For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તામિલનાડુના થરંગમબાડીમાં છે ઐતિહાસિક ખજાનાનો ભંડાર

થરંગમ બાડી દક્ષિણ ભારતના નાગપટ્ટિનમ જિલ્લામાં આવેલું સુંદર શહેર છે, જે પોતાના ઐતિહાસિક મહત્વ માટે જાણીતું છે.

|
Google Oneindia Gujarati News

થરંગમ બાડી દક્ષિણ ભારતના નાગપટ્ટિનમ જિલ્લામાં આવેલું સુંદર શહેર છે, જે પોતાના ઐતિહાસિક મહત્વ માટે જાણીતું છે. ભારતી ઈતિહાસના કેટલાક મહત્વના પ્રસંગો દક્ષિણ ભારત સાથે જોડાયેલા છે. આ શહેરને ટ્રાંક્યૂબર કે અલાપુર તરીકે પણ ઓળખાય છે. રાજ્યના પસંદગીના પ્રવાસન સ્થળોમાં પણ આ શહેરનો સમાવેશ થાય છે. અહીં ઈતિહાસ સાથે જોડાયેલી અનેક પ્રાચીન સંરચનાઓ છે, જેમાં ફોર્ટ, ચર્ચ, મ્યુઝિયમનો સમાવેશ થાય છે. દરિયા કિનારે આવેલા આ શહેરમાં 1620માં પહેલી વખત ડેનિશ ટેડિંગ પોસ્ટની સ્થાપના થઈ હતી.

આ પણ વાંચો: સ્વિત્ઝરલેન્ડથી પણ સુંદર છે નૈનીતાલનું આ હિલ સ્ટેશન

ડેનિશ ડેન્માર્કના મૂળ નિવાસી અને ઉત્તરી યુરોપીય જાતિય સમૂહલ છે. આ એ સમય હતો જ્યારે અહીં ડેનિશ લોકો આવ્યા હતા. ડેનિશ સરકારે અહીં પોતાની કોલોની બનાવી અને 1845માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીને વેચી નાખી. આ દરમિયાન અહીં કેટલીક પ્રાચીન ઈમારતોનું નિર્માણ થયું હતું, જે હવે ઐતિહાસિક વારસા તરીકે જાણીતી છે. આ લેખમાં જાણો પ્રવાસન માટે થરંગમબાડી કેટલું ખાસ છે, અને અહીં કયા સ્થળોની મુલાકાત લઈ શકાય છે.

ડેનિશ કિલ્લો

ડેનિશ કિલ્લો

PC-Ssriram mt

થરંગમબાડીનું મુખ્ય આકર્ષણ છે સમુદ્ર કિનારે બનેલો ડેનિશ ફોર્ટ. આ કિલ્લો 1620માં બન્યો હતો. આ એ સમય હતો જ્યારે ભારતના જુદા જુદા ભાગોમાં કિલ્લા બની રહ્યા હતા. આ કિલ્લાને ડાન્સબોર્ગ ફોર્ટ નામથી પણ ઓળખવામાં આવે છે. મળતી માહિતી અનુસાર આ કિલ્લો અત્યાર સુધી બનેલો બીજો સૌથી મોટો ડેનિશ કિલ્લો છે. સૌથી મોટો ડેનિશ કિલ્લો ડેન્માર્કમાં બનેલો છે, જેને કોનબોર્ગ કહેવાય છે. આ એક અદભૂત કિલ્લો છે, જેમાં વાસ્તુકલાનું પણ ધ્યાન રખાયું છે. દરિયાકિનારે હોવાને કારણે તેની સુંદરતા પણ વધી જાય છે. કિલ્લાની ચારે બાજુ સુરક્ષા માટે દીવાલો પણ બનાવાઈ હતી. આ કિલ્લામાં સેના માટેનો આવાસ, ગોડાઉન, કિચન અને જેલ પણ બનાવાયા હતા. આજે પણ આ કિલ્લો તે સમયની યાદ આપે છે.

ન્યૂ યેરુશલેમ ચર્ચ

ન્યૂ યેરુશલેમ ચર્ચ

PC-Chenthil

ડેનિશ લોકોએ અહીં ધાર્મિક સ્થળ પણ બનાવ્યા હતા, જેમાંથી એક છે યેરુશલેમ ચર્ચ. આ ચર્ચનું નિર્માણ 1718માં એક રોયલ ડેનિશ મિશનરી દ્વારા કરાયું હતું. આ ચર્ચ ટ્રાંક્યૂબરની કિંગ સ્ટ્રીટમાં મોજૂદ છે. કહેવાય છે કે 2004માં આવેલા સુનામીમાં આ ચર્ચને જબરજસ્ત નુક્સાન પહોંચ્યુ હતું, જે બાદ 2006માં તેનું પુનર્નિમાણ થયું. આ ચર્ચ એ વાતનો પુરાવો છે કે દક્ષિણ ભારતમાં ઈસાઈઓનું આગમન શરૂ થયું હતું.

ટ્રાંક્યૂબર મ્યુઝિયમ

ટ્રાંક્યૂબર મ્યુઝિયમ

PC-Mukulfaiz

તમે તમારી મુસાફરી દરમિયાન અહીંના મ્યુઝિયમની પણ મુલાકાત લઈ શકો છો. આ મ્યુઝિયમ ડેનિશ ફોર્ટની અંદર આવેલું છએ. આ મ્યુઝિયમમાં ઔપનિવેશક કાળ અને ડેનિશ મેનેજમેન્ટ સાથે જોડાયેલી મહત્વની વસ્તુઓનો સંગ્રહ છે. અહીં તમે ગ્લાસ ઓબ્જેક્ટ્સ, પોર્સિલીન વેર, સ્ટીટેલ લેમ્પ, ટેરાકોટા ઓબ્જેક્ટ્સ, ડેનિશ લિપી, ચીની સામાન જોઈ શકો છો. તે સમયના ઈતિહાસને સમજવા માટે આ એક આદર્શ સ્થળ છે.

ટાઉન ગેટ

ટાઉન ગેટ

PC-Joelsuganth

થરંગમબાડી સ્થિત ઈમારતોમાં તમે કિંગ સ્ટ્રીટમાં રહેલા ટાઉનગેટની પણ મુલાકાત લઈ શકો છો, જેને ડેનિશમાં લેન્ડ પોર્ટેન નામથી ઓળખાય છે. આ કિલ્લાનો જ એક ભાગ છે, જેન 1660માં બનાવાયો હતો. માહિતી અનુસાર ઓરિજિનલ ગેટ 1791માં તૂટી ગયો હતો બાદમાં અહીં નવો ગેટ બનાવાયો.

મસિલામની નાથર કોઈલ

મસિલામની નાથર કોઈલ

PC-Ssriram mt

ઉપરની તમામ ઈમારતોની સાથે સાથે તમે ટ્રાંક્યૂબરમાં મસિલામની નાથર કોઈલ પણ જોઈ શકો છો, જે સમુદ્ર કિનારે બનેલા બંગલા પાસે આવેલું છે. માન્યતા છે કે તેનું નિર્માણ 1306માં થયું હતું, આ એક ધાર્મિક સ્થળ છે, તેનો સંબંધ પાંડવકાળ સાથે પણ છે. આ મંદિરમાં નિર્માણ સંબંધી માહિતી એક અભિલેખ પર કોતરાયેલી છે. મુસાફરી દરમિયાન તમે અહીં ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકો છો.

English summary
during visit tamilnadu must visit these places in tharangambadi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X