For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ-કાશ્મીરમાં આર્મી ટ્રેનિંગ લેશે ધોની, આર્મી ચીફે મંજૂરી આપી!

જમ્મુ-કાશ્મીરમાં આર્મી ટ્રેનિંગ લેશે ધોની, આર્મી ચીફે મંજૂરી આપી!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હવે સેનાની ટ્રેનિંગ લેશે. ધોની આર્મી ટ્રેનિંગ માટે જમ્મુ અને કાશ્મીર જશે. ધોનીની ઈન્ડિયન આર્મી સાથેની ટ્રેનિંગને સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે મંજૂરી આપી દીધી છે. એએનઆઈ મુજબ ધોનીને ઈન્ડિયન આર્મી સાથે ટ્રેનિંગને મંજૂરી મળી ગઈ છે. ખુદ આર્મી ચીફ બિપિન રાવતે ધોનીની ટ્રેનિંગને મંજૂરી આપી છે.

ms dhoni

જાણકારી મુજબ ધોની આગામી કેટલાક દિવસો સુધી સેનાની પૈરાશૂટ રેજિમેન્ટ બટાલિયન સાથે ટ્રેનિંગ લેશે. ધોનીની ટ્રેનિંગ જમ્મુ-કાશ્મીરમાં પણ થશે. આ ટ્રેનિંગમાં ધોનીને એક્ટિવ ઓપરેશનમાં ભાગ લેવાની મંજૂરી નહિ હોય. જણાવી દઈએ કે ધોની સિયાચીન બૉર્ડર પર જવા ઈચ્છે છે. માનવામાં આવી રહ્યું છે કે આ ટ્રેનિંગ દરમિયાન તેમનું આ સપનું પણ પૂરું થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે એમએસ ધોનીને 2011માં ઈન્ડિયન ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટિનેન્ટ કર્નલનો રેંક આપવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે ધોની બાળપણથી જ સૈનિક બનવા માંગતા હતા. તેમણે એક ઈન્ટર્વ્યૂમાં આ વાત કહી હતી. તેઓ બાળપણમાં હંમેશા કૈંટ એરિયા ચાલ્યા જતા હતા, પરંતુ કિસ્મતમાં ક્રિકેટર બનવાનું લખ્યું હતું. તમામ બાધાઓ બાદ મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેનની યાદીમાં ટૉપ પર પહોંચી ગયા.

વિંડીઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ઘોષણા- ધવનની વાપસી, આ નવા ચેહરાઓને મળશે મોકો વિંડીઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ઘોષણા- ધવનની વાપસી, આ નવા ચેહરાઓને મળશે મોકો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ms dhoni will acquire army training with parachute regiment, army chief approved a request
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X