For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રાન્સએશિયા એરવેઝનું પ્લેન ઇમર્જન્સી લેન્ડિંગ કરવા જતા ક્રેશ થયું, 58 લોકો સવાર હતા

|
Google Oneindia Gujarati News

તાઇપેઇ, તાઇવાન, 23 જુલાઇ : તાઇવાનીઝ ન્યુઝ એજન્સીના અહેવાલ અનુસાર તાઇવાનની ટ્રાન્સએશિયા એરલાઇન્સનું પ્લેન ઇમર્જન્સી લેન્ડિંગ કરવા જતા ક્રેશ થયું હતું. પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું ત્યારે પ્લેનના બોર્ડ પર 54 મુસાફરો અને 4 ક્રુ સવાર હતા. તેમાંથી અંદાજે 45 લોકોના મોત અને બાકીના ઘાયલ થયા હોવાની શક્યતા છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર આ પ્લેન બુધવારે તાઇવાનના પેંઘુ દ્વીપ સમુહના એક ટાપુ પર ક્રેશ થયું છે. આ પ્લેન ટ્વીન એન્જીન ટર્બોપ્રોબ પ્લેન હતું. તાઇવાનના સમય અનુસાર સાંજે અંદાજે 7 વાગે મગોંગ એરપોર્ટ બહાર દુર્ઘટના ઘટી હતી.

taiwan-map

ટ્રાન્સએશિયા એરવેઝનું પ્લેન GE222 ક્રેશ થવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. જો કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્લેન ઉડ્યું ત્યાર બાદ વાવાઝોડું 'માત્મો'ને કારણે ફૂંકાયેલા ભારે પવનની સામે ઉડાન મુશ્કેલ બનતા તે ઇમર્જન્સી લેન્ડિંગ કરવા ગયું હતું. પ્રારંભમાં તેણે ઇમર્જન્સી લેન્ડિંગ ટાળ્યું હતું. પરંતુ પાછળથી લેન્ડિંગ કરતા સમયે તે ક્રેશ થયું હતું.

પ્લેન તાઇવાનના કોશિયુંગથી ટેક ઓફ થયું હતું. ફેંગુ આઇસલેન્ડ મુખ્ય તાઇવાનના આઇલેન્ડના પશ્ચિમી કિનારા તરફ આવેલો છે. બોર્ડ પરની વ્યક્તિઓને બચાવવા ફાયરફાઇટર કામે લાગી ગયા છે. આંખે જોનારાનું કહેવું છે કે પ્લેન ક્રેશ થયું ત્યારે તેમાંથી મોટી આગ ફાટી નીકળી હતી.

English summary
TransAsia Airways plane crashes emargency landing, 54 passengers and 4 crew on board.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X