For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વિત્ઝરલેન્ડથી પણ સુંદર છે નૈનીતાલનું આ હિલ સ્ટેશન

સ્વિત્ઝરલેન્ડથી પણ સુંદર છે નૈનીતાલનું આ હિલ સ્ટેશન

|
Google Oneindia Gujarati News

દેવભૂમિ ઉત્તરાખંડને આત્મિક અને માનસિક શાંતિનો દ્વાર કહેવામાં આવે છે. દર વર્ષે અહીં લાખો પ્રવાસીઓ ફરવા આવે છે. પ્રાકૃતિક દ્રષ્ટિએ ઉત્તરાખંડને દેશનું સૌથી ખાસ સ્થળ માનવામાં આવે છે. કેદારનાથ, બદ્રીનાથ, હરિદ્વાર, ઋષિકેશ જેવા સ્થળ આને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રૂપથી ખાસ બનાવવાનું કામ કરે છે. આ રાજ્ય પ્રાકૃતિક આકર્ષણોનો ખજાનો છે, જ્યાં તમે હિલ સ્ટેશનથી લઈને નદી, ઝરણાં, વન્યજીવ અભ્યારણ્યની સફર ખેડી શકો છો. આજે આ ખાસ લેખમાં અમે તમને નૈનીતાલ સ્થિત એક એવા હિલ સ્ટેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની સુંદરતા તમારું મન મોહી લે તેવી છે. અહીં આવેલ હિલ સ્ટેશન જ્યોલિકોટનો નજારો એક વાર જોયા પછી ત્યાંથી દૂર જવાનું તમને મન પણ નહિ થાય.

જ્યોલિકોટ હિલ સ્ટેશન

જ્યોલિકોટ હિલ સ્ટેશન

ઉત્તરાખંડના પ્રવાસે નીકળેલા કેટલાય પ્રવાસીઓ વિશ્વ નૈનીતાલનો પ્રવાસ ખેડવાનું પણ પસંદ કરતા હોય છે, પરંતુ મોટાભાગના પ્રવાસીઓ નૈની નદી અને તેની આસપાસના વિસ્તારોમાં ફરીને પરત આવી જતા હોય છે. પરંતુ એવું નથી કે નૈનીતાલમાં ફરવા માટે આકર્ષક જગ્યા કોઈ જનથી. અહીં કેટલાય સુંદર સ્થળો આવેલાં છે. નૈનીતાલના પહાડી વિસ્તારની વચ્ચે જન્નતનુમા હિલસ્ટેશન આવેલું છે, જેને જ્યોલિકોટના નામથી પણ ઓળખવામાં આવે છે.

જ્યોલિકોટથી અજાણ છે ટ્રાવેલર્સ

જ્યોલિકોટથી અજાણ છે ટ્રાવેલર્સ

સ્થાનિક અને સક્રિય ટ્રાવેલર્સને છોડીને મોટાભાગના પ્રવાસીઓ જ્યોલિકોટથી અજાણ છે. લગભગ 1219 મીટરની ઉંચાઈ પર આવેલ આ હિલ સ્ટેશનને નૈની લેકના ગેટવે તરીકે ઓળખવામાં આવે છે. નૈનીતાલથી આ હિલ સ્ટેશન માત્ર 17 કિમીના અંતરે આવેલ છે. શહેરની ભાગદોડ વાળી જિંદગીની વચ્ચે તમે અહીં શાંતિપૂર્ણ સમય વિતાવી શકો છો. મિત્રો સાથે યાદગાર ટ્રિપ કરવા માટે આ હિલ સ્ટેશન આદર્શ સ્થળ છે.

પ્રવાસનો યોગ્ય સમય

પ્રવાસનો યોગ્ય સમય

જ્યોલિકોટ આવવાનો યોગ્ય સમય માર્ચથી ઑક્ટોબર સુધીનો છે, આ દરમિયાન અહીંનું વાતાવરણ પણ અનુકૂળ હોય છે. શિયાળામાં આ સ્થળ પર વધુ ઠંડી રહેતી હોય છે, જો કે કેટલાય સાહસિક પ્રવાસીઓ શિયાળા દરમિયાન જ ઉત્તરાખંડનો પ્રવાસ ખેડવાનું પસંદ કરતા હોય છે.

આજુબાજુનું આકર્ષણ

આજુબાજુનું આકર્ષણ

જ્યોલિકોટની પ્રાકૃતિક ખુબસુરતીનો આનંદ ઉઠાવતાની સાથે તમે આજુબાજુના ફરવા લાયક સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો. જ્યોલિકોટથી તમે નૈનીતાલનું મુખ્ય આકર્ષણ એવી નૈની નદીની મુલાકાત લઈ શકો છો. નૈની લેક એ વિશ્વ પ્રસિદ્ધ પહાડી તળાવ છે. જેને નીહાળવા માટે વિશ્વભરના પ્રવાસીઓ અહીં આવે છે. આ ઉપરાંત તમે પંગોટ સ્થિત કિલબરી પક્ષી અભ્યારણ્યની પણ રોમાંચક સફરનો આનંદ ઉઠાવી શકો છો.

પક્ષી અભ્યારણ્ય

પક્ષી અભ્યારણ્ય

ઉત્તરાખંડનું આ અભ્યારણ્ય પક્ષી વિહાર માટે એક આદર્શ સ્થળ છે, જ્યાં પક્ષીઓની 500થી વધુ જાતી પ્રજાતિઓ આવેલી છે. તમે જ્યોલિકોટથી 26 કિમી દૂર કાલાઢુંગી સ્થળની પણ મુલાકાત લઈ શકો છો, આ પર્વતીય સ્થળની કુદરતી સૌંદર્યતા તમારું દિલ જીતી લે તેવી છે.

જ્યોલિકોટ કેમ જવું?

જ્યોલિકોટ કેમ જવું?

જ્યોલિકોટની યાત્રા કેટલીક રીતે તમારા માટે ખાસ થઈ શકે છે. જો તમે નેચર લવર હોવ અને પ્રકૃતિની નજીક જઈને સમય વિતાવવા માંગો છો તો જ્યોલિકોટ તમારા માટે બેસ્ટ લોકેશન છે. પહાડી વિસ્તાર પસંદ હોય તેવા પ્રવાસીઓએ તો અહીં એકવાર જરૂર આવવું જોઈએ. જો તમે એકાંત પ્રેમી છો, અને કોઈ એવા સ્થળની મુલાકાત લેવા માંગતા હોવ અથવા તો ફોટોગ્રાફીના શોખીન હોવ તો પણ તમે આ સ્થળની મુલાકાત લઈ શકો છો.

કેવી રીતે જવું?

કેવી રીતે જવું?

આ વીકએન્ડમાં સુરત નજીક આવેલા આ સ્થળોની મુલાકાત લો આ વીકએન્ડમાં સુરત નજીક આવેલા આ સ્થળોની મુલાકાત લો

English summary
jeolikot is the most beautiful hill station of india, must visit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X