્રાંતના ડેપ્યૂટી ગર્વનર હતા અને પૂર્વ ક્રાઉન પ્રિંસના પુત્ર હતા. કિંગ સલમાને વર્ષ 2015માં રાજગાદી સંભાળી હતી અને એ પછી પ્રિંસ મંસૂરના પિતા મોકરિન બિન અબ્દુલ અઝીઝને અળગા કરી દીધા હતા.

English summary
Saudi Arabia Prince Mansour bin Muqrin killed in helicopter crash near Yemen border.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X