અમરેલીઃ ઉમેદવારો પટેલ, કોના પર ઢોળાશે મતોનો કળશ?

Google Oneindia Gujarati News

દેશના 12 રાજ્યોની 121 બેઠકો પર લોકસભા ચૂંટણી માટે પાંચમાં તબક્કાનું મતદાન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં 30મી એપ્રિલના રોજ મતદાન થવાનું છે. પાંચમાં તબક્કાના મતદાનમાં સ્પષ્ટપણે દેશના મતદાતાઓમાં જાગૃતતા આવી હોવાનું જોવા મળે છે, ત્યારે ગુજરાતમાં પણ રેકોર્ડ બ્રેક મતદાન થશે તેવી આશંકા છે. જોકે ગુજરાતમાં મતદાન થાય તે પહેલા ગુજરાતની કેટલીક બેઠકો અંગેની આછેરી માહિતી અહી આપવામાં આવે છે. ગુજરાતની 26 બેઠકોમાં ઘણી બેઠક એવી છે, જેમાં જ્ઞાતિ ઘણું મહત્વ ધરાવે છે. આવી જ એક બેઠક અમરેલીની છે.

અમરેલી બેઠકની વાત કરવામાં આવે તો અમરેલી બેઠકમાં સૌથી વધારે પટેલ જ્ઞાતિના મતદાતાઓ છે, પરંતુ આ વખતે અમરેલીમાં ત્રણેય ઉમેદવાર પટેલ જ્ઞાતિના છે, તેથી ચોક્કસપણે મતો ત્રણેય ઉમેદવારમાં વહેંચાઇ જશે અને તેના કારણે ઉમેદવારોએ અન્ય જ્ઞાતિઓ પર વિશેષ આધાર રાખવો પડશે. જેમાં કોળી અને દલિત મતદાતાઓની સંખ્યા વધારે છે, તેથી કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ આ બે જ્ઞાતિઓને રિઝવવા મથામણ કરી રહ્યાં હશે.

દેશમાં જે પ્રકારે મોદી લહેર છે અને આ બેઠકના ઇતિહાસને જોવામાં આવે તો 1991 પહેલા આ બેઠક કોંગ્રેસનો ગઢ હતી પરંતુ ત્યારબાદ આ બેઠક ભાજપનો ગઢ બની ગઇ છે, આ બેઠક પર 1991 બાદ ભાજપ માત્ર એક જ વાર ચૂંટણી હાર્યું છે અને પણ 2004માં. 2009માં ફરી ભાજપ વિજેતા થયું હતું, તેથી એ દેશમાં મોદીની લહેરની સાથોસાથ અહીના મતદાતાઓનો ભાજપ તરફી ઝૂકાવ પહેલાથી હોવાથી આ બેઠક પર મતોનો કળશ કમળ પર ઢળી શકે છે.

પોરબંદર</a>। <a href=ગાંધીનગર અમદાવાદ પૂર્વ જામનગર કચ્છ મેહસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા સુરેન્દ્રનગર ગુજરાતના ઉમેદવારો રસપ્રદ માહિતી" title="પોરબંદર ગાંધીનગર અમદાવાદ પૂર્વ જામનગર કચ્છ મેહસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા સુરેન્દ્રનગર ગુજરાતના ઉમેદવારો રસપ્રદ માહિતી" />પોરબંદર ગાંધીનગર અમદાવાદ પૂર્વ જામનગર કચ્છ મેહસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા સુરેન્દ્રનગર ગુજરાતના ઉમેદવારો રસપ્રદ માહિતી

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી ત્રણેયે આ વિસ્તારમાં પોતાના લેઉવા પટેલ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જેના કારણે પટેલ મતદાતાઓ ત્રણ ભાગમાં વહેચાઇ જશે, જેના કારણે અન્ય સમાજ કોને મત આપે છે, તેના પર આ બેઠકનો દારોમદાર છે. ભાજપે નારણભાઇ કાછડીયા, કોંગ્રેસ વિરજીભાઇ ઠુમ્મર અને આમ આદમી પાર્ટીએ નાથાલાલ સુખડિયાને મેદાનમાં ઉતાર્યા છે.

આ વખતના ચૂંટણી મુદ્દા

આ વખતના ચૂંટણી મુદ્દા

બ્રોડગેજ રેલવે, પીવાનું પાણી, ભૂગર્ભ ગટરની સમસ્યા, ખેડૂતોને પાણી અને પાક વિમાની સમસ્યા, બેરોજગારીનું પ્રમાણ ભયનજક.

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ અંગે વાત કરીએ તો આ વિસ્તારમાં સૌથી વધારે પટેલ મતાદાતાઓ છે, ત્યારબાદ દલિત અને કોળી મતદાતાઓ આવે છે. પટેલ મતદાતાઓની સંખ્યા 26 ટકા, દલિત અને કોળી અનુક્રમે 12.20 અને 12.68 ટકા, ક્ષત્રિય 10.59 ટકા, કુંભાર 5.59 ટકા, મુસ્લિમ 5.12 ટકા અને બ્રાહ્મણ 2.69 ટકા છે.

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1962

કોંગ્રેસઃ- જયાબેન શાહ- 139459
પીએસપીઃ- મથુરદાસ મહેતા- 74441
તફાવતઃ- 65018

1967
કોંગ્રેસઃ- જેવી શાહ- 117812
પીએસપીઃ- એનસી શાહ- 68224
તફાવતઃ- 49588

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1971
કોંગ્રેસઃ- જીવરાજ મહેતા- 124893
એનસીઓઃ- નરસિંહદાસ ગોંધિયા- 86075
તફાવતઃ- 38818

1977
કોંગ્રેસઃ- દ્વારકાદાસ પટેલ- 140586
બીએલડીઃ- નરસિંહદાસ ગોંધિયા- 81580
તફાવતઃ- 59006

1980
કોંગ્રેસઃ- નવિનચંદ્ર રવાણી- 174241
જનતા પાર્ટીઃ- જસવંત મહેતા- 74103
તફાવતઃ- 100138

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1984
કોંગ્રેસઃ- નવિનચંદ્ર રવાણી- 208205
અપક્ષઃ- દ્વારકાદાસ પટેલ- 170337
તફાવતઃ- 37868

1989
જનતાદળઃ- મનુભાઇ કોટડિયા- 281279
કોંગ્રેસઃ- નવિનચંદ્ર રવાણી- 161387
તફાવતઃ- 119892

1991
ભાજપઃ- દિલીપ સાંઘાણી- 235950
જનતાદળઃ- મનુભાઇ કોટડિયા- 139349
તફાવતઃ- 96601

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1996
ભાજપઃ- દિલીપ સાંઘાણી- 223548
કોંગ્રેસઃ- નવિનચંદ્ર રવાણી- 115179
તફાવતઃ- 108369

1998
ભાજપઃ- દિલીપ સાંઘાણી- 264814
કોંગ્રેસઃ- મનુભાઇ કોટડિયા- 142641
તફાવતઃ- 122173

1999
ભાજપઃ- દિલીપ સાંઘાણી- 217670
કોંગ્રેસઃ- વીરજી ઠુમ્મર- 181346
તફાવતઃ- 36324

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

2004
કોંગ્રેસઃ- વીરજી ઠુમ્મર- 220649
ભાજપઃ- દિલીપ સાંઘાણી- 218619
તફાવતઃ- 2030

2009
ભાજપઃ- નારણભાઇ કાછડિયા- 247666
કોંગ્રેસઃ- નિલાબેન ઠુમ્મર- 210349
તફાવતઃ- 37317

English summary
lok sabha election analysis amreli constituency
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X