For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇરોમ શર્મિલા પર લગાવાયો આપઘાતના પ્રયાસનો આરોપ

By Super
|
Google Oneindia Gujarati News

Irom-Sharmila
નવી દિલ્હી, 4 માર્ચઃ દિલ્હીની એક અદાલતે વિવાદિત અફસ્પાને હટાવવાની માંગને લઇને 12 વર્ષથી અનશન કરી રહેલી ઇરોમ શર્મિલા ચાનૂ વિરુદ્ધ વર્ષ 2006માં પોતાના' આમરણ અનશન' દરમિયાન કથિત રીતે આત્મહત્યા કરવાના પ્રયાસના મામલે સોમવારે આરોપ નક્કી કર્યાં છે.

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આકાશજૈને 40 વર્ષીય શર્મિલા વિરુદ્ધ ભારતીય એક્ટ 309(આત્મહત્યાનો પ્રયાસ) હેઠળ આરોપ નક્કી કર્યાં છે. શર્મિલાએ કોઇ ગુન્હો કર્યાનો ઇન્કાર કરતા કહ્યું કે આ તેનું અહિંસક પ્રદર્શન હતું. અદલાતે મામલામાં અભિયોજન પક્ષને પુરાવા રજૂ કરવા માટે 22 મેની તારીખ નક્કી કરી છે. આ મામલો ચાર ઓક્ટોબર 2006એ સૈન્ય બળ વિશેષાધિકાર અધિનિયમ(અફસ્પા)ને હટાવવાની માંગને લઇને જંતર-મંતર પર થયેલા તેમના આમરણ અનશન સંબંધિત છે.

અદલાત પરિસરની બહાર પ્રદર્શન વચ્ચે, શર્મિલા ન્યાયાધિશની સામે રજૂ થઇ અને તેમણે કહ્યું કે, હું આત્મહત્યા કરવા ઇચ્છતી નથી. મારું આ માત્ર અહિંસક પ્રદર્શન છે. માનવીની જેમ જીવન જીવવું એ મારી માંગ છે. તેમણે અદાલતને કહ્યું કે હું જીવનને પ્રેમ કરું છું. હું મારું જીવન લેવા ઇચ્છતી નથી પરંતુ હું ન્યાય અને શાંતિ ઇચ્છું છું. જો કે, મેજિસ્ટ્રેટે તેમને કહ્યું કે તેમના પર આત્મહત્યા કરવાનો પ્રયાસનો આરોપ છે અને પ્રથમ દ્રષ્ટિએ તેમની વિરુદ્ધ આરોપ જોવા મળી રહ્યો છે. એમ પૂછવામાં આવતા કે શું તમે તમારો આરોપ સ્વિકારો છો, તો શર્મિલાએ કહ્યું કે ના. શર્મિલાએ હવે સુનાવણીનો સામનો કરવો પડશે. ન્યાયાધિશે કહ્યું કે હું તમારું સન્માન કરું છુ, પરંતુ દેશનો કાયદો તમને તમારી જિંદગી પૂર્ણ કરવાની પરવાનગી આપતો નથી.

પોતાના વકીલ સાથે ચર્ચા કર્યા પછી પણ શર્મિલાએ કહ્યું કે જો સરકાર અફસ્પા હટાવી દેશે, ત્યારે જ તે ભોજન ગ્રહણ કરશે અને ભોજન નળી ફેંકી દેશે, હાલ તેનાથી તેને ભોજન આપવામાં આવી રહ્યું છે, જો કે, અદાલતે કહ્યું કે આ એક રાજકીય પ્રક્રિયા છે. અહીં હું માત્ર આ મામલા પર કેન્દ્રિત છું.

ઇમ્ફાલ હવાઇ મથક પાસે માલોમ ક્ષેત્રમાં અસમ રાઇફલ્સના જવાનો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 10 નાગરીકોના મોત બાદ શર્મિલાએ 2000માં આરમણ અનશન શરુ કર્યા હતા. તે હાલ ન્યાયીક હિરાસતમાં છે અને તેને નાકના માર્ગે ભોજનનળીની મદદથી ભોજન આપવામાં આવી રહ્યું છે.

English summary
A Delhi court on Monday framed charges against Irom Chanu Sharmila, who has been on fast for about 12 years demanding repeal of the Armed Forces (Special Powers) Act (AFSPA), for allegedly attempting to commit suicide during her ‘fast until death’ here in 2006.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X