For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ખંડેરોમાં આજે પણ દટાયેલો છે સમ્રાટોનો કિમતી ખજાનો

ભારતીય ઉપખંડ પર સદીઓ સુધી રાજા અને સમ્રાટોનું રાજ રહ્યું છે. ભારતની જમીન પર દેખાતા ઐતિહાસિક ભવ્ય કિલ્લા અને મહેલ તેમની જ દેન છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય ઉપખંડ પર સદીઓ સુધી રાજા અને સમ્રાટોનું રાજ રહ્યું છે. ભારતની જમીન પર દેખાતા ઐતિહાસિક ભવ્ય કિલ્લા અને મહેલ તેમની જ દેન છે. અહીં એક બાદ એક અનેક સામ્રાજ્ય સ્થપાયા. કેટલાક પોતાના અસ્તિત્વ સાથે જ ખોવાઈ ગયા, તો કેટલાક સામ્રાજ્યએ પોતાનો આગવો ઈતિહાસ રચ્યો. રાજા રજવાડાઓની આ ભૂમિ એક સમયે અફઘાની તાકાતનો ડંખ પણ ભોગવી ચૂકી છે. જેની સાબિતિ આજે પણ ખંડેરોના સ્વરૂપમાં હાજર છે. અફ્ઘાન શાસકો સામ્રાજ્ય વિસ્તારવા માટે લૂંટફાટ અને હત્યા કરતા હતા. એટલે જ તેમની પાસે અધધધ સંપત્તિ રહેતી હતી.

ભારતને ઘણી વાર વિદેશી આક્રમણકારોએ લૂંટ્યું છે. કેટલાક એવા પુરાવા પણ મળે છે, જ્યારે આક્રમણખોરો પોતાની સાથે લૂંટેલી સંપત્તિ લઈ જતા હતા અને ક્યાંક છુપાવીને રાખતા હતા. રાજા મહારાજા પોતાનો ખજાનો ગુપ્ત જગ્યાએ રાખતા હતા જેથી મુસીબતના સમયે તેને મેળવી શકાય. એટલે જ ભારતમાં કેટલીક ચોક્કસ જગ્યાએ આજે પણ ખજાનો દટાયેલો હોવાનું કહેવાય છે.

1. નાદિર શાહનો ખજાનો

1. નાદિર શાહનો ખજાનો

PC- Paul Simpson

ફારસનો રાજા નાદિર શાહ ભારત વિજય અભિયાન પર નીકળ્યો હતો. કાબુલ પર કબજો કર્યા બાદ તેણે ભારત તરફ કૂચ કરી અને દિલ્હી પર આક્રમણ કર્યું. આ દરમિયાન દિલ્હી પર મુગલ બાદશાહ શાહ આલમનું શાસન હતું. ટૂંક સમયમાં જ નાદિર શાહે મુગલ શાસકને હરાવીને દિલ્હી પર કબજો કર્યો. કહેવાય છે કે નાદિર શાહે દિલ્હીમાં કત્લેઆમ કરાવી હતી, જેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા.

સોનાના સિક્કા, હીરા-ઝવેરાત

સોનાના સિક્કા, હીરા-ઝવેરાત

PC -Eugene a

નાદિર શાહે દિલ્હીમાં લૂંટફાટ પણ કરી. તે પોતાની સાથે લાખોની સંખ્યામાં સોનાના સિક્કા અને ઝવેરાત લઈ ગયો. જેમાં મયૂર સિંહાસન અને કોહીનૂર પણ સામેલ હતો. કહેવાય છે કે તેની પાસે એટલો ખજાનો હતો કે તેના સિપાઈઓએ ખજાનાને જુદા જુદા ભાગમાં છુપાવ્યો હતો. આ ખજાનો ક્યાં છે તે આજે પણ નથી જાણી શકાયું.

2. ગોલકુંડાનો ખજાનો

2. ગોલકુંડાનો ખજાનો

PC- Zigg-E

ગોલકુંડા દક્ષિણ ભારતનો એક પ્રાચીન ખંડેર કિલ્લો છે. જેના પર એક બાદ એક અનેક સમ્રાટ રાજ કરી ચૂક્યા છે. આ કિલ્લો હૈદરાબાદથી લગભગ 12 કિલોમીટર દૂર છે. આ કિલ્લો એક જમાનામાં પોતાના કિમતી ખજાના માટે જાણીતો હતો. 17મી સદી દરમિયાન અહીં હીરા ઝવેરાતનું બજાર ભરાતું હતું. એક સમયે અહીં હીરાની ખાણો પણ હતી. જ્યાંથી અનેક કિમતી હીરા કાઢવામાં આવ્યા હતા.

હીરાની ખાણ

હીરાની ખાણ

PC- Amit Chattopadhyay

તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાનો સૌથી સુંદર હીરો કોહીનુર ગોલકુંડાની ખાણમાંથી જ મળ્યો હતો. આ કિલ્લા પર અનેક આક્રમણ થઈ ચૂક્યા છે, જેને કારણે અહીં હવે ખાણ બચી નથી. પરંતુ મનાય છે કે આજે પણ અહીં ખજાનાનો ભંડાર મળી શકે છે.

3. મગધનો ખજાનો

3. મગધનો ખજાનો

PC- Anandajoti Bhikkhu

મગધ પર પહેલા બિમ્બિસારનું શાસન હતું. હર્યક વંશના બિમ્બિસારે મગધ પર 543થી 492 ઈ પૂર્વ સુધી રાજ કર્યું. આ દરમિયાન બિમ્બિસારે વૈવાહિક સંધિઓ અને વિજય અભિયાનો દ્વારા મગધનું સન્માન વધાર્યું. તેણે ધન સંપત્તિ વધારવામાં કશું બાકી નહોતું રાખ્યું. પરંતુ તેના જ પુત્ર અજાતશત્રુએ સત્તાની લાલચમાં પિતાની હત્યા કરી નાખી.

બિમ્બિસારનો ગુપ્ત ખજાનો

બિમ્બિસારનો ગુપ્ત ખજાનો

PC- Anandajoti Bhikkhu

કહેવાય છે કે આજે પણ બિહારના રાજગીરમાં બિમ્બિસારનો ગુપ્ત ખજાનો છુપાયેલો છે. ખજાનો હોવાનો સંકેત અહીંની બે ગુફામાં મળે છે. કહેવાય છે કે અહીં પ્રાચીન લિપીમાં કશુંક લખેલું છે, જે વાંચી નથી શકાતું. જાણકારોનું માનવું છે કે તે ખજાનાની સંજ્ઞા હોઈ શકે છે. ખજાનાની આ વાત કેટલી સાચી છે તે વિશે કોઈ સત્તાવાર માહિતી નથી મળતી.

4. જયગઢનો ખજાનો

4. જયગઢનો ખજાનો

PC- pradeep kumar chatte

મહારાજા માનસિંહ આમેરના રાજપૂત રાજા હતા. બાદમાં તેઓ અકબરની સેનાના મુખ્ય સેનાપતિ બન્યા. માનસિંહે મુગલ બાદશાહ માટે કેટલાક રજવાડા પર કબજો કરી અકબરને ચરણે ધરી હતી. એટલે સુધી કે તેણે અફ્ઘાનિસ્તાનમાં પણ વિજયના વાવટા લહેરાવ્યા હતા. કહેવાય છે કે માનસિંહે જયગઢના કિલ્લામાં યુદ્ધમાંથી જીતેલો ખજાનો છુપાવ્યો હતો. પરંતુ તે જગ્યા આજ સુધી જાણી નથી શકાઈ.

ભોંયરામાં છુપાયેલો છે ખજાનો

ભોંયરામાં છુપાયેલો છે ખજાનો

PC- pradeep kumar chatte

આ કિલ્લા વિશે કહેવાય છ કે અહીં ભોંયરામાં અરબો રૂપિયાનો ખજાનો દટાયેલો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે આ વાત ઈન્દિરા ગાંધીએ જાણી તો તેમણે ખજાનો શોધવામાં કોઈ કસર ન છોડી. જો કે આ મામલે આજ સુધી કોઈ મજબૂત પુરાવા નથી મળ્યા કે ખજાનો છે કે નહીં.

5.મોકામ્બિકા મંદિરનો ખજાનો

5.મોકામ્બિકા મંદિરનો ખજાનો

PC- syam

કર્ણાટકના કોલરમાં આવેલા મોક્કમ્બિકા મંદિરને પણ ખજાના અંગે જોડવામાં આવે છે. કહેવાય છે કે અહીં કેટલાક એવા સંકેત મળ્યા છે, જેનાથી ખજાનો હોવાની શક્યતા દેખાઈ રહી છે. જાણકારોના કહેવા મુજબ અહીં સાપના ખાસ નિશાન મળી આવ્યા છે. એવું મનાય છે કે સાપ ખાસ ચીજોની જ રક્ષા કરે ચે. પરંતુ મંદિરમાં ખજાના વિશે પૂરતા પુરાવા નથી મળ્યા. એટલે ખજાનાની વાત ફક્ત રહસ્ય જ છે.

English summary
these places may have hidden treasures in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X