For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ટિપ્સ અને ટ્રિક્સથી કરો બજેટમાં પ્લેનની મુસાફરી

હાલ વધી રહેલા ટુરિઝમને કારણે મોટાભાગની એરલાઈન્સમાં ડિસ્કાઉન્ટ ઓફર ચાલતા રહેતા હોય છે. જેનાથી તમે સસ્તી ટિકિટા વિદેશ પણ ફરવા જઈ શકો છો.

|
Google Oneindia Gujarati News

જો તમે લિમિટેડ બજેટમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો સૌથી મોટી મુશ્કેલી છે ફ્લાઈટ બુકિંગ. મોંઘી ફ્લાઈટ બુક કર્યા બાદ તમારે બાકીના ખર્ચામાં કાપ મૂકવો પડે છે, કે પછી અલગ બજેટ મેનેજ કરવું પડે છે. એટલે ફરવા જતા સમયે સસ્તી ફ્લાઈટ બુક કરવી સૌથી મહત્વની છે. કારણ કે દરેક વખતે મોંઘી ફ્લાઈટ ટિકિટ સાથે ફરવું અઘરું થઈ જાય છે. જો કે હાલ વધી રહેલા ટુરિઝમને કારણે મોટાભાગની એરલાઈન્સમાં ડિસ્કાઉન્ટ ઓફર ચાલતા રહેતા હોય છે. જેનાથી તમે સસ્તી ટિકિટા વિદેશ પણ ફરવા જઈ શકો છો.

આ ટિપ્સની મદદથી શોધો સસ્તી ફ્લાઈટ

1. જુદી જુદી ફ્લાઈટની ટિકિટના રેટ એકવાર જરૂર સર્ચ કરો

1. જુદી જુદી ફ્લાઈટની ટિકિટના રેટ એકવાર જરૂર સર્ચ કરો

એવી સંખ્યાબંધ વેબસાઈટ્સ છે, જે તમને ફ્લાઈટ્સના રેટ કમ્પરે કરી આપે છે. જેનાથી તમે બેસ્ટ ડીલ મેળવી શકો છો. એટલે ટિકિટ બુક કરતા પહેલા આવી વેબસાઈટ જરૂર ચેક કરો. આ ઉપરાંત એરલાઈન્સની વેબસાઈટ પર જઈને પણ તમે તપાસ કરી સખો છો. એક્સપીડિયા.કોમ, ક્યાક અને સ્કાઈકેનર આ માટે બેસ્ટ સર્ચ એન્જિન છે.

2. એક ટાઈમે એક જ ટિકિટ બુક કરો

2. એક ટાઈમે એક જ ટિકિટ બુક કરો

જો તમે ગ્રુપમાં ટ્રાવેલ કરી રહ્યા છો, તો એક સાથે બધી ટિકિટ બુક ન કરાવો. કારણ કે ફ્લાઈટમાં સિંગલ ટિકિટ કરતા ગ્રુપ ટિકિટ હંમેશા મોંઘી હોય છે. એટલે તમે અલગ અલગ ટિકિટ બુક કરાવશો તો ભાવમાં જરૂર ફરક પડશે. એક સાથે સીટ ન મળે તો તમે તમારી બાજુમાં બેઠેલા પેસેન્જરને સીટ ચેન્જ કરવા રિક્વેસ્ટ કરી શકો છો. જે તમારું બજેટ બચાવશે.

3. ટ્રાવેલિંગ ડેટ્સને લઈ રહો ફ્લેક્સિબલ

3. ટ્રાવેલિંગ ડેટ્સને લઈ રહો ફ્લેક્સિબલ

તહેવારો, ન્યૂ યર અને રજાઓ દરમિયાન હંમેશા ફ્લાઈટની ટિકિટ મોંઘી હોય છે. જેમ કે જુલાઈ, ઓગસ્ટમાં યુરોપ તો ડિસેમ્બર-જાન્યુઆરીમાં સાઉથ ઈસ્ટ એશિયાની ફ્લાઈટ્સની ટિકિટ મોંઘી થઈ જાય છે. એટલે જો તમારી પાસે સમયની મર્યાદા ન હોય તો કોશિશ કરો કે જ્યારે ફ્લાઈટ ટિકિટ્સનો રેટ ઓછો હોય ત્યારે ટિકિટ બુક કરીને ફરવા જાવ. આમ કરવાથી તમે સારી એવી રકમ બચાવી શક્શો.

4. એરલાઈનની વેબસાઈટ પરથી લો લેટેસ્ટ અપડેટ

4. એરલાઈનની વેબસાઈટ પરથી લો લેટેસ્ટ અપડેટ

એરલાઈન્સ સસ્તા ફ્લાઈટ રેટ્સ અને ડિસ્કાઉન્ટે લઈ સતત અપડેટ રહેતી હોય છે. એટલે બેસ્ટ ડીલ મેળવવા માટે તમે એરલાઈનની વેબસાઈટ પર આઈડી બનાવો. એરલાઈન જ તમને સામેથી ઓફરની માહિતી આપશે. જે તમારા બજેટ ટ્રાવેલિંગ માટે કારગર ઉપાય સાબિત થશે.

5. 2-3 મહિના પહેલા કરાવો બુકિંગ

5. 2-3 મહિના પહેલા કરાવો બુકિંગ

સસ્તી અને સારી ડીલ મેળવવા માટે 2થી 3 મહિના પહેલા ટિકિટ બુક કરાવી લો. આ ટ્રિક હંમેશા ફાયદાકારક સાબિત થાય છે. દિવાળી, દશેરા, ક્રિસમસ જેવી રજાઓ ફિક્સ હોય છે. જો તમારે આ રજાઓમાં ક્યાંય જવું હોય તો આ તારીખની ટિકિટો એડવાન્સમાં બુક કરી લો.

English summary
using these tricks you can book a cheap flight ticket
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X