For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યારે રાષ્ટ્રપતિ ટ્રેનમાં ત્રણ કલાક સુધી ફસાઈ રહ્યા, ત્યારે સમજાઈ જનતાની મુશ્કેલી

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા સોમવારે ઘણા કલાકો સુધી ટ્રેનના ચક્કરમાં ફસાઈ રહ્યા. આ બનાવ સાથે તેમણે સમજાયું કે જ્યારે સામાન્ય લોકો આ રીતે ફસાઈ જાય છે

|
Google Oneindia Gujarati News

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા સોમવારે ઘણા કલાકો સુધી ટ્રેનના ચક્કરમાં ફસાઈ રહ્યા. આ બનાવ સાથે તેમણે સમજાયું કે જ્યારે સામાન્ય લોકો આ રીતે ફસાઈ જાય છે, ત્યારે તેમની પરિસ્થિતિ કેવી થાય છે. આ બનાવ એક રીતે દક્ષિણ આફ્રિકાના પ્રમુખ માટે રિયાલિટી ચેક છે, કારણ કે મેમાં દક્ષિણ આફ્રિકામાં સામાન્ય ચૂંટણીઓ થશે. જે સમયે આ બનાવ બન્યો તે સમયે રામફોસા ચૂંટણી પ્રચાર માટે જ જઈ રહ્યા હતા.

South Africa

પહેલા તો ટ્રેન એક કલાક લેટ

સોમવારે રાષ્ટ્રપતિ રામફોસા પ્લેટફોર્મ પર એક કલાક સુધી ટ્રેનની રાહ જોતા હતા, ત્યારે તેઓ પ્રચાર માટે જય રહ્યા હતા. રાષ્ટ્રપતિને માબોપાને ટાઉનશીપથી તેની રાજધાની પ્રિટોરીયા માટે જવાનું હતું. સામાન્ય રીતે આ અંતરને આવરી લેવા માટે ટ્રેન ફક્ત 45 મિનિટ લે છે, પરંતુ સોમવારે ટ્રેનને માબોપાનેથી પ્રિટોરીયા સુધી પહોંચવા લગભગ ત્રણ કલાક લાગ્યાં. ટ્રેન અચાનક અટકી ગઈ અને પછી ત્યાં જ ઉભી રહી. રામફોસા પાછળ જે પત્રકારો ગયા હતા તેઓએ રાષ્ટ્રપતિની ઘણી હસતી તસવીરોને શેર કરી હતી. તેમાં રાષ્ટ્રપતિ બાકીના મુસાફરો સાથે વાતચીત કરતા જોવા મળ્યા છે.

સાઉથ આફ્રિકાની જનતા પરેશાન

દક્ષિણ આફ્રિકામાં ટ્રેનોનું લેટ થવું અને પાટા પરથી ઉતરવુંએ રોજનો નિયમ છે. આ બનાવ પછી ટ્વિટર પર ઘણા લોકોએ તેના પર કમેન્ટ કરી અને મજાક પણ ઉડાવ્યો છે. લોકોએ લખ્યું 45 મિનિટનું અંતર નક્કી કરવા માટે ત્રણ કલાક લાગ્યા, તમારું અમારી દુનિયામાં સ્વાગત છે. લોકો છેલ્લા એક દાયકાથી પ્રાસા વિશે વાત કરી રહ્યા છે. પ્રાસા એ દક્ષિણ આફ્રિકાની રાષ્ટ્રીય રેલ એજન્સી છે. મુસાફરીના અંતે રાષ્ટ્રપતિએ પ્રણ લીધો કે તે રેલ્વે એજન્સીના અધિકારીઓ સાથે મિટિંગ કરશે અને આ 'રાષ્ટ્રીય સમસ્યા'નું સમાધાન કરશે. રામફોસાએ કહ્યું કે 50 કિલોમીટરના અંતરને કાપવા માટે ત્રણ કલાકનો સમય લાગી જાય તે સ્વીકાર્ય નથી અને તે કોઈ પણ પરિસ્થિતિમાં સમાપ્ત થવું જોઈએ. અમે પ્રાસાને આ યોગ્ય કરવા માટે કહીશું અથવા તેના મુખિયાને પોતાનું પદ છોડવું પડશે.

English summary
South African President Cyril Ramaphosa stuck in train for hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X