For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમરેલીના ફરવા લાયક આ સ્થળો છે રમણીય, એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ

સાવ સસ્તામાં પતાવી શકશો અમરેલીનો પ્રવાસ, જાણો અહીંના રમણીય સ્થળો વિશે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતીઓ ફૂડ અને પ્રવાસના શોખીન હોય છે એમાં બીજો મત નથી, પણ મોટા ભાગના ગુજરાતીઓ કદાચ અજાણ હશે કે અમરેલીમાં કેટલાંય એવાં સ્થળો આવેલાં છે જ્યાંની સુંદરતા તમારું મન મોહી લેશે. ખંભાતની ખાડી પાસે આવેલ અમરેલીનું ઐતિસાક, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક રૂપે બહુ મહત્વ માનવામાં આવે છે. શાનદાર અને રોમાંચક પ્રવાસ માટે આ એક આદર્શ સ્થળે છે.

ઈતિહાસા સાથે સંબંધ

ઈતિહાસા સાથે સંબંધ

ઈતિહાસ પર નજર નાખીએ તો અમરેલી એક પ્રાચીન સ્થળ છે જેનો સંબંધ ઈ.સ. 534થી છે, માનવામાં આવે છે કે તે સમયે અમરેલી અનુમાનજીના નામથી પ્રચલિત હતું, જે બાદ તેનું નામ અમલિક થયું અને બાદમાં અમરાવતી.

અમરેલીનો ઈતિહાસ

અમરેલીનો ઈતિહાસ

અમરેલીનું પ્રાચીન સાંસ્કૃતિક નામ અમરાવલ્લી છે. સ્વતંત્રતા બાદ અમરેલી જિલ્લો બોમ્બે સ્ટેટનો ભાગ બન્યો અને વિભાજન બાદ અમરેલી ગુજરાતનો સ્વતંત્ર જિલ્લો બની ગયો. અમરેલી પોતાના વિશ્વ પ્રસિદ્ધ ગીર વન્યજીવ અભ્યારણ્ય અને પીપાવાવ પોર્ટ માટે પ્રખ્યાત છે. આ લેખમાં અમે તમને અમરેલીના પ્રાચીન તથા પ્રાકૃતિક સ્થળોની સફર કરાવશું.

ગીર અભ્યારણ્ય

ગીર અભ્યારણ્ય

અમરેલીમાં આવેલ ગીર અભ્યારણની રોમાંચક સફર ખેડી શકો છો. 1424 ચોરક કિમી ક્ષેત્રફળમાં ફેલાયેલ આ અભ્યારણ્ય એક આદર્શ જૈવ વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છેતમે અહીં કેટલીય નવસ્પતિ પ્રજાતિઓ સાથે કેટલાય જંગલી જાનવરોને પણ નિહાળી શકો છો. ગીર મુખ્ય રૂપે એશિયાટિક સિંહ માટે પ્રખ્યાત છે, જેમને જોવા માટે દેશ-વિદેશમાંથી લોકો આવતા હોય છે. સિંહ ઉપરાંત અહીં હરણ, નીલગાય, ચિંકારા, કાળિયાર, સાબર, રિંછ, બંદર, સહિતના જાનવરો જોઈ શકે છે. જંગલી જાનવરોની સાથે અહીં પક્ષી વિહારનો આનંદ પણ લઈ શકો છે. અહીં સફારી ઉપલબ્ધ છે.

નાગનાથ મંદિર

નાગનાથ મંદિર

ગીર વન્યજીવ અભ્યારણ્ય ઉપરાંત અહીંના પ્રસિદ્ધ નાગનાથ મંદિરના દર્શન કરવાનું સૌભાગ્ય પણ તમે મેળવી શકો છો. અમરેલી સ્થિત નાગનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત એક પ્રાચીન મંદિર છે જેનો સંબંધ 17મી સદી સાથે જણાવવામાં આવી રહ્યો છે. આ મંદિર ધાર્મિક અને ઐતિહાસિક બંને રીતે મહત્વ ધરાવે છે. પ્રાચીન હોવાના કારણે અહીં શ્રદ્ધાળુઓની સાથે મોટી સંખ્યામાં પર્યટકો પણ આવે છે અને અમરેલી ભ્રમણ પર નિકળેલા મોટાભાગના લોકો અહીં આવવાનું પસંદ કરે છે. શિવરાત્રી અને નાગપંચમી દરમિયાન અહીં ભવ્ય આયોજન કરવામાં આવે છે.

પીપાવાવ પોર્ટ

પીપાવાવ પોર્ટ

આ ઉપરાંત અહીંના પીપાવાવ પોર્ટની પણ મુલાકાત લઈ શકો છો. પીપાવાવ પોર્ટ ભારતનું પહેલું ખાનગી બંદર અને આ પોર્ટ દેશનો ત્રીજો સૌથી મોટો કંટેનર ટર્મિનલ ઓપરેટર છે, જો 6760 વર્ગ કિમીમાં ફેલાયેલ છે. આ બંદર પર ત્રણ ડ્રાય કાર્ગો બર્થ અને એક એલપીજી/તરલ કાર્ગો બર્થ ઉપલબ્ધ છે.

ખોડિયાર બાંધ

ખોડિયાર બાંધ

અમરેલીના પર્યટન સ્થળોની શ્રૃંખલામાં તમે અહીંના ખોડિયાર બાંધની મુલાકાત લઈ શકો છો. આ બંધ રાજ્યની શેત્રુંજી નદી પર બનાવવામાં આવ્યો છે. આ બાંધનો મુખ્ય ઉદ્દેશ્ય સિંચાઈ માટે જળ વ્યવસ્થા કરવાનો છે. લગભગ 36.27 મીટરની ઉંચાઈવાળા આ બાંધનું નિર્માણ 1967માં સમાપ્ત થયું હતું. વીકેન્ડ પર અહીં પર્યટકોની ભીડ જોવા મળે છે.

ગાંધી બાગ

ગાંધી બાગ

ઉપરોક્ત સ્થળો ઉપરાંત તમે અમરેલીમાં સ્થિત ગાંધી બાગની પણ સફર કરી શકો છો. આ ઉદ્યાન જિલ્લાના ફેવરિટ સ્થળોમાનું એક માનવામાં આવે છે, જેનું નામ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના નામ પર રાખવામાં આવ્યું છે. અહીં સ્થાનિક લોકો મૉર્નિંગ અને ઈવનિંગ વૉકનો આનંદ લેવા માટે આવે છે. અહીં બાળકોના રમવા માટે પણ જગ્યા બનાવવામાં આવી છે. આ ગાર્ડનમાં બનેલ ગાંધીજીની મૂર્તિ અહીં આવતા પ્રવાસીઓને ભારે પ્રભાવિત કરે છે.

જાણો, શું છે તિરુપતિ બાલાજી મંદિરના ગુપ્ત રસોડાનું રહસ્ય જાણો, શું છે તિરુપતિ બાલાજી મંદિરના ગુપ્ત રસોડાનું રહસ્ય

English summary
here are the best place you can explore during your amreli visit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X