For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICCએ ક્રિકેટના નિયમોમા કર્યા મહત્વપૂર્ણ બદલાવ, 12મો ખેલાડી પણ રમી શકશે

ICCએ ક્રિકેટના નિયમોમા કર્યા મહત્વપૂર્ણ બદલાવ, 12મો ખેલાડી પણ રમી શકશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વર્લ્ડ કપ બાદ આઈીસી હવે ભવિષ્યની તૈયારીમાં લાગી ગયું છે. જેને ધ્યાનમાં રાખી ક્રિકેટની આ સર્વોચ્ચ સંસ્થાની લંડનમાં મળેલ બેઠક દરમિયાન કેટલાય મહત્વપૂર્ણ ફેસલા લેવામાં આવ્યા. જે ફેસલામાં ક્રિકેટના કેટલાક મહત્વપૂર્ણ નિયમોમાં બદલવ કરવામાં આવ્યો છે. આ ફેસલા આઈસીસીની વિશ્વ ચેમ્પિયન્શિપની તૈયારીને ધ્યાનમાં રાખતાં અતિ મહત્વપૂર્ણ છે. જેની શરૂઆત આગામી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપથી થઈ જશે. જણાવી દઈએ કે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2019થી લઈ 2021 સુધી ચાલશે. જેની શરૂઆત 1 ઓગસ્થી શરૂ થનાર એશેઝ સીરીઝથી જ થઈ રહી છે.

ધીમી ઓવરગતિ પર કેપ્ટન સસ્પેન્ડ નહિ થાય

ધીમી ઓવરગતિ પર કેપ્ટન સસ્પેન્ડ નહિ થાય

હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટને ધીમી ઓવરગતિને કારણે દંડ નહિ ભરવો પડે, બલકે તેની આખી ટીમના અંક કાપવામાં આવશે. આ નિયમથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે જો ટેસ્ટ ચેમ્પિયનશિપ દરમિયાન કોઈ ટીમ નિર્ધારિત સમયમાં પોતાની ઓવર પૂરી ન કરી શકે તો દરેક ઓવરની એવરેજમાં તેના બે અંક કાપી લેવામાં આવશે. આ નિયમ કેપ્ટનને એ રાહત આપે છે કે હવે તેમણે ધીમી ઓરને પગલે કોઈપણ પ્રકારનો દંડ નહિ ઝેલવો પડે. એટલે કે તમામ ખેલાડી આના માટે સમાન રીતે દોષી ગણવામાં આવશે. જણાવી દઈએ કે અત્યાર સુધી જો કોઈ કેપ્ટન તળે વર્ષમાં બે વાર ધીમી ઓવરગતિ કરવામાં આવતી હતી તો તે કેપ્ટનને સસ્પેન્ડ કરી દેવામાં આવતો હતો.

12મો ખેલાડી પણ રમી શકશે

12મો ખેલાડી પણ રમી શકશે

આ ઉપરાંત અન્ય એક મહત્વપૂર્ણ નિયમ બનાવવામાં આવ્યો છે કે હવે ટીમમાં સામેલ 12મો ખેલાડી પણ જરૂર પડ્યે બોલિંગ કે બેટિંગ કરી શકશે. આ નિયમ મુજબ આંતરરાષ્ટ્રીય અને ઘરેલૂ ક્રિકેટના દરેક ફોર્મેટમાં જો કોઈ ખેલાડીના માથા પર બોલ લાગવાથી ઘાયલ કે બેભાન થઈ જાય તો તેની જગ્યાએ 12મો ખેલાડી રમી શકે છે.

મહત્વપૂર્ણ વાત એ છે કે..

મહત્વપૂર્ણ વાત એ છે કે..

અહીં વિશેષ વાત એ છે કે બેટ્સમેનની જગ્યાએ બેટ્સમેન અને બોલરની જગ્યાએ બોલરને જ રમાડી શકાશે. આ નિયમ પણ એશેઝ સીરીઝથી લાગૂ થઈ જશે. જેના પર ટીમના મેડિકલ પ્રતિનિધિ દ્વારા ફેસલો લેવામાં આવશે. જે બાદ ઝખમી ખેલાડી મેચ રેફરી દ્વારા સ્વીકૃત થઈ મેચનો ભાગ બની શકશે.

પરિવાર નથી ઈચ્છતો કે ધોની ટીમ માટે રમે, જાણો તેમનું શુ કહેવું છે પરિવાર નથી ઈચ્છતો કે ધોની ટીમ માટે રમે, જાણો તેમનું શુ કહેવું છે

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
New Rule of ICC, 12th man also can play a cricket
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X