For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલા ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનું એલાન, હરમનપ્રીત કેપ્ટન

વેસ્ટઈન્ડીઝમાં યોજાનાર આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમનું એલાન કરી દેવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

વેસ્ટઈન્ડીઝમાં યોજાનાર આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમનું એલાન કરી દેવામાં આવ્યુ છે. શુક્રવારે બીસીસીઆઈએ પ્રેસ નોટ જાહેર કરીને આની જાણકારી આપી છે. 15 સભ્યોની ટીમની કમાન હરપ્રીત કૌરને સોંપવામાં આવી છે જ્યારે સ્મૃતિ મંધાનાને વાઈસ કેપ્ટન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. હાલમાં શ્રીલંકામાં ટી-20 સીરિઝ રમનાર ટીમમાં માત્ર એક ફેરફાર કરીને આ ટીમ પસંદ કરવામાં આવી છે.

team india

11 નવેમ્બરે પાક સામે ભીડાશે ભારતીય ટીમ

છઠ્ઠા આઈસીસી મહિલા વર્લ્ડ ટી-20 ટુર્નામેન્ટનું આયોજન 9 થી 24 નવેમ્બર સુધી વેસ્ટઈન્ડીઝમાં થશે. ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને આયરલેન્ડ સાથે ગ્રુપ-બી માં જગ્યા આપવામાં આવી છે. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટની શરૂઆત ગયાનામાં ન્યૂઝીલેન્ડ સામે 9 નવેમ્બરે રમાનાર મેચથી કરશે. ત્યારબાદ તેનો સામનો 11 નવેમ્બરે પાકિસ્તાન સામે થશે. 15 નવેમ્બરે ભારતીય ટીમ આયરલેન્ડ સામે પોતાની ત્રીજી મેચ રમશે જ્યારે અંતિમ લીગ મેચ ટીમ 17 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે રમશે.

આ પણ વાંચોઃ સુષ્માએ અધવચ્ચે છોડી સાર્ક દેશોની મીટિંગ તો અકળાઈ ગયુ પાકિસ્તાનઆ પણ વાંચોઃ સુષ્માએ અધવચ્ચે છોડી સાર્ક દેશોની મીટિંગ તો અકળાઈ ગયુ પાકિસ્તાન

મહિલા વર્લ્ડ ટી-20 માટે ભારતીય ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ કેપ્ટન), મિતાલી રાજ, વેદા કૃષ્ણમૂર્તિ, દીપ્તિ શર્મા, જેમિમા રોડ્રિગેજ, તાન્યા ભાટિયા (વિકેટકીપર), પૂનમ યાદવ, રાધા યાદવ, અનુજા પાટિલ, એકતા બિષ્ટ, ડી. હેમલતા, માનસી જોશી, પૂજા વાસ્ત્રાકર અને અરુંધતી રેડ્ડી.

આ પણ વાંચોઃ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાની 10 મહત્વની વાતોઆ પણ વાંચોઃ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાની 10 મહત્વની વાતો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
women's world twenty20 indian team announced harmanpreet kaur to lead the side
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X