For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં પણ વિંગ કમાન્ડર અભિનંદનનો જય જયકાર

ઇન્ડિયન એરફોર્સ (IAF) ના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાંનએ માત્ર ભારતમાં જ નહીં પણ પાકિસ્તાનમાં ઘણા લોકોના હૃદય જીત્યા છે

|
Google Oneindia Gujarati News

ઇન્ડિયન એરફોર્સ (IAF) ના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાંનએ માત્ર ભારતમાં જ નહીં પણ પાકિસ્તાનમાં ઘણા લોકોના હૃદય જીત્યા છે. આ દિવસોમાં પાકિસ્તાનમાં એક ચા વાળાના ટી-સ્ટોલની ફોટો વાયરલ થઈ ગયો છે. તેમાં તેણે વિંગ કમાન્ડર અભિનંદનનો ચા પીતો ફોટો લગાવ્યો છે.

હકીકતમાં ટી-સ્ટોલના માલિકે દુકાનના માર્કેટિંગ માટે અભિનંદનના ચા પીતા ફોટાનો ઉપયોગ કર્યો છે. અને સાથે એક સંદેશ પણ લખ્યો છે કે, જેને વાંચ્યા પછી લોકો આ ચા વાળાની ખૂબ તારીફ કરી રહ્યા છે.

આ પણ વાંચો: વિંગ કમાન્ડર અભિનંદનના વિમાન પર પાકિસ્તાની વિમાને છોડી હતી 5 મિસાઈલ

આ મેસેજ આપ્યો છે

સોશિયલ મીડિયા પર આ ફોટો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. પાકિસ્તાનમાં, એક રોડ કિનારે 'ખાન ટી-સ્ટોલ' નામની ચાની દુકાન ચલાવતા વ્યક્તિએ તેની દુકાન પર અભિનંદનનો એક ફોટો લગાવ્યો છે. ફોટા સાથે તેને ઉર્દુમાં મેસેજ લખ્યો છે, 'એવી ચા જે દુશ્મનને પણ મિત્ર બનાવી દે.'

માર્કેટિંગની થઇ રહી છે પ્રશંસા

પાકિસ્તાન સિવાય, આ ફોટો ભારતમાં હજારો લોકોએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. લોકોએ ચાની દુકાન ચલાવતા વ્યક્તિની માર્કેટિંગ કુશળતાની પ્રશંસા કરી છે. બંને દેશોના વપરાશકર્તાઓ સરહદમાં ચાલી રહેલા મનમોટાવો દૂર રાખીને ફોટાને અને સંદેશને હકારાત્મક પ્રતિભાવ આપી રહ્યા છે. આ વ્યક્તિ ઉપરાંત, પાકિસ્તાનમાં ચાની દુકાન ચલાવતા ઘણા લોકો છે જેઓ તેમની દુકાનની પબ્લિસિટી માટે અભિનંદનના ફોટાનો ઉપયોગ કરી રહ્યા છે.

નકલી જાહેરાત પણ સામે આવી હતી

અગાઉ અન્ય પાકિસ્તાની ચા બ્રાન્ડે તેની જાહેરાતમાં અભિનંદનની વિડિઓ ફૂટેજનો ઉપયોગ કર્યો હતો. જેમાં અભિનંદન ચાની ચુસ્કી લેતા 'ટી ઇઝ ફેન્ટાસ્ટિક, થેન્ક યૂ' કેહતા જોવા મળ્યા હતા. જો કે પાછળથી આ જાહેરાત નકલી સાબિત થઈ હતી, જે એડિટિંગ દ્વારા બનાવવામાં આવી હતી.

અભિનંદન વર્ધમાન પાકિસ્તાનમાં 58 કલાક રહ્યા હતા

અભિનંદન વર્ધમાન પાકિસ્તાનમાં 58 કલાક રહ્યા હતા

નોંધનીય છે કે 26 મી ફેબ્રુઆરીએ ભારત તરફથી પીઓકેમાં થયેલી એર સ્ટ્રાઈકના બીજા દિવસે પાકિસ્તાને કેટલાક ફાઇટર એરક્રાફ્ટને ભારતમાં મોકલ્યા હતા. જેનો પીછો કરતા અભિનંદન વર્ધમાન એલઓસી પાર કરીને પીઓકેમાં જતા રહ્યા હતા. આ દરમિયાન તેમનું મિગ -21 પ્લેન ક્રેશને લીધે પાકિસ્તાની સેનાએ તેમને પકડી લીધા હતા. જોકે, 58 કલાક પછી તેઓ દેશ પાછા આવ્યા હતા. પાક સૈન્યની ગિરફ્ત દરમિયાન તેમને ચા આપવામાં આવી અને ચા કેવી છે તે પૂછવામાં આવ્યું હતું, પછી હાથમાં ચાના કપને પકડીને તેઓએ કહ્યું, 'ટી ઇઝ ફેન્ટાસ્ટિક, થેન્ક યૂ'. હવે આ ફોટો અને જવાબનો ઉપયોગ પાકિસ્તાનના ચા દુકાનદારો માર્કેટિંગ તરીકે કરે છે.

English summary
Tea stall in Pakistan features IAF pilot Abhinandan's picture
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X