For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રેમની નિશાની છે ભારતની આ ઐતિહાસિક ઈમારતો

સ્મારકો હંમેશા ઐતિહાસિક મહત્વ યાદ કરાવે છે. પ્રેમના પ્રતીક તરીકે બનેલી દેશની આવી ઈમારતોમાં કેટલાક મહત્વના કિલ્લા અને મહેલ સામેલ છે.

|
Google Oneindia Gujarati News

સ્મારકો હંમેશા ઐતિહાસિક મહત્વ યાદ કરાવે છે. પ્રેમના પ્રતીક તરીકે બનેલી દેશની આવી ઈમારતોમાં કેટલાક મહત્વના કિલ્લા અને મહેલ સામેલ છે. આ ઐતિહાસિક ઈમારતોને આજે પણ પ્રેમની નિશાની તરીકે સાચવી રખાઈ છે. પ્રેમ, કુરબાની અને કર્તવ્યની કેટલીક મહા કવિતાઓની સાક્ષી આ ઐતિહાસિક ઈમારતોએ દરેક પેઢીને પોતાની પ્રેમકહાની સંભળાવી છે. આ ઈમારતો કેટલીક દુખદ અને શાશ્વત પ્રેમ કહાનીની સાક્ષી રહી ચૂકી છે. પ્રાચીન સમયની વાસ્તુકલા અને શિલ્પશૈલીમાં બનેલી આ ઐતિહાસિક ઈમારતોની રજવાડી દિવાલો દિલ તરબતર કરી દે છે.

આ પણ વાંચો: તામિલનાડુના રહસ્યમ સ્થળો પર એક નજર ચોક્કસ કરો

તાજમહેલ, આગ્રા, ઉત્તરપ્રદેશ

તાજમહેલ, આગ્રા, ઉત્તરપ્રદેશ

P.C: Alan Mizell

આખી દુનિયામાં તાજમહેલથી વધુ ભવ્ય અને રજવાડી પ્રેમનું બીજું કોઈ પ્રતીક નથી. સફેદ આરસપહાણથી બનેલા તાજમહેલને મુઘલ સમ્રાટ શાહજહાંએ 1631થી 1648ની વચ્ચે પોતાની પત્ની મુમતાઝ મહેલના મકબરા તરીકે બનાવ્યો હતો. તેમની પત્નીનું મૃત્યુ પ્રસૂતિ દરમિયાન જ થયું હતું. મુમતાઝ મહલ અને શાહજહાંની યાદ અપાવનાર આ મકબરામાં મુમતાઝને દફનાવાઈ હતી. આ જ મકબરાની બાજુમાં શાહજહાંને પણ દફનાવાયા હતા. તાજમહેલની ઈમારત બહાર એક વિશાળ બગીચો પણ છે, જે આજે ખૂબ જ ઓછો જોવા મળે છે. પ્રેમની આ નિશાનીને દુનિયાની 7 અજાયબીમાં સામેલ કરાઈ છે.

ચિત્તોડગઢનો કિલ્લો, ઉદેપુર, રાજસ્થાન

ચિત્તોડગઢનો કિલ્લો, ઉદેપુર, રાજસ્થાન

P.C: Dennis Bhatt

7મી સદીમાં બનેલો આ કિલ્લો ભારતના સૌથી મોટા કિલ્લાની યાદીમાં સામેલ છે. સાથે જ યુનેસ્કોએ તેને હેરિટેજ સાઈટ પણ જાહેર કરી છે. આ કિલ્લાનું મુખ્ય આકર્ષણ ત્રણ માળનો સફેદ રંગનો રાણી પદ્માવતીનો મહેલ છે, જે કમલકુંડના કિનારે બનેલો છે. આ કિલ્લો વિશાળ હોવાની સાથે સાથે વાસ્તુકળા અને શિલ્પ કળા માટે પણ જાણીતો છે. આ કિલ્લામાં ઝીણી ઝીમી નક્શીદાર જૈન મંદિરો, સ્તંભ, જળાશયો, ભોંયરા સહિત વાસ્તુશિલ્પોથી સજાવટ કરાયેલી છે.

ચિત્તૌડગઢનો રજવાડી કિલ્લો રાણી પદ્મિની અને રાજા રતન રાવલ સિંહની ઐતિહાસિક પ્રેમ કહાનીનું પ્રતીક છે. રાજએ રાણી પદ્મિનીને સ્વયંવરમાં આકરી પરીક્ષા બાદ જીતી હતી અને પોતાની પ્રિય રાણી તરીકે ચિત્તૌડગઢ લાવ્યા હતા. કિલ્લાની દિવાલો તેમની પૌરાણિક પ્રેમ કહાનીના કિસ્સા બયાં કરે છે.

રુપમતી મંડપ, માંડુ, મધ્યપ્રદેશ

રુપમતી મંડપ, માંડુ, મધ્યપ્રદેશ

P.C: Sumitsurai

એક પહાડી પર આવેલો રાણી રુપમતીનો મંડપ વારસા અને ઐતિહાસિક વાસ્તુકલા માટે જાણીતો છે. આ કિલ્લો માંડૂ શહેરમાં આવેલો છે. જે મેદાનથી 366 મીટર ઉંચાઈ પર છે. ચોરસ મંડપ, વિશાળ ગુંબજને કારણે તે સુંદર લાગે છે. આ મંડપમાંથી નર્મદા નદી પણ દેખાય છે.

માંડુ, રાજકુમાર બાજ બહાદુર અને રાણી રુપમતીની ઐતિહાસિક પ્રેમ કહાની માટે જાણીતું છે. માંડુના અંતિમ સ્વતંત્ર શાસક સુલ્તાન બાજ બહાદુરને માળવાની રાણી રુપમતીના મધુર અવાજ સાથે પ્રેમ થઈ ગયો હતો. રાજાએ રુપમતીને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો, પરંતુ રાણી રુપમતીએ શરત મૂકી કે જો રાજા એવો મહેલ બનાવે કે જ્યાંથી તે પોતાને ગમતી નર્મદા નદી જોઈ શકે, તો જ તે લગ્ન કરશે. આ રીતે રુપમતી મંડપ બન્યો અને બંનેની પ્રેમ કહાની શાશ્વત બની ગઈ.

મસ્તાની મહેલ, શનિવારવાડા કિલ્લો, પુણે, મહારાષ્ટ્ર

મસ્તાની મહેલ, શનિવારવાડા કિલ્લો, પુણે, મહારાષ્ટ્ર

P.C: Ashok Bagade

1730માં પેશવા બાજીરાવે બનાવેલો શનિવારવાડાનો કિલ્લો ઐતિહાસિક ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. પૂણેના ગૌરવ અને સન્માન સમાન શનિવારવાડાનો કિલ્લો પહેલા બાજીરાવ અને તેમની બીજી પત્ની મસ્તાનીનું ઘર રહી ચૂક્યો છે. પેશવા બાજીરાવેના પરિવારે ધાર્મિક કારણોસર મસ્તાનીને કાયદેસરની પત્ની તરીકે સ્વીકારવાની ના પાડી દીધી હતી. એટલે બાજીરાવે શિવારવાડના કિલ્લામાં મસ્તાની મહેલ બનાવ્યો, જ્યાં બંને સાથે રહેતા હતા. જો કે પાછળથી આ મહેલ તોડી પડાયો. હવે તે અસ્તિત્વમાં નથી. પરંતુ તેના અવશેષ આજે પણ છે. આ કિલ્લાના એક દરવાજા પર હજી એક જગ્યાએ લખેલું છે કે મસ્તાની દરવાજો, જેનો ઉલ્લેખ જૂના અભિલેખોમાં નટ્કશાલા ગેટ તરીકે કરાયો છે. તેનું નામ મસ્તાનીના નામ પર રખાયું છે. જે બુંદેલખંડથી આવેલી બાજીરાવની બીજી પત્ની હતી.

English summary
monuments that witnessed epic love stories
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X