For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનના આ ક્રિકેટરે ફિક્સિંગની વાત કબૂલ કરી, માફી પણ માંગી

પાકિસ્તાન ક્રિકેટ પર વધુ એક ફિક્સિંગનું કલંક પાક્કું થઇ ગયું છે. વર્ષ 2012 દરમિયાન ઇંગ્લિશ કાઉન્ટરીમાં થયેલી મેચ ફિક્સિંગ અંગે દાનિશ કનેરિયાએ મેચ ફિક્સિંગ આરોપ કબૂલ કરી લીધો છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન ક્રિકેટ પર વધુ એક ફિક્સિંગનું કલંક પાક્કું થઇ ગયું છે. વર્ષ 2012 દરમિયાન ઇંગ્લિશ કાઉન્ટરીમાં થયેલી મેચ ફિક્સિંગ અંગે દાનિશ કનેરિયાએ મેચ ફિક્સિંગ આરોપ કબૂલ કરી લીધો છે. 6 વર્ષ પહેલા થયેલી આ મેચ ફિક્સિંગ સાજિશકર્તા અને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પોતાનો ગુનાહ કબૂલ કરી લીધો છે. તેની સાથે સાથે તેમને ક્રિકેટ ફેન્સ પાસે માફી પણ માંગી છે. અલ જજીરાની એક ડોક્યુમેન્ટ્રીમાં દાનીશે પોતાનો ગુનાહ કબૂલ કર્યો છે.

danish kaneria

આજીવન બેન લાગ્યો હતો

ફિક્સિંગનો આ મામલો જયારે સામે આવ્યો ત્યારે ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડએ દાનિશ કનેરીયા પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધ દુનિયાના બધા જ ક્રિકેટ બોર્ડ માને છે. આ પ્રતિબંધ પછી કનેરીયા ક્યારેય પણ ફર્સ્ટક્લાસ ક્રિકેટ નથી રમી શક્યા.

આ પણ વાંચો: ક્રિકેટરનો ખુલાસોઃ મેચ ફિક્સિંગ માટે થઇ હતી કૉલગર્લની ઓફર

શુ હતો મામલો

વર્ષ 2009 દરમિયાન થયેલી આ ઘટનામાં કાઉન્ટરી ક્લબ ઍક્સેસ ખેલાડી માર્વિન વેસ્ટફિલ્ડ એ ભારતીય બુકી અનુ ભટ્ટ પાસેથી 6000 બ્રિટિશ પૉઉન્ડની લાંચ લીધી. લાંચ આપવાની શરત હતી કે તેને ડરહામ વિરુદ્ધ 40 ઓવરની મેચમાં પોતાની પહેલી ઓવરમાં 12 રન આપશે. પરંતુ તેને 10 રન જ આપ્યા તેમ છતાં તેને પૈસા આપવામાં આવ્યા હતા.

દાનિશ કનેરીયા પર આરોપ હતો કે તેને આ ફિક્સિંગમાં મિડલમેનની ભૂમિકા નિભાવી હતી. પરંતુ કનેરીયા વિરુદ્ધ કોઈ પણ પુરાવા મળ્યા નહીં. જયારે માર્વિનને આ આરોપ માટે 2 મહિના જેલમાં રહેવું પડ્યું હતું. કનેરિયાએ પોતાનો ગુનાહ કબૂલ કરતી વખતે માર્વિન પાસે માફી પણ માંગી છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Pakistani Cricketer Danish kaneria admits he did match fixing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X