For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs AUS: ટેસ્ટ મેચ પહેલા ભારતને ફટકો, પૃથ્વી શો થયો મેચથી બહાર

IND vs AUS: ટેસ્ટ મેચ પહેલા ભારતને ફટકો, પૃથ્વી શો થયો બહાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 6 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલ ટેસ્ટ સીરિઝ પહેલા ભારતને મોટો ઝાટકો લાગ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઈલેવન વિરુદ્ધ રમાઈ રહેલ પ્રેક્ટિસ મેચમાં વિસ્ફોટક યુવા બેટ્સમેન પૃથ્વી શૉ ઘાયલ થયો. જેને કારણે પહેલી ટેસ્ટથી પૃથ્વી શૉને બહાર કરવામાં આવ્યો. ઘાયલ થયો હોવાના કારણે પૃથ્વી શૉને સ્ટ્રેચરથી મેદાનની બહાર લઈ જવો પડ્યો. બાઉન્ડ્રી પર એક કેચ પકડવાની કોશિશ કરવા ગયો ત્યારે પૃથ્વીને ઈજા પહોંચી હતી.

શાનદાર ફોર્મમાં હતો પૃથ્વી શૉ

શાનદાર ફોર્મમાં હતો પૃથ્વી શૉ

પૃથ્વી શૉ ઈજાગ્રસ્ત થતાં ટીમ મેનેજમેન્ટ પણ ચિંતિત થયું છે. કેમ કે ભારતીય ટીમ પહેલેથી જ સલામી બેટ્સમેનની સમસ્યાથી પરેશાન ચાલ રહી છે. એવામાં પૃથ્વી શૉનું ટીમથી બહાર થવું ટીમ માટે બિલકુલ શુભ સંકેત નથી.

પહેલી ટેસ્ટથી બહાર થયો પૃથ્વી શૉ

આ ઈજા હાલ ગંભીર સાબિત થઈ છે. જેને પગલે પૃથ્વી શૉ હવે પહેલી મેચમાં ભારતનો સાથ આપી શકશે નહિ. જેનો મતલબ સાફ છે કે હવે 6 ડિસેમ્બરે થનાર એડીલેડ ટેસ્ટને લઈ ભારતની સામે ઓપનરની સમસ્યા પેદા થઈ ગઈ છે.

આવી રીતે વાગ્યું

આવી રીતે વાગ્યું

આ ચોટ પૃથ્વી શૉને ત્યારે લાગી જ્યારે તે ડિપ-મિડવિકેટ પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. એ સમયે ઓસ્ટ્રેલિયાઈ ઓપનર મેક્સ બ્રાયન્ટ બેટિંગ કરી રહ્યો હતો. જેમનો એક કેચ લપક્યા બાદ શૉ બોલને મેદાનની અંદર ફેંકી રહ્યા હતા. આ દરમિયાન પૃથ્વીનો પગ લપસ્યો તે ઈજાગ્રસ્ત થઈ ગયો. તુરંત ટીમના ફિજિયો પૈટ્રિક ફારહત મેદાનમાં દોડી આવ્યા હતા.

ટીમમાં અત્યારે કોઈ સ્થાયી ઓપનર નથી

19 વર્ષનો આ યુવા ખેલાડી હાલ જમીન પર પોતાનો પગ નથી રાખી શકતો. બાદમાં બીસીસીઆઈએ જણાવ્યું કે એમને સ્કેન માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયા માટે આ એક મોટો ફટકો છે.

આઈઆઈટીના છાત્રોને 1.5 કરોડનું પેકેજ આપી રહી છે માઈક્રોસોફ્ટ, ઉબર બીજા નંબરેઆઈઆઈટીના છાત્રોને 1.5 કરોડનું પેકેજ આપી રહી છે માઈક્રોસોફ્ટ, ઉબર બીજા નંબરે

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
prithvi shaw ruled out for first match against australia
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X