For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિટમેન રોહિત શર્માના આ રેકોર્ડને હજુ કોઈ ટચ પણ નથી કરી શક્યું

હિટમેન રોહિત શર્માના આ રેકોર્ડને હજુ કોઈ ટચ પણ નથી કરી શક્યુ

|
Google Oneindia Gujarati News

4 વર્ષ પહેલા આજના જ દિવસે ટીમ ઈન્ડિયાના હિટમેન રોહિત શર્માએ વન ડે ક્રિકેટમાં એક એવો રેકોર્ડ બનાવ્યો હતો, જેને આજ સુધી કોઈપણ બેટ્સમેન ટચ પણ નથી કરી શક્યો. 13 નવેમ્બર 2014ના રોજ શ્રીલંકા વિરુદ્ધ રમાયેલ વનડે મેચમાં રોહિત શર્માએ 264 રનની ઈનિંગ રમીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. રોહિત શર્માની વનડેમાં આ ત્રીજી ડબલ સેન્ચ્યુરી હતી. આવું કરનાર રોહિત શર્મા વિશ્વભરના એકમાત્ર બેટ્સમેન બની ગયા છે.

રોહિત શર્માનો રેકોર્ડ

રોહિત શર્માનો રેકોર્ડ

રોહિત શર્માએ 264 રન બનાવી શ્રીલંકાના બોલિંગ અટેકને ધ્વસ્ત કરી દીધો હતો. ઈડન ગાર્ડન રોહિત શર્માએ પોતાની 264 રનની ઈનિંગમાં 173 બોલનો સામનો કરતા 33 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. રોહિતે 264 રનમાંથી 186 રન ચોગ્ગા અને છગ્ગાથી જ બનાવ્યા હતા. રોહિતની ઈનિંગ થકી ભારતીય ટીમે પહેલે બેટિંગ કરતાં 50 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન સાથે 404 રન બનાવ્યા હતા. ભારતીય ટીમના વિશાળ સ્કોરનો જવાબમાં શ્રીલંકન ટીમે 251 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી અને મેચ 153 રને હારી ગઈ હતી.

ઓસ્ટ્રેલિયન બોલર્સને હંફાવ્યા

ઓસ્ટ્રેલિયન બોલર્સને હંફાવ્યા

જણાવી દઈએ કે અગાઉ 2013માં રોહિત શર્માએ 2 નવેમ્બરે બોંગ્લેરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ વરસાવ્યો હતો. રોહિત શર્માએ અહીં પોતાની ઈનિંગમાં 12 ચોગ્ગા અને 16 છગ્ગા ફટકાર્યા હતા. રોહિત શર્માએ અહીં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરીને 209 રનની ઈનિંગ રમી હતી.

કરિયરની ત્રીજી ડબલ સેન્ચ્યુરી

કરિયરની ત્રીજી ડબલ સેન્ચ્યુરી

13 ડિસેમ્બર 2017ના રોજ શ્રીલંકા વિરુદ્ધ મોહાલી વનડે મેચમાં રોહિત શર્માએ પોતાના વનડે કરિયરની ત્રીજી ડબલ સેન્ચ્યુરી ફટકારતા અણનમ 208 રન ફટકાર્યા હતા. પોતાની આ ઈનિંગમાં એમણે 13 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા હતા. રોહિતે પોતાના પહેલા 100 રન પૂરા કરવામાં 115 બોલ રમ્યા હતા, જ્યારે બીજા 100 રન પૂરા કરવામાં માત્ર 36 બોલ જ રમ્યા હતા.

કેપ્ટન તરીકે બનાવ્યો જબરો સ્કોર

કેપ્ટન તરીકે બનાવ્યો જબરો સ્કોર

કેપ્ટન તરીકે વનડેમાં આ બીજો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર હતો. કેપ્ટન તરીકે સૌથી વધુ રન ફટકારનાર પહેલા બેટ્સમેન વીરેન્દ્ર સહેવાત હતા. સહેવાગે 11 ડિસેમ્બર 2011ના રોજ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં 219 રનની ઈનિંગ રમી હતી.

સાઉથ આફ્રિકા સામે ફટકારી ડબલ સેન્ચ્યુરી

સાઉથ આફ્રિકા સામે ફટકારી ડબલ સેન્ચ્યુરી

વનડે ક્રિકેટમાં ડબલ સેન્ચ્યુરી ફટકારવાની શરૂઆત માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે કરી હતી. જેમણે 24 ફેબ્રુઆરી 2010ના રોજ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ગ્વાલિયરમાં રમાયેલ મેચમાં અણનમ 200 રન ફટકાર્યા હતા. તેમના બાદ અત્યાર સુધીમાં 7 ડબલ સેન્ચ્યુરી લાગી ચૂકી છે.

વનડે ક્રિકેટમાં અત્યાર સુધી ફટકારેલ ડબલ સેન્ચ્યુરી

વનડે ક્રિકેટમાં અત્યાર સુધી ફટકારેલ ડબલ સેન્ચ્યુરી

1. સચિન તેંડુલકર- 200* (2010)
2. વીરેન્દ્ર સેહવાગ- 219 (2011)
3. રોહિત શર્મા- 209 (2013)
4. રોહિત શર્મા- 264 (2014)
5. ક્રિસ ગેલ- 215 (2015)
6. માર્ટિન ગપ્ટિલ- 237* (2015)
7. રોહિત શર્મા- 208* (2017)
8. ફખર જમાન- 210* (2018)

ટેસ્ટ સિરીઝમાં સારો મોકો

ટેસ્ટ સિરીઝમાં સારો મોકો

રોહિત શર્મા હજુ સુધી ટેસ્ટ ક્રિકેટમાં એટલા સફળ નથઈ થઈ શક્યા અને આ કારણે જ તેમને નિયમિત રીતે ટેસ્ટ ટીમમાં મોકો પણ નથી મળતો. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલ ટેસ્ટ સીરિઝ માટે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે, તેમની પાસે સારો મોકો છે. જણાવી દઈએ કે રોહિત શર્મા વનડે ક્રિકેટમાં 3 ડબલ સેન્ચ્યુરી ફટકારના દુનિયાના એકમાત્ર બેટ્સમેન છે. ટી20માં પણ હિટમેન 4 સેન્ચ્યુરી ફટકારી ચૂક્યા છે.

Video: અમિતાભ બચ્ચને મમતા બેનર્જીને કેમ કહ્યુ, ‘મને ફરીથી અહીં ન બોલાવતા'Video: અમિતાભ બચ્ચને મમતા બેનર્જીને કેમ કહ્યુ, ‘મને ફરીથી અહીં ન બોલાવતા'

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
no one yet touched this record of hit man rohit sharma
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X