For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો

મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો ફેસલો

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઈઝ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ કહ્યુ્ં કે આ સીઝનમાં તેઓ પોતાની ટીમ માટે બધી જ મેચમાં ઈનિંગની શરૂઆત કરશે. રોહિત શર્માએ પાછલી કેટલીક સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે મિડલ ઓર્ડરમાં પણ બેટિંગ કરી છે. પરંતુ આ સિઝનને લઈ તેમણે સ્પષ્ટતા કરી દીધો કે તેઓ આ સિઝનની બધી જ મેચમાં ઓપનિંગમાં બેટિંગ કરશે. 24 માર્ચે મુંબઈ ઇંન્ડિયન્સની પહેલી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ સામે રમાશે.

રોહિતે લીધો ફેસલો

રોહિતે લીધો ફેસલો

રોહિત શર્માએ મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સના તમામ અભ્યાસ સત્ર બાદ કહ્યું કે બેટિંગને લઈ મારો વિચાર સાફ છે. હું પહેલા પણ મધ્યક્રમમાં બેટિંગ કરી ચૂક્યો છું અને ઈનિંગની શરૂઆત પણ કરી ચૂક્યો છું. ટીમને જ્યાં જરૂર હશે હું ત્યાં રમીવા માટે તૈયાર છે. રોહિતે કહ્યું કે જેમ કે મેં પહેલા પણ જણાવ્યું કે ટીમને માી જે નંબર પર જરૂરત હશે તે નંબર પર બેટિંગ કરવા હું તૈયાર છું, પરંતુ આ વર્ષમાં આઈપીએલની બધી મેચની ઈનિંગની શરૂઆત હું કરીશ. હું ભારત માટે ઓપનિંગ જ કરું છું અને આ સ્થાને જ મેં સફળતા હાંસલ કરી છે.

કહ્યું ઈનિંગની ઓપનિંગ હું જ કરીશ

રોહિત અને પૂર્વ ફાસ્ટ બોલર ઝાહીર ખાને ક્રિકેટ વર્લ્ડ કપ માટે જનાર સંભવિત ભારતીય ખેલાડીઓને સલાહ આપી છે કે તેઓ કાર્યભાર પ્રબંધનને લઈ પોતાના શરીરની સાંભળે. આ વર્ષે આઈપીએલનું આયોજન 30 મેથી શરૂથનાર વર્લ્ડકપની ઠીક પહેલા થઈ રહ્યું છે એવામાં ખેલાડીઓના કાર્યભાર પ્રબંધન પર ભારે ચર્ચા થઈ રહી છે. રોહિતે કહ્યું કે આ હંમેશા પડકારરૂપ રહ્યું છે. અમે પાછલા ત્રણ ચાર વર્ષથી સતત રમી રહ્યા છીએ. એક પછી એક અમે ટૂર્નામેન્ટ રમ્યા. તે ખેલાડીઓ પર નિર્ભર રે છે કે તેઓ કેવી રીતે નિપટે. તમારા શરીર વિશે તમારે સમજવું જોઈએ.

ખેલાડીઓને આપી સલાહ

ઝાહીર ખાન મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ક્રિકેટ સંચાલન નિદેશકની ભૂમિકામાં હશે. ઝાહીરે કહ્યું મને હંમેશા લાગે છે કે આ ખેલાડીનો વ્યક્તિગત ફેસલે હશે. તમારે તમારા શરીરની સાંભળવી જોઈએ અને તે હિસાબે જ ખુદને ઢાળવા જોઈએ. ઝાહીર ખાને કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમનાર ભારતીય હરફનમૌલા હાર્દિક પંડ્યાના કાર્યભાર પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. તેમણે કહ્યું કે હાર્દિક સાથે આવી સમસ્યા પહેલીવાર નથી આવી. આવી જ સમસ્યા હાર્દિક 3-4 વર્ષ પહેલા પણ ભોગવી ચૂક્યો છે. તે બોલિંગમાં પોતાના ફૉલોથ્રૂ પર કામ કરી રહ્યો છે.

IPL 2019: વાનખેડેની સીડી ઉતરતાં જ યુવરાજ સિંહને આવી વર્લ્ડ કપ 2019ની યાદ, જુઓ વીડિયોIPL 2019: વાનખેડેની સીડી ઉતરતાં જ યુવરાજ સિંહને આવી વર્લ્ડ કપ 2019ની યાદ, જુઓ વીડિયો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
rohit sharma took decision on opening order for mumbai indians in ipl 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X